ઉનાળો કાળઝાળ થાય છે (શ્રી અનિલ ચાવડા)


(સાંપ્રત સમયમાં શ્રી અનિલ ચાવડાની કવિતાઓ, ગીતો અને અન્ય રચનાઓ ઝડપથી લોકપ્રિય થતી જાય છે. એમની રચનાઓમાં માત્ર શબ્દોનું માધુર્ય જ નહીં, લય અને સંદેશ પણ આકર્ષક છે. અનિલભાઈ સાથે ગઈકાલે રાતે જ ફોનમાં વાત કરી, એમની આ સુંદર રચના આંગણાંમાં મુકવાની રજા લઈ લીધી. આ અગાઉ આ રચના “ટહુકો” નામના અતિ પ્રસિધ્ધ અને લોકપ્રિય બ્લોગમાં મુકાઈ ચૂકી છે, અને Bay Area ના લોકપ્રિય સંગીત બેલડી માધવી અને અસીમ મહેતા એ સ્વરબધ્ધ કર્યું છે, અને સપ્તકવૃંદના ગાયકોએ ગાયું છે.)

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે?
આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
– અનિલ ચાવડા

7 thoughts on “ઉનાળો કાળઝાળ થાય છે (શ્રી અનિલ ચાવડા)

 1. ખૂબ સરસ! એમની કૃતિઓમાં વિવિધતા વધુ જોવા મળે છે! અહિ પણ અનિલભાઈની આ કલ્પનાને કહેવું પડે!

  Like

 2. ઉનાળાનું એકદમ નવીન કલ્પનોથી ભરપૂર અનોખું ગીત. સૂરજની મટકી અને જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું જેવાં સુંદર અને નવા પ્રતીકો,લયની મધુરતા અને વાંચતા વાંચતા જ આપમેળે ગવાઈ જાય તેવું મસ્ત ગીત..

  Like

 3. અનિલભાઇ ખુબ આશાસ્પદ કવિ છે. આવી તો કંઇ કેટલીય ખુબસુરત રચનાઓ તે પેશ કરી ચુક્યા છે. અભિનંદન, અનિલભાઈ !
  નવીન બેન્કર

  Like

 4. આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
  જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
  સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે?
  આભ આખું ગીત તારાં ગાય છે;
  ઉનાળો કાળઝાળ થાય છે.
  વાહ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s