‘ચમન’ની ચિત્રકળા-૨


આમ તો હું પણ સિવિલ અને સ્ટ્રક્ચરલ એંજીનીઅર છું. મારી પાસે પણ પેન્સીલ છે, પણ હું ફુટપટ્ટીની મદદ વગર એક સીધી રેખા પણ દોરી શકતો નથી. જ્યારે ચીમનભાઈ પેન્સીલથી જીવંત ચિત્રો દોરી શકે છે. આજે એમના બીજા ત્રણ ચિત્રો રજૂ કરૂં છું.

સામાન્ય રીતે ગાય-ભેંશ ચરાવનાર ભરવાડ હોય અને ધેટાં-બકરાં ચરાવનાર ભરવાડની દિકરી હોય. યાદ છે, ઝવેરચંદ મેધાણીની ચારણ કન્યા? વાંસડી આવે એટલે કૃષ્ણકનૈયો યાદ આવે, પણ ગામડાંમાં ભરવાડ કન્યાઓ પણ વાંસડી વગાડે છે. આ ચિત્રમાં ઝાડને અઢેલીને સુંદર વસ્ત્ર પરિધાન કરેલી, સુંદર બાલિકા વાંસડી વગાડે છે, ત્યારે બકરીઓના મોઢાં એની તરફ ફરેલાં છે. આકાશમાં વાદળાં અને ઉડતા પંખીઓ, કુદરતી વાતાવરણને સ્પષ્ટ કરે છે.

ભરવાડકન્યાની વાત ચાલી જ છે તો બીજું એક ભરવાડકન્યાનું ચિત્ર પણ મૂકી દઉં. બપોરનો સમય છે. ઝાડ નીચે ભરવાડ કન્યા અને એનાં વહાલાં ધેટાંના બચ્ચાં વિશ્રાંતિ લઈ રહ્યા છે. વસ્ત્રોની ડીઝાઈનમાં કલાકારની મહેનતના દર્શન થાય છે. વૃક્ષનો આકાર છાંયડો આપતા વૃક્ષને ઉજાગર કરે છે. દરેક ગામડાંની કન્યા કે સ્ત્રીના પગમાં ઝાંઝર ન હોય એ શક્ય જ નથી.

જોતાંવેંત ગમી જાય એવું આ પનિહારીનું ચિત્ર જોઈ મારૂં એંજીનીઅરનું ભેજું સ્ટેબલ ઈક્વીલીબ્રીયમના વિચારે ચડી ગયું. પગમાં ખૂંપી ગયેલા કાંટાને કાઢતી આ પનિહારીએ માથાં ઉપરના પાણીથી ભરેલાં માટલાં અને ત્રિભંગી પોઝ વાળું એનું કમનીય શરીર કઈ રીતે પડવાથી બચાવ્યાં હશે? ચણિયાથી સહેજ જ ઉપર નાભી દેખાડવાનું પણ ચિત્રકાર ભૂલ્યા નથી, એ એમની ચિત્રના વિષયની સમજ દર્શાવે છે.

7 thoughts on “‘ચમન’ની ચિત્રકળા-૨

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s