કલાગુરૂના શિષ્યો (અંતીમ)


રસિકલાલ પરીખ

રસિકભાઈનો જન્મ ૧૯૧૦ માં થયો હતો. એમના પિતા મામલતદારના ઉચ્ચ હોદા ઉપર હતા. નાનપણથી જ કલા પ્રત્યે તેમને લગાવ હતો. માટીના રમક્ડાં બનાવવા, વાંસમાંથી વાંસળી બનાવવી વગેરે તેમને ગમતું. કલા પ્રત્યેનો તેમનો લગાવ જોઈ, તેમને અમદાવાદમાં કલાગુરૂ રવિશંકર રાવલ પાસે મોકલ્યા. રવિભાઈએ એને શરૂઆતની ટ્રેઈનીંગ આપી અને એમને મદ્રાસમાં ચિત્રકલા અને શિલ્પકલાની ટ્રેઈનીંગ માટે દેવીપ્રસાદ ચૌધરી પાસે મોકલ્યા. કલાગુરૂએ એમના માટે ૩૫ રુપિયા પ્રતિ માસની સ્કોલરશીપનો પણ બંદોબસ્ત કરી આપ્યો. ત્યાં પણ એમની પ્રતિભા ઝળકી.

૧૯૩૦ માં ઓલ ઈન્ડિયા પેન ડ્રોઈંગમાં પારિતોષીક મળ્યું. ૧૯૩૩ માં જે. જે. સ્કૂલમાંથી ચિત્રકલાના ડીપ્લોમામાં પ્રથમ નંબરે પાસ થયા. ૧૯૩૬ માં બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૪૨ માં રણજીતરામ સુવર્ણચંદ્ર એનાયત થયો. ૧૯૭૧ માં ગુજરાત સરકારે એમનું સન્માન કર્યું.

રસિકભાઈના ચિત્રોમાં લોકજીવનના દર્શન થતા. તેમની આગવી વોશ પધ્ધતિ માટે એ જાણીતા હતા. તેમના વિષયની રજૂઆત સચોટ, ગોઠવણીની ચિવટ અને આંખને ગમે એવા રંગો માટે એમની ખૂબ તારીફ થતી. તેમના માતા અને બાળકોના ચિત્રો ખૂબ જાણીતા થયા હતા.

તેમના અનેક ચિત્રો દેશભરના જાણીતા સંગ્રાહલયોમાં છે. અહીં એમના થોડા ચિત્રો રજૂ કર્યા છે.

(આ સિવાય પણ કલાગુરૂના બીજા ઘણાં બધા શિષ્યો હતા, જેવા કે વૃજલાલ ત્રિવેદી, છગનલાલ જાદવ, જગન મહેતા, ભીખુભાઈ આચાર્ય વગેરે વગેરે. આ લેખમાળા ખૂબ લાંબી ન થઈ જાય એટલે આ વિષયને અહીં જ રોકું છું.)

રસિકલાલ પરીખનું આ ચિત્ર ખૂબ જ પ્રસિધ્ધ છે.

ગ્રામ્ય કન્યા ચિત્ર પણ ખૂબ જાણીતું છે.

બાવલી (Doll) ચિત્ર પણ ખૂબ જ પ્રસિધ્ધ છે.

 

5 thoughts on “કલાગુરૂના શિષ્યો (અંતીમ)

 1. Sir,
  All pictures are so beauty full… Thanks a lot…
  with regards,
  …GBM…

  Sent with Mailtrack

  2017-06-01 4:22 GMT+05:30 દાવડાનું આંગણું :

  > P. K. Davda posted: “રસિકલાલ પરીખ રસિકભાઈનો જન્મ ૧૯૧૦ માં થયો હતો. એમના
  > પિતા મામલતદારના ઉચ્ચ હોદા ઉપર હતા. નાનપણથી જ કલા પ્રત્યે તેમને લગાવ હતો.
  > માટીના રમક્ડાં બનાવવા, વાંસમાંથી વાંસળી બનાવવી વગેરે તેમને ગમતું. કલા
  > પ્રત્યેનો તેમનો લગાવ જોઈ, તેમને અમદાવાદમાં કલાગુરૂ રવિશંકર”
  >

  Like

 2. નમસ્તે દાવડા સાહેબ,
  “કલાગુરૂના શિષ્યો”નો કલાકીય પરિચય  તેમજ  તેઓશ્રીની સુંદર કલાકૃતિઓ દ્રશ્યાંન્વિત કરાવતી
  લેખમાળા બદલ ખુબ-ખુબ આભાર.

  Like

 3. કલાગુરૂની શ્રેણીનું આટલું સુંદર સંચાલન અને પ્રસ્તુતીકરણ રજુ કરવા માટે આપનો હાર્દિક આભાર. કલાગુરૂ રવિભાઈ તો સાક્ષાત ગુરૂ દ્રોણાચાર્ય જેવા હતા અને કનુ દેસાઈ, સોમાલાલ શાહ, રસિકલાલ પરીખ અને બંસી વર્મા જેવા તેમના શિષ્યોએ તેમની વિદ્યા પ્રાપ્ત કરી તેને કલાસૃષ્ટિના આકાશમાં ચમકાવી. સૂર્ય તો કલાગુરૂ જ રહ્યા! સમયના વાદળા પાછળ છુપાયેલ આ કલાઆદિત્યને ફરી પ્રકાશિત કરવાનું શ્રેય આપને મળ્યું તેનો અમને આનંદ છે.

  Like

 4. આપણે જણાવવાનું કે ઉપર જે ફોટો મુક્યો છે તે મારા ગુરુ ચીત્રકાર રસીકલાલ પરીખનો નથી પણ સાહીત્યકાર અને મારા કાકા-સસરા રસીકલાલ છોટાલાલ પરીખનો છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s