બંસીલાલ વર્મા (ચકોર)
બંસીલાલ વર્માનો જન્મ ૧૯૧૭ માં થયો હતો. તેઓ ૧૯૩૫ માં કલાગુરૂની ગુરૂકુલમાં જોડાયા. થોડા સમયમાં જ એમની નામના થવા લાગી. ગુલજારીલાલ નંદા અને શંકરલાલ બેંકરે એમને લખનૌમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનના પ્રવેશ દ્વારનુમ સુશોભનનું કામ સોંપ્યું, અને ત્યાંથી એમની ખ્યાતિ ફેલાવાની શરૂઆત થઈ.
૧૯૩૭ માં “નવ સૌરાષ્ટ્ર” માસિકમાં જોડાઈને કટાક્ષ ચિત્રો દોરવાનો ગુજરાતમાં પાયો નાખ્યો. ત્યારથી પ્રસિધ્ધ અખબારો અને સામયિકોમાં એમના કાર્ટુન અને ચિત્રો છપાતા. ૧૯૪૨ થી ૧૯૪૫ વચ્ચે ભારત છોડો આંદોલનના એમના ચિત્રો લોકોમાં નવો જોમ અને જુસ્સો ભરતા. ૧૯૪૮ થી મુંબઈના સાંજના અખબાર જન્મભૂમીમાં જોડાયા. ૧૯૫૯ માં અંગ્રેજી અખબાર ફ્રી પ્રેસ જરનલમાં જોડાયા. ૧૯૭૮ માં ફરી સંદેશ ગુજરાતી અખબારમાં જોડાયા અને ૨૦૦૨ માં નિવૃત થયા. આ બધા અખબારોમાં એમણે “ચકોર”ના ઉપનામથી કાર્ટુન દોરેલા, જે માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમામ ખૂબ જ લોકપ્રિય થયેલા.
અનેક પુસ્તકોના ચિત્રો બનાવનાર અને જન્મજાત ચિત્રકાર કે જેમના ચિત્રો આજે પણ વિશ્વ પ્રસિદ્ધ મૈસુરની આર્ટ ગેલેરીમાં જોવા મળે છે. વર્ષ ૧૯૪૧માં આંતર રાષ્ટ્રીય મોન્ટ્રીયલ એવોર્ડ એમને પ્રાપ્ત થયો હતો.
ચકોરના કેટલાક ચિત્રો અહીં રજૂ કર્યા છે.
(મીઠાનો સત્યાગ્રહ)
(સાક્ષરોના કાર્ટુન)
(ચકોરના ચિત્રોમાંથી એક)
(ચકોરનું એક પ્રખ્યાત ચિત્ર)
‘ચકોર”ના ઉપનામથી કાર્ટુન દોરેલા, જે માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમામ ખૂબ જ લોકપ્રિય થયેલા’
નામ ચકોર જ કાફી છે…કલા વ્યંગ ચિત્રો માટૅ
LikeLike