‘ચમન’ની ચિત્રકળા-૩


આગલી બે પોસ્ટ આંગણાંના મુલાકાતીઓને ખૂબ ગમી છે. આજે ત્રીજી પોસ્ટ રજૂ કરૂં છું.

પાણીયારીને જ્યારે સંગાથ મળે છે ત્યારે માથા ઉપરનો ભાર હળવો લાગે છે અને રસ્તો ઝડપથી ખુટે છે. સુખ દુઃખની વાતો કરી મનનો ભાર હલકો થાય છે. અહીં બન્ને સહેલીઓની ગંભીર મુખમુદ્રા દર્શાવે છે કે કોઈ ગંભીર વાતચીત ચાલી રહી હશે. માટલા ઉપરનું ચિતરામણ અને હીંડોણીનું ભરતકામ ધ્યાન ખેંચે છે. કાન અને ગળાનાં ઘરેણાં અને આંગળાની વીંટીઓ અને ચુડલા બધું Traditional છે. બ્લાઉઝની પોલકાડોટ ડીઝાઈન ગામડાંમાં વધારે ચલણી છે.

ગામડાંની યુવતીનું ભણતર કદાચ ઓછું હશે, પણ સૌંદર્ય અને વસ્ત્રોની પસંદગી જરાયે ઓછાં નથી. આ ચિત્રમાં પણ પનિહારીઓની કમનીયતા નજરે પડે છે.

કણ્વ ૠષીની શંકુન્તલાની યાદ અપાવે એવી આ મુગ્ધાનું ચિત્ર, hair style અને વસ્ત્રો અને ઘરેણાંની બારીકાઈથી કરેલી ચિત્રામણ ખૂબ જ ધીરજ અને એકાગ્રતા માંગી લે છે. એક એક ચિત્રમાં ખંત, ધીરજ અને એકાગ્રતાના દર્શન થાય છે.

4 thoughts on “‘ચમન’ની ચિત્રકળા-૩

  1. શ્વેત પત્ર પર ફક્ત પેન કે પેન્સીલ વડે રેખાચિત્રો દોરી , અને ચહેરાં ઉપર ભાવ પ્રદર્શીત કરી
    ચિત્રકારે એમની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. ધન્યવાદ.

    Like

પ્રતિભાવ