‘ચમન’ની ચિત્રકળા-૧


આપણે લલિતકળા વિભાગમાં ગુજરાતના ટોચના કલાકાર, કલાગુરૂ રવિશંકર રાવલના ચિત્રો જોયા. હવે થોડા દિવસ, હું એક શોખિયા ચિત્રકારના ચિત્રો રજૂ કરવાનો છું. આ ચિત્રો હ્યુસ્ટન નિવાસી મારા મિત્ર શ્રી ચીમન પટેલે દોર્યા છે.
શ્રી ચીમન પટેલ (ચમન) એક સિવિલ અને સ્ટ્રકચરલ એંજીનીઅર છે. છેલ્લા ૫૦ વર્ષથી તેઓ અમેરિકામાં રહે છે. શાળામાં હતા ત્યારથી જ એમને ચિત્રકળાનો શોખ હતો. દિવાળીના ગ્રીટીંગ્સ કાર્ડસ જોઈ, એના ઉપરથી ફ્રીહેન્ડ ચિત્રો બનાવતા. ૧૯૬૭ માં “દર્પણ” નામના એક ગુજરાતી સામયિકમાં એમના લેખ પ્રગટ થતા. પ્રસંગોપાત આ દર્પણ સામયિકના મુખપૃષ્ટનું સુશોભન કાર્યનું કામ પણ એમને મળતું. આવું જ કામ એમણે “ધરા ગુર્જરી” નામના સામયિક માટે પણ કરેલુ. અહીં એમના જે ચિત્રો હું રજૂ કરવાનો છું, એ મોટાભાગના પેન્સીલ અને ચારકોલના રેખાચિત્રો છે.

Bull fight ના આ દેશીકરણમાં રેખાઓની તાકાત એ ચિત્રને એક પેશાવર ચિત્રકારની કક્ષામાં મૂકે છે. Bull ના પૂછડાથી માંડીને ગરદન સુધીની રેખાઓમાં જાનવરના ગુસ્સાના દર્શન થાય છે. માત્ર એની આંખમાં એની લાચારી દેખાય છે. ચિત્રનું બારીકાઈથી નિરીક્ષણ કરશો, તો આવી અનેક ખુબીઓ દેખાશે.

“દર્પણ” સામયિકના મુખપૃષ્ટ મારે દોરેલા આ ચિત્રમાં રમકડા વેંચતી સ્ત્રીનું કમનીય ચિત્ર નજરે પડે છે. મેં નાનપણમાં આવી રમકડા વેંચવા આવતી સ્ત્રીઓને જોઈ છે. ઉગાડા પગ એની ગરીબાઈ દેખાડે છે, વસ્ત્રોમાં ભરતકામ વગેરે દેખાય છે, પણ આવા વસ્ત્રો બબ્બે પેઢીઓ સુધી સંભાળીને ચલાવવા પડે છે. એના સૂંડલામાં મૂકેલી જંતરીઓ વગેરે ‘ચમન’ની નિરીક્ષણ શક્તિ દરશાવે છે.

બાદશાહો સાહિત્ય, સુરા, સંગીત અને સુંદરીના શોખીન હતા. આ ચિત્રમાં એ દરેશ વસ્તુ જોવા મળે છે. એમના વસ્ત્રો જ નહીં, એમના પગરખાંમાં પણ અમીરી છલકે છે.

હું કલા વિવેચક નથી. મેં માત્ર મારા દેખીતા નિરીક્ષરો રજૂ કર્યા છે. આંગણાંના મુલાકાતીઓમાં જે કલાપારખુ મિત્રો છે, એ પોતાના નિરીક્ષણ Comments તરીકે મૂકશે તો આનંદ થશે.

4 thoughts on “‘ચમન’ની ચિત્રકળા-૧

  1. વાહ , ચીમનભાઈની કલાકૃતિઓ ખુબ ગમી. મેં એમનાં ચાર્કોલથી બનાવેલ ચિત્રો જોયાં છે એ મૂળ ચિત્ર જેવાં જ આબેહુબ દેખાય છે.

    Like

  2. વાહ, ચીમનભાઈને કવિ અને એંજીનિયર તારીખે જાણ્યા હતા પણ તેમનું ચીત્રકારી પાસું જોઈને આનંદ થયો॰

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s