મુન્શીજીના સોલંકીયુગના પાત્રો


આગલી પોસ્ટમાં મુન્શીજીની સોલંકીવંશની ત્રણ નવલકથાઓમાંથી પહેલી નવલકથા “પાટણની પ્રભુતા”ના ત્રણ પાત્રોનો પરિચય કર્યો. આજે આ શ્રેણીની બીજી નવલકથા “ગુજરાતનો નાથ” માંથી ત્રણ પાત્રોનો પરિચય કરાવું છું.

     જયસિંહ સોલંકીવંશના ચોથા રાજા હતા. એમનું ઉપનામ સિધ્ધરાજ હતું એટલે ઈતિહાસમાં એ સિધ્ધરાજ જયસિંહ નામે ઓળખાય છે. એ એક ઉત્તમ યોધ્ધા અને કુશળ રાજવી હતા. પ્રજામાં પ્રિય અને કળા અને સાહિત્યના પારખુ હતા. સહસ્રલીંગ તળાવનું નિર્માણ સિધ્ધરાજ જયસિંહે કર્યું હતું. એ કર્ણદેવ અને મીનળદેવીના પુત્ર હતા. મુંજાલ મહેતા સિધ્ધરાજના પણ મહામંત્રી રહ્યા હતા.

(સિધ્ધરાજ જયસિંહ)

 

 

કાક-મંજરી

(કાક-મંજરી)

“ગુજરાતનો નાથ” નવલકથામાં કાક અને મંજરી અગત્યના પાત્રો છે. કાક અપ્રતિમ સાહસો કરનાર, ઉદાર, કર્તવ્યભાવનાથી સતત પ્રેરાયેલો, દીર્ઘદૃષ્ટિવાળો, બૃહસ્પતિ જેવી બુદ્ધિ ધરાવનારો અને ચાણક્યનીતિમાં નિપુણ હતો. બ્રાહ્મણ જેવી ઉચ્ચ જાતીનો હોવાથી એનું ઘણું માન હતું. એના ઉપરી ત્રિભુવનપાળ અને રાજા જયદેવનો એ માનીતો હતો.

કાક રાજ્યના એક કામ અંગે ખંભાત ગયેલો ત્યારે મંજરીના માતા-પિતા મંજરીની મરજી વિરૂધ્ધ એના લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. મંજરીના રૂપ, ગર્વ અને છટાથી આકર્ષાઈ, કાકે એને પોતાની સાથે નાસી જવાનો પ્રસ્તાવ આપ્યો. કાક બ્રાહ્મણ હોવાથી મંજરીએ એને હા પાડી, પણ પછીથી સાહિત્ય અને સંસ્કૃતમાં નિપૂણ મંજરીને કાકની આ બાબતની ન્યુનતા કઠે છે.

રાણકદેવી

(રાણકદેવી)

સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાણકદેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર રાણકદેવી ને પરણે છે. ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે. રા’ખેંગાર યુધ્ધમાં પરાસ્ત થઈ મૃત્યુ પામે છે.  જયસિંહ રાણકદેવી ને તેની સાથે લગ્ન કરવા કહે છે, જે રાણક દેવી ઠુકરાવે છે, અને રા’ખેંગાર ની પાછળ સતી થાય  છે.

2 thoughts on “મુન્શીજીના સોલંકીયુગના પાત્રો

  1. Mara pitajie mane aa trne navalkathao vachvani bhalaman kari tyare itihasni atighutioo samjavani marama takat nahoti pan ras padyo ane vachi. Mara collegena principalmara pitana mitra hata avarnavar amare tya avta te janita guj.na lekhak ane te vakhate teo puratatv vibhagma sanshodhan karta hata tyare Kirtidevne je bhoyarama santadvama avelo e jova mateni tak temana karane mane maleli.pitani sarkari nokarine karane ghaju badhu farvano ane jovno- janvano labh mane malyo chhe. Tyare mara pitaji Khambhatma Mamlatdar hata. Khambhat ek saras tihasik sthal hatu.

    Like

  2. તમે બહુ જ રસપ્રદ વિષય રજુ કર્યો. કેટલીય પેઢીઓએ મ્હાણેલ નવલકથાઓ. યાદ કરતા આનંદ થાય છે.
    સરયૂ પરીખ.
    soon I will be sending information about my second poetic novel “Flutter of Wings.”

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s