ડો. દિનેશ શાહનો પરિચય લખવો હોય તો મારે એક સ્વતંત્ર લેખમાળા લખવી પડે. માત્ર ભારત અને અમેરિકામાં જ નહીં, ચીન સુધી એમના કામની ખ્યાતી પહોંચી છે. એટલે અહીં હું અંગ્રેજીમાં એમના પરિચયનું શીર્ષક આપી દઉં છું.
(Professor Emeritus and the First Charles Stokes Professor of Chemical Engineering and Anesthesiology, University of Florida, Gainesville, FL 32611 USA)
એમની આ કવિતામાં ખૂબ જ નાજુકાઈથી એમણે જન્મથી મૃત્યુ સુધીના મનુષ્ય જીવનને એક કોડિયાને પ્રતિક બનાવી રજૂ કર્યું છે. આ એક જ કવિતા એ સાબિત કરવા પૂરતી છે, કે ડો. દિનેશ શાહ માત્ર એક વૈજ્ઞાનિક જ નહીં, એક સશકત સાહિત્યકાર પણ છે.
ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
-ડો. દિનેશ શાહ
ડોક્ટરસાહેબની આ કૃતિ બહુ જ વિખ્યાત છે. અભિનંદન.
LikeLike
ખૂબ સરસ! વિચાર વિવિધતા સાથે ફિલોસોફી!
LikeLike
દિનેશભાઈ, સરસ રચના ફરીને મ્હાણી.
શુભેચ્છા સાથ.
સરયૂ પરીખ
LikeLike
khub saras
LikeLike
Wah…wah…. vigyan ane sahityano subhag samnvay.
LikeLike
યાદ આવે
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
– નાથાલાલ દવે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સુંદર
જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી…
LikeLike