રણજિતરામ સુવર્ણચંદ્રક


રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી કલા અને સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર રણજીતરામ મહેતાની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે.

૧૯૨૮ માં સર્વપ્રથમ ચંદ્રક ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો હતો. ૧૯૨૯ માં  આ ચંદ્રક ગીજુભાઈ બધેકાને આપવામાં આવ્યો. કલાગુરૂ રવિશંકરને ૧૯૩૦ માં આ ચંદ્રક આપવામાં આવ્યો. આમ શ્રી રવિશંકર રાવળ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવાર ત્રીજી વ્યક્તિ બન્યા હતા.

પહેલા આ પુરસ્કાર વિષે થોડી વાત કરી લઉં. બહુમુખી પ્રતિભા ધરાવનારા રણજીતરામ વાવાભાઈ મહેતાનો જન્મ ૧૮૮૧ માં સુરતમાં થયેલો. એ સમયમાં એમણે બી.એ. સુધીનો અભ્યાસ કરેલો. તેઓ સર્જક, વિવેચક, પત્રકાર અને વાર્તાકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ૧૯૦૫ માં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી. ૧૯૧૭ માં એમનું અવસાન થયું. એમની યાદમાં ૧૯૨૮ થી રણજીતરામ સુવર્ણ ચંદ્રક આપવાનું શરૂ થયું.

ઉપર જણાવ્યું છે એ પ્રમાણે સૌપ્રથમ ચંદ્રક ઝવેરચંદ મેઘાણીને એમના પુસ્તક “માણસાઈના દિવા” માટે જાહેર થયું. આ પુસ્તક પૂજ્ય રવિશંકર મહારાજના જીવન ઉપર આધારિત હતું, એટલે મેઘાણીએ કહ્યું કે આ પુરસ્કાર ઉપર રવિશંકર મહારાજનો હક્ક છે, હું એ ન સ્વીકારી શકું. રવિશંકર મહારાજે કહ્યું, કલાનો કસબ તો મેઘાણીનો છે, પુરસ્કાર પુસ્તકને મળ્યું છે, એટલે એના સર્જક તરીકે મેઘાણીએ પુરસ્કાર સ્વીકારી લેવો જોઈયે. આમ બે માંથી કોઈયે પણ એ પુરસ્કારનો સ્વીકાર ન કર્યો. આવા લોકો પણ ગુજરાતની ઘરતી ઉપર હતા.

પંદર વરસના ગાળામાં શ્રી રવિશંકર રાવળને આ ત્રીજો સુવર્ણચંદ્રક મળ્યો હતો. ૧૯૩૦ સુધીમાં એક ટોચના ચિત્રકાર તરીકે રવિભાઈનું નામ સારી પેઠે જાણીતું થઈ ચૂક્યું હતું. સામાજીક આગેવાનો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજા-રજવાડા અને શ્રીમંત ઘરાણા સુધી એમનું નામ જાણીતું થઈ ગયું હતું. ૧૯૨૨ નું ગાંધીજીના મુકદમાનું ચિત્ર, અજંતાના ચિત્રો અને સાહિત્યને લગતા એમના દોરેલા ચિત્રોએ એમને સારી પ્રસિધ્ધી આપી હતી.

રવિભાઈની પ્રતિભા બહુમુખી હતી. એ માત્ર ચિત્રકાર જ ન હતા. એમના સમયની સાહિત્ય સંબંધી પ્રવૃતિઓમાં એમનો ઘણો મોટો ફાળો હતો. કુમાર જેવા સર્વશ્રેષ્ઠ માસિકના સંપાદક તરીકે એમનું સ્થાન ઘણું ઊંચું હતું. આ વિષય ઉપર હું એક અલગ પોસ્ટમાં લખીશ.

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s