‘ચમન’ની ચિત્રકળા-૬ (અંતીમ)


કલાગુરૂ શ્રી રવિશંકર રાવળના ચિત્રોથઈ શરૂ થયેલો આ લલિતક્ળા વિભાગ સભ્યો માટે ખુલ્લો મૂક્યો ત્યારે મારી અપેક્ષા હતી તેથી વધારે સારો પ્રતિસાદ મળ્યો છે. સભ્યોમાંથી પ્રથમ પદાર્પણ શ્રી ચીમનભાઈ પટેલ (ચમન)એ કર્યો એ બધલ એમનો ખૂબ આભાર. એક બે દિવસમાં જ બીજા કલાકારની ચિત્રકળાના નમૂના રજૂ કરીશ.

ચિત્ર નંબર ૧ શ્રી ચીમનભાઈના ધર્મપત્ની નિયંતિકાબહેનનો કેમેરા ફોટોગ્રાફ છે. ચિત્ર નંબર ૨ શ્રી ચીમનભાઈએ ફોટોગ્રાફ ઉપરથી દોરેલું ચારકોલ ચિત્ર છે. બન્નેમાં તંતોતંત સામ્ય તો છે જ, પણ ચિત્રમાં ફોટા કરતાં પણ કંઈક વધારે નજરે ચડે છે. એક ખુમારી, એક તાઝગી અને  વધારે પ્રભાવશાળી સ્મિત.

આ સાથે ‘ચમનની ચિત્રકળા’ હારમાળા અહીં સમાપ્ત થાય છે.

6 thoughts on “‘ચમન’ની ચિત્રકળા-૬ (અંતીમ)

  1. ચીમનભાઈએ બધી કળા પારંગતા રેડીને નિયંતિકા ભાભીનું ચારકોલ ચિત્ર કેટલું આબેહુબ બનાવ્યું છે ! ગાલ ઉપરનો તલ પણ મુકવાનો ભૂલ્યા નથી ! ચિત્ર જોઈ એમની સાથેની જૂની યાદો તાજી થઇ આવી.

    Like

  2. વિનોદભાઈ, આભાર; તમારા પ્રતિભાવ અને ઝીણવટભરી નજર માટે! તમે તો રહ્યા ઘરના એટલે મારા વિશે બધુ જાણો જ! માસીની (તમારા માતૃશ્રી) મમતા હજુ મમળાયા કરાય છે! મજામાં હશો. પરિવારના સહુ સભ્યોને મારી યાદ.

    Like

  3. ચીમનભાઇની કલાકૃતિઓ પહેલાં જોઈ હતી ઘણી ગમી હતી પણ દાવડાજીના આંગણામાં ઑર રસપ્રદ બની ગઈ! દરેક ક્ષેત્રમાં તેમણે કરાવેલ રસદર્શન બેજોડ છે. બસ આવી જ રીતે તમારા આંગણામાં રસદર્શન કરાવતા રહેજો, હું જરૂર મુલકાત લેતી રહીશ.
    આભાર…..

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s