જય સોમનાથ


આજે મુન્શીજીની નવલકથા “જય સોમનાથ”ના કલાગુરૂએ દોરેલા ત્રણ ચિત્રો રજૂ કરૂં છું.

                              ચૌલાદેવી

 

અગિયારમી સદીમાં, ચૌલાદેવી સોમનાથના મંદિરમાં અતિ સુંદર અને સર્વગુણ સંપન્ન  નૃત્યાંગના હતી. એ શંકર ભગવાનને જ પોતાના પતિ માનતી હતી, અને એમને રીઝવવા મંદિરમાં નૃત્ય કરતી હતી. એક કાપાલિકને પોતાની સાધના માટે સર્વગુણ સંપન્ન કુમારિકાનો દેવીને ભોગ આપવો હતો, એટલે એ ચૌલાદેવીનું અપહરણ કરી લઈ જતો હતો, ત્યારેજ રાજા ભીમદેવની નજર પડતાં એને બચાવી લીધી હતી. ચૌલાદેવીએ માની લીધું કે સ્વયં શંકર ભગવાન ભીમદેવનું રૂપ લઈને એને બચાવવા આવ્યા છે, એટલે એણે ભીમદેવ સાથે લગ્ન કરી લીધા. આગળ જતાં ચૌલાદેવીનો આ ભ્રમ ભાંગ્યો હતો.

                      મહમદ ગઝની

ઈ.સ. ૧૦૦૦ અને ૧૦૨૪ વચ્ચે મહમદ ગઝનીએ હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યો ઉપર કુલ ૧૭ વખત ચડાઈ કરી હતી. દરેક વખતે એ ભાંગફોડ કરી, લુંટનો માલ લઈ પાછો જતો રહેતો.

૧૦૨૪ માં એણે ૧૭ મી અને આખરી ચડાઈ ભીમદેવના રાજ્ય પાટણ ઉપર કરી, અને સોમનાથના મંદિરને ભાંગી, મંદિરનું અઢળક ધન લઈ ગયો. રજપૂતોએ એનો બહાદુરીથી સામનો કરેલો, પણ માત્ર ત્રણ દિવસની લડાઈમાં એના બળવાન સૈનિકો ભારે પડ્યા, અને પોતાનું કામ પતાવી પાછા જતા રહ્યા.

કેટલાક લોકો માને છે કે ગઝનીએ સોમનાથ મંદિરને ૧૭ વાર ભાંગ્યું હતું, પણ એ સાચું નથી. હકીકતમાં ગઝનીની હિન્દુસ્તાનના અલગ અલગ પ્રદેશો ઉપરની સત્તરમી ચડાઈમાં એણે સોમનાથ મંદિર ભાંગ્યું અને લુંટ્યું હતું.

                            ઘોઘાબાપા

ઘોધાબાપા પંજાબમાં સતલજ નદી નજીકના એક નાનકડા રાજ્યના રાજા હતા. પિતાનું મૃત્યુ થવાથી એ માત્ર ૧૧-૧૨ વર્ષની વયે જ ગાદીએ આવેલા. એ ખૂબ સજ્જન અને શૂરવીર હતા. એમણે બધા નાના નાના રાજ્યોને એક બીજા સાથે સલાહ સંપથી રહેવાની અને બહારી હુમલા સામે સંયુક્ત રીતે લડવાની સલાહ આપવા અનેક રાજ્યોના પ્રવાસ કરેલા.

૧૦૧૮ માં મહમદ ગઝનીના કનોજ ઉપરના હુમલા પછી તો એમણે પોતાની આ પ્રવૃતિ વધારે તેજ કરી દીધી. ૧૦૨૪ માં જયારે મહમદ ગઝનીએ સોમનાથ ઉપર હુમલો કર્યો, ત્યારે ઘોઘાજીએ સમગ્ર ઉત્તર-પૂર્વના રાજ્યોને ભેગા કરી સામનો કરવા પ્રયત્ન કર્યો હતો, પણ એમની ગણત્રી કરતાં ગઝનીનો હુમલો થોડા દિવસ વહેલો થઈ ગયો. તેમ છતાં પાછા ફરતા ગઝનીને આંતરવાની કોશીશ પણ એમણે કરેલી, પણ એમાં પણ સફળતા મળી ન હતી.

પંજાબમાં અને અન્ય સ્થળોએ એમને પીરનો દરજ્જો આપી, એમની મજાર પૂજાય છે.

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s