(આજે ઉજાણીમાં માનનીય શ્રી જુગલકિશોર વ્યાસનું એક અનુષ્ટુપ છંદમાં લખાયલું સોનેટ રજૂ કરૂં છું)
સુત્રે મણીગણા ઈવ.*
સોનેટ / અનુષ્ટુપ
‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ
માળાના મણકા જેવા,સ્નેહના બંધને બહુ !
આવીયાં કેટલાં, કેવાં; ‘દેશ’થી હોંશથી ભર્યાં,
વ્હેંચાયાં વીશ્વને ખોળે, ઘી–શાં ઘીઠામમાં ઠર્યાં !
‘વેબ’નું વીસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વીશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું નકી.
સમયો સૌના નોખા,નોખી નોખી ઋતુ,અને
નીયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.
છોને વ્યવસાયે વ્યસ્ત, ત્રસ્ત સંસારસાગરે,
તો ય આ‘નેટડે’મસ્ત સૌ છલ્કે નિજ ગાગરે!
વીવીધા આટલી ઝાઝી,ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો”સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!
વીસ્તર્યાં વીશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-‘સુત્રે મણિગણા ઇવ’ !!
—જુગલકીશોર.
===========================
* ભગવદ્ ગીતા-૭/૭.
કલ્પનાની પાર, આવી મળી કંમ્પ્યુટરની પાંખ,
અનેક લખનાર ઊડે અમિત આકાશ.
જુ.ભાઈ, સરસ રચના.
સરયૂ પરીખ
LikeLike
Sav sachi vat nahi to aapan sau kya malvana hata?
Bahuj saras.
LikeLike
સરસ! સોનેટનું બંધારણ પણ નિચે મૂક્યું હોત તો અમારા જેવાને સ્લેટપર ઘૂંટવા મળતે! આભાર સાથે.
LikeLike
ફરી ફરી માણવાનું ગમે….
અમે પણ અમારા વિચારો -પ્રવચનો,ચર્ચામા પ્રગટ કરતા…બ્લોગ જગત બાદ વધુ સગવડ રહી ૨૦૦૮મા તો અમારા બ્લોગમા પીરસ્યું
બ્લોગની દુનિયાને કારણે મને નવા મિત્રો સાપડ્યા છે જે મૂડી અમૂલ્ય છે,
આભાર આપ સૌનો
LikeLike
નેટગુર્જરી પર હપતા વાર મુકાયું હતું…..પણ હવે લાગે છે કે ઘણો સમય થવાથી મારી સાઈટ પર રીબ્લૉગ કરી, ફરી મુકું……
LikeLike