જગદેવ પરમાર
માળવાના રાજા ઉદયસિંહની બે રાણીઓ હતી, એક સોલંકીવંશની અને બીજી વાધેલાવંશની હતી. જગદેવ સોલંકીવંશની રાણીનો પુત્ર હતો, રણધવલ વાધેલાવંશની રાણીનો પુત્ર હતો. જગદેવ મોટો હોવાથી યુવરાજ અને ગાદીવારસ તરીકે એનો હક હતો, પણ વાધેલાવંશની રાણીના પ્રભાવમાં આવી ઉદયસિંહે રણધવલને યુવરાજ ઘોષિત કર્યો. જગદેવની કીર્તિ એક સાહસિક અને શુરવીર યોધ્ધા તરીકે ફેલાઈ ચૂકી હતી. અપરમાના અને પિતાના અન્યાયથી નારાજ થઈ, જગદેવ સોલંકી રાજા સિધ્ધરાજ જયસિંહ પાસે સેનાપતિ તરીકે નોકરી કરવા જતો રહ્યો. જે વફાદારીથી અને પોતાના જીવના જોખમે એણે સિધ્ધરાજ જયસિંહની સેવા કરી હતી, તેનાથી ખુશ થઈ જયસિંહે એને એક મોટી જાગીર આવી અને પોતાની દીકરીના એની સાથે લગ્ન કરી દીધા.
થોડા સમયબાદ સિધ્ધરાજ જયસિંહે માળવા ઉપર ચડાઈ કરી ત્યારે જગદેવે પોતાના પિતાના રાજ્યની રક્ષા માટે સિધ્ધરાજનો સાથ છોડી પોતાના પિતા પાસે ચાલ્યો ગયો. આનાથી એના પિતા ખૂબ ખુશ થયા, અને અન્યાય દૂર કરી જગદેવને યુવરાજ ઘોષિત કર્યો. ઉદયસિંહના અવસાન પછી જગદેવ માળવાની ગાદીએ આવ્યો.
મુંજ
મુંજ ૧૯૨૦ માં લખાયલી મુન્શીજીની “પૃથ્વીવલ્લભ” નવલકથાનું પાત્ર છે. એમાં ગુજરાતને અડીને આવેલા માળવાનો ઈતિહાસ છે. વાત સોલંકી યુગની જ છે.
મુંજ માળવાનો વીર રાજા હતો, પણ એ કવિતા પ્રેમી અને વિલાસી હતો. તેલંગ રાજ્યના તૈલપ સાથેના એક યુધ્ધમાં એ હાર્યો અને કેદ થયો. એ કેદમાં હતો ત્યારે એને ઉપર નજર રાખવાનું કામ તૈલપની વિધવા મોટી બહેન મૃણાલના હાથમાં હતું. કેદમાં મૃણાલ અને મુંજાલની મુલાકાતો દરમ્યાન બન્ને વચ્ચે પ્રેમ સંબંધ થયો. સમય જતાં તૈલપને આ વાતની જાણ થઈ. એણે મૃણાલની હાજરીમાં જ મુંજાલને હાથીના પગ નીચે કચરાવીને મારી નાખ્યો.
આવા ઐતિહાસિક પાત્રોને કનૈયાલાલ મુન્શીએ શબ્દદેહ આપ્યો, પણ એમને પોતાની કલ્પના શક્તિ અને કલાનિપૂણતાથી કલાગુરૂ રવિશંકર રાવળે જીવતાં કર્યા.
ઐતિહાસિક પાત્રોને કનૈયાલાલ મુન્શીએ શબ્દદેહ આપ્યો, પણ એમને પોતાની કલ્પના શક્તિ અને કલાનિપૂણતાથી કલાગુરૂ રવિશંકર રાવળે જીવતાં કર્યા.
દાવડાજી, આપના આ અવલોકન સાથે હું સંમત છું. આવા ચિત્રો ર.મ.રાં. સિવાય અન્ય કોઈ ના સર્જી શકે.
LikeLike
Good news is that I have been able to locate a number of original pictures of Munshi’scharterers.Just after 3 hours of work, I havea set of gems. Original Munjal was sketched in May 1917.It was a black and white ink work.I shall send you a copy in few days after editing.It was not as colorful like its 1962 avatar below; Cheers- Kanakbhai
LikeLike
ભાઈ શ્રી દાવડાભાઈ ,
આપે ‘લલિતકલા’ દ્વારા પૂ. રવિશંકર રાવળ ની ચિત્રકળા દર્શન કરાવ્યાં; તે બદલ આપનો અને
એમના સુપુત્ર કનકભાઈ રાવળ નો ખુબ ખુબ આભાર. હવે તો શ્રી કનૈયાલાલ મુનશી ના પુસ્તકો
ફરી વાંચવાની ઈચ્છા થાય છે. સાથે સાથે ગુજરાતનો ઇતિહાસ જાણવાં મળ્યો તેનો પણ આનંદ
થયો છે. આભાર.
ફુલવતી શાહ
LikeLike