કનુભાઈ દેસાઈ
કલાગુરૂના અનેક શિષ્યોમાં કનુભાઈ દેસાઈ એક આગળ પડતું નામ છે. એમનો પરિચય અહીં એમના શબ્દોમાં જ (ટુંકાવીને) આપું છું.
“નાનપણથી જ મને ચિત્રકલાનો શોખ, ચિત્રોની પોથીઓ હોંશે હોંશે જોતો. મોટા શહેરોમાં પેઈન્ટરના પાટિયાં મારનારા ઘણા. જો કે એ તો સાઇનબોર્ડ પેઈન્ટર જ, પણ તેમાંથી હું અક્ષરોના મરોડ અને રંગોની સજાવટ જોયા કરતો.
૧૯૨૨ માં મેં સાંભળેલું કે રવિશંકર રાવળ એક મહાન ચિત્રકાર છે, અને તે બઉવા પોળમાં પોતાને ઘરે અમુક અમુક વિદ્યાર્થીઓને ચિત્રકામ શીખવાડે છે. મને પણ મન થયું. મને બરોબર યાદ છે, ૯મી જૂન, ૧૯૨૨ ના બઉવાની પોળમાં ઊંડે ખૂણે તે રહેતા હતા, ત્યાં થોડા ચિતરામણને સુશોભિત બનાવી, તેમનો ખખડધજ દાદર ચડી ત્યાં પહોંચી ગયો. “
“મારા ચિત્રો જોઈ એમણે મારી મહેનત માટે સારો અભિપ્રાય વ્યક્ત કર્યો. મને એમને ત્યાં જવાની પરવાનગી મળી. પછી તો મારા કામકાજથી એમનો મારા પર અપાર પ્રેમ થતો ગયો.”
“હું રોજ એમના ઘરે પહોંચી જતો. તેમના બારણાં મારા માટે હમેશાં ખુલ્લાં જ રહેતાં. નકલો કેવી ચોકસાઈથી કરવી, ચારકોલ, પેન્સીલ, રંગકામ વગેરે કેમ કરવા તેના પ્રયોગો તે કરી બતાવતા. બપોરનો ઘણો વખત રવિભાઈને ત્યાં શીખવા મળતો. તે વખતે રવિભાઇ “ગુજરાત” અને બીજા માસિકો અને પુસ્તકો માટે ચિત્રો કરતા તે જોવા મળતાં. જુદાજુદા ચિત્રસંયોજનો, આકૃતિઓ તથા ઘણી ઘણી ક્રીયાઓ જોવા શીખવા મળતી. પૂરા થયેલાં ચિત્રો આબેહૂબ રંગોમાં અને પુરા કદની ઓઈલપેન્ટ તસ્વીરો જોવા મળતી.”
૧૯૨૫ માં આચાર્ય કૃપલાણીએ કનુભાઈ માટે શાંતિનિકેતનમાં નંદલાલ બોઝની પાસેથી ચિત્રકલા શીખવાનો બંધોબસ્ત કરી આપ્યો. રવિભાઈ ખૂબ રાજી થયા કે એમના એક શિષ્યને આવી સરસ તક મળી છે. એમણે ખુશી વ્યક્ત કરવા એક પાર્ટી યોજી, અને આશીર્વાદ આપ્યા.
બે વર્ષ પછી પાછા આવી, કનુભાઈ પાછા રવિભાઈ સાથે જોડાઈ ગયા. હવે કનુભાઈએ ચિત્રકળાના વર્ગોનું ઘણું કામ સંભાળી લીધું. ચિત્રકળાના અનેક પ્રકારમાં કનુભાઈએ મહારથ હાંસિલ કરી.
૧૯૩૦ માં ગાંધીજી સાથે દાંડી માર્ચમાં જોડાઈ, માર્ચના અનેક ચિત્રો તૈયાર કર્યા. ૧૯૩૭ ના હરીપુરા કોંગ્રેસ અધિવેશનના સુશોભનનું કામ એમણે સંભાળ્યું. ૧૯૩૮ માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૪૫ થી એમણે ચલચિત્રોના કલાનિર્દેશક તરીકે શરૂઆત કરી, એ ક્ષેત્રમાં ઘણી સફળતા મેળવી. રામરાજ્ય, બૈજુ બહાવરા, નવરંગ, ભરત મિલાપ અને ઝનક ઝનક પાયલબાજે ચિત્રોમાં સફળતા પૂર્વક કલાનિર્દેશન કર્યું. ૧૯૮૦ માં એમનું અવસાન થયું.
કનુભાઈ દેસાઈના થોડા ચિત્રો
(રામ રાજ્ય ચિત્રપટનું પોસ્ટર) (કૃષ્ણા) (બુધ્ધ ગાંધી)
ધન્યવાદ.. દાવડાસાહેબ,
.. ગો. મારુ
LikeLike
કનુભાઈ દેસાઈ -૧૯૩૦ માં ગાંધીજી સાથે દાંડી માર્ચમાં જોડાઈ, માર્ચના અનેક ચિત્રો તૈયાર કર્યા. ૧૯૩૭ ના હરીપુરા કોંગ્રેસ અધિવેશનના સુશોભનનું કામ એમણે સંભાળ્યું. ૧૯૩૮ માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૪૫ થી એમણે ચલચિત્રોના કલાનિર્દેશક તરીકે શરૂઆત કરી, એ ક્ષેત્રમાં ઘણી સફળતા મેળવી. રામરાજ્ય, બૈજુ બહાવરા, નવરંગ, ભરત મિલાપ અને ઝનક ઝનક પાયલબાજે ચિત્રોમાં સફળતા પૂર્વક કલાનિર્દેશન કર્યું. ૧૯૮૦ માં એમનું અવસાન થયું.’
બધી જાણીતી વાત ફરી માણી આનંદ
LikeLike