વીસમી સદી


                   

(હાજી મહમ્મદ અલારખિયા શીવજી)                                 (વીસમી સદીના ૧૯૧૬ ના                                                                                                            એક અંકનું મુખપૃષ્ઠ)

વીસમી સદીની શરૂઆતમાં જ મુંબઈમાં કલા અને સાહિત્યના ક્ષેત્રમાં એવો ગુજરાતી ચમકી ગયો કે જેનો જોટો જડવો મુશ્કેલ છે. એક કચ્છી વેપારીનો પુત્ર, હાજી મહમ્મદ અલારખિયા શીવજી એનું નામ. સાહિત્ય સાથે કલાને જોડવાનું એને એવું ઘેલું લાગ્યું કે માત્ર પાંચ વરસમાં જ એણે પોતાની તમામ મિલ્કત એના માટે ખર્ચી નાખીને આ દુનિયામાંથી વિદાય લીધી.

યોગાનું યોગ, જે વર્ષે રવિશંકરભાઈ જે. જે. સ્કૂલમાંથી મેયો ગોલ્ડ મેડલ સાથે ચિત્રકલાના ક્ષેત્રમાં ઉત્તીર્ણ થયા, એ જ વર્ષે એટલે કે ૧૯૧૬ માં અલારખિયાએ “વીસમી સદી” નામનું બેજોડ સામયિક શરૂ કર્યું. એ સમયે હજી હિન્દુસ્તાનમાં પ્રિન્ટીંગ ઉદ્યોગની શરૂઆત જ હતી. માત્ર ટેક્ષ્ટ છાપવા માટે કમ્પોઝીટર એક એક અક્ષર ગોઠવી એના બીબાં બનાવતા. ફોટોગ્રાફ અને ચિત્રો છાપવા ઝટીલ પ્રક્રીયાથી બ્લોગ્સ બનાવવા પડતા. માત્ર કાળી અથવા લાલ શાહીનો જ વપરાશ થતો. એ સમયે અલારખિયાએ નક્કી કર્યું કે વીસમી સદીમાં સચિત્ર સાહિત્ય પિરસવું, અને એ પણ રંગીન ચિત્રો સાથે. આ કામ કેટલું ઝટીલ હતું એ એના ઉપરથી અંદાઝ આવશે કે પ્રથમ અંકના કવરપેજની છપાઈ એમણે ઈંગ્લેન્ડથી કરાવવી પડેલી.

આવા સાહસિક કામ માટે એ સતત સાહિત્યકારો અને કલાકારોની શોધમાં રહેતા. રવિશંકરભાઈને એમણે એમના સામયિકના સાહિત્ય માટે ચિત્રો બનાવવા રોકી લીધી. રવિશંકરભાઇએ ત્રણ વરસ સુધી અલારખિયા સાથે કામ કર્યું. એ દરમ્યાન રવિશંકરભાઈનો પરિચય કનૈયાલાલ મુન્શી, ચાંપશી ઉદેશી, અને અન્ય સાહિત્યકારો અને કલાકારો સાથે થયો. રવિશંકરભાઈ અલારખિયાથી એટલા પ્રેરિત થયા કે એમનો સાહિત્ય અને કલા પ્રત્યેનો પ્રેમ અનેકઘણો વધી ગયો.

“વીસમી સદી” ૧૯૨૧ માં અલારખિયાના અકાળ અવસાનને લીધે બંધ પડી ગયું, પણ છપાઈના ઈતિહાસમાં એક નામ અંકિત થઈ ગયું.

1 thought on “વીસમી સદી

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s