(૧૮ મી જૂને આવી રહેલા Father’s Day નિમીત્તે ઉજાણીમાં શ્રી રમેશ પટેલ (આકાશદીપ) નું એક સુંદર ગીત રજૂ કરૂં છું. રમેશભાઈની કવિતાઓથી આંગણાંના સભ્યો પરિચત છે, એટલે વધારે પરિચય આપતો નથી.)
હેતે અર્પું હું ફૂલછાબ….
ખળખળ વહેતાં ઝરણાં અમે,
તમે પિતાજી પહાડ
જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે,
દઈ સાવજસી દહાડ…
કે હેતે અર્પું હું ફૂલછાબ
પવન તમે ને માત ફૂલડું,
મળી આંગણે વસંત
રૂક્ષ દીસતા ચહેરા ભલે,
હસી ખુશીના સંગ
હૈયે જડીયા મોટા ખ્વાબ,
કે હેતે અર્પું હું ફૂલછાબ
તિમિર વેદના વેઠી ઉરે,
ધરી સુખની છાંય
થઈ ગયા મોટા અમે કેમના,
ન જાણ્યું કદી જદુરાય
દેવ પ્રગટ તમે છો તાત!
કે હેતે અર્પું હું ફૂલછાબ
ઘરઘર ઉજળા તમથી મોભી,
ગદગદ લાગું જ પાય
ચક્ષુ અમારા ચરણો ધૂએ,
સમરું સ્નેહ તણા એ દાન
ગાજે મન અંબરે રૂઆબ!
કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..
-રમેશ પટેલ(આકાશદીપ)
દાવડાજીના આંગણાના સૌ મિત્રોને આગામી Happy Father’s Day -પિતૃદિન મુબારક ..
LikeLike
Saras kavyama pitrurun ada karyu chhe. Happy father’s day.
LikeLike
મબલખ પ્રેમ દે પિતા શિશુવયે
LikeLike
રમેશભાઈ, દર વખતની જેમ, ખુબ ભાવભરી રચના.
સરયૂ પરીખ
LikeLike
સમરું સ્નેહ તણા એ દાન
ગાજે મન અંબરે રૂઆબ!
કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..
સદા વહેતી સ રસ ભાવવાહી શબ્દોને સાગમટૅ અભિનંદન
LikeLike