(શ્રી વલીભાઈ મુસા વેબ ગુજરાતીના સંપાદકીય મંડળના સભ્ય છે, અને અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં એમણે ઘણું સર્જન કર્યું છે. એમના હાસ્ય લેખો અને હાયકુ ખુબ જ પ્રખ્યાત છે. એમની લખેલી વાર્તાઓ પણ ખૂબ વંચાય છે.
મેં જ્યારે એમને ઉજાણી માટે આમંત્રણ મોકલ્યું તો એમણે એક પછી એક સવાલ ઈ-મેઈલ મોકલી સવાલો પૂછ્યા. મને નવાઈ તો લાગી, પણ છેવટે જે કારણ મળ્યું તે આ રહ્યું.)
વટ તો મારવો પડે ને !
સસ્તા અનાજની દુકાનેથી કોઈ અનાજ, ખાંડ, કેરોસિન આપવામાં આવે ત્યારે બિલમાં ગ્રાહકની સહી લેવામાં આવતી હોય છે, જેથી દુકાનદાર એ સસ્તો માલ ઓહિયાં ન કરી જાય. એક ડોશીમાને સહી કરવાનું કહેવામાં આવ્યું. પાછળ મોટી લાઈન હતી. માજીએ પ્રશ્નો પૂછવા ચાલુ કર્યા :
‘ભાઈ, સહી પેન્સિલથી કરું કે ઈન્ડાપેનથી?’
‘માજી, બંને સામે પડ્યાં છે, ગમે તેનાથી સહી કરો ને !’
‘ભાઈ, ગુજરાતીમાં કરું કે અંગ્રેજીમાં?
‘ના, હિંદીમાં કરો. પાછળ લાઈન છે અને તમે તો સમય બરબાદ કરો છો!’
‘ભાઈ, ગુસ્સો ન કરો. ગુસ્સામાં અને દારૂમાં સરખો નશો હોય છે. હવે છેલ્લો સવાલ કરું?’
‘અરે મારી મા, હવે વળી શું પૂછવાનું રહી ગયું? પૂછી નાખો, જલ્દી પૂછી નાખો.’
‘હેં ભાઈ, સહી ટૂંકી કરું કે આખી કરું?’
‘હવે જેવી કરવી હોય તેવી કરીને પાર મૂકો ને, માડી!’
‘હવે સાચે સાચું કહું? ભાઈ હું તો ભણેલી જ નથી!’
‘તમારું ભલું થાય, તો આટલી બધી પડાપૂછ કેમ કરી?’
‘એ તો ભલે અભણ રહ્યાં, પણ વટ તો મારવો પડે કે નહિ?’
-વલીભાઈ મુસા
વલીદા દા જવાબ નૈ !
LikeLike
વલીદા એ જલ્સો કરવી દીધો..સરસ સિલેક્શન દાવડા સાહેબ.
LikeLiked by 1 person
મેં દાવડાભાઈને કહી રાખ્યું છે કે અઠવાડિયા પછી આ ફિલ્મ ‘હાસ્યદરબાર’ થિયેટરમાં લાગશે.
LikeLike
ભારે રમુજ કરી
હવે જેવી કરવી હોય તેવી કરીને પાર મૂકો ને, માડી!’
‘હવે સાચે સાચું કહું? ભાઈ હું તો ભણેલી જ નથી! આંખની’ તપાસમા ભલ ભલા ચશ્મા પહેરાવ્યા ન વંચાયુ ત્યારે…
LikeLike
ભારે રમુજ કરી….વલીદા એ જલ્સો કરવી દીધો….
LikeLike