બાવલાના પરાક્રમો


૧૯૩૯ માં હંસાબેન મહેતાએ ગુજરાતના બાળકો માટે ૧૮૮૧ થી જાણીતું અંગ્રેજી બાળપુસ્તક “પીનોકીયો” આધારિત ગુજરાતી પુસ્તક “બાવલાના પરાક્રમો” પ્રસિધ્ધ કરવાનું નક્કી કર્યું, ત્યારે એને સચિત્ર કરવા માટે રવિશંકરભાઈની મદદ માગી. એ પ્રસંગનું વર્ણન કરતાં એમના પુત્ર ડો. કનક રાવળે લખ્યું છે, “હંસાબેને વાર્તા વાંચન શરૂ કર્યું. પાત્રોની ઓળખ, તેમના વ્યક્તિત્વ અને લક્ષણો વચ્ચે ઉમેરતાં જાય. રવિભાઈ એકાદ બે શબ્દો સિવાય શાંત અને એકાગ્ર ભાવે તેમની ખાસ મોટી ચિત્રપોથીમાં હેબર પેન્સીલથી પાત્રો અને પ્રસંગો ઉપજાવતા જાય. લેખિકા-કલાગુરૂ વચ્ચેનો સતસંગ ત્રણેક કલાક ચાલ્યો હશે. પરિણામ હતું, ૧૮૮૧ માં ઈટાલીયન લેખક કાર્ડો કોલોડીએ જન્માવેલાં ‘પીનોકિયો’નો પુનર્જન્મ ‘બાવલાના પરાક્રમો’ના સ્વાંગમાં થયો. તેના ઇટાલિયન નાયકો જીપેટ્ટો અને પીનોકિયા બન્યા રણછોડ સુથાર અને બાવલો.” સમગ્ર કથા ૧૭ ચિત્રોમાં રજૂ કરી.

અહીં હું એમાંથી થોડા ચિત્રો અને એને લગતા પ્રસંગો પ્રસ્તૂત કરૂં છું.

રણછોડ નામનો એક ગરીબ સુથાર બાળકો માટે રમકડાં બનાવી પોતાનું ગુજરાન ચલાવતો. એને પોતાને બાળકો ન હતા. એક દિવસ એને મન થયું કે હું બાળકના કદનો એક બાવલો બનાવું અને મારા ઘરમાં રાખું. એ લાકડાની વખારમાં જઈ બાવલો બનાવવા લાકડું ખરીદી લાવે છે.

(રણછોડ લાકડું ખરીદે છે)

ઘરે જઈને એ બાવલું બનાવવાનું શરૂ કરે છે.

(રણછોડ બાવલો બનાવવાનું શરૂ કરે છે)

(વધુ આવતી પોસ્ટમાં)

 

1 thought on “બાવલાના પરાક્રમો

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s