નવ રસની નવોઢા (શ્રીમતિ કલ્પના રઘુ)

(કેલિફોર્નિયા રાજ્યના Bay Area સ્થિત કલ્પનાબહેન અભિનય, સંગીત, સાહિત્ય, અને આધ્યાત્મિક વિષયોમાં રસ ધરાવે છે. બે-એરિયામાં ચાલતી ‘બેઠક’ નામની સાહિત્યિક સંસ્થાના તેઓ સહસંચાલિકા છે. કેનેડાથી પ્રકાશિત થતા ‘ગુજરાત ન્યૂઝલાઇન’ તેમજ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડથી પ્રકાશિત થતા ‘ધ દિવ્ય ગુજરાત’ ન્યૂઝપેપરમાં ચાલતી ‘નારી શક્તિ’ કોલમના લેખિકા છે. )

નવ રસની નવોઢા

નવરંગ અને નવ રસનો સમન્વય એટલે નવોઢા. પિયરથી પરાઇ થઇને .પતિગૃહે પ્રવેશ … એક વહેતી નદીની કલ્પના … નવ રસનાં ભંડાર સાથે સમુદ્રની ખારાશમાં ભળી જાય છે. પોતાનામાં રહેલા નવ રસને જાળવવા માટે અને વહેંચવા માટે જીવન પર્યંત પ્રયત્નો કરે છે. પોતાના અસ્તિત્વને ઓગાળીને ઘૂઘવતા સાગરમાં અફળાય, અથડાય છતાંય પોતાના ગુણોથી સાગરને સમૃધ્ધ બનાવે. ક્યારેય કોઇએ વિચાર કર્યો છે? આ ઘૂઘવતો સાગર, અમૂલ્ય કિમતી મોતી-રત્નો બહાર ફેંકે છે, એ આ આવી મળતી નદીઓનેજ આભારી હશેને!? સ્ત્રી એટલે સમર્પણની સીમા, પોતાની જાતને સમર્પણ કરે છે સંસાર-સાગરમાં.

વાત્સલ્ય અને કરૂણાની મૂર્તિ બનીને માના સ્વરૂપે કૂળ દિપકનુ કે ઘરની લક્ષ્મીનુ સર્જન કરે છે. કુટુંબનાં દરેક સભ્યને પ્રેમથી વશ કરીને સૌમ્ય અને શાંત રસમાં તરબોળ કરે છે. સ્ત્રી તેના સતીત્વની ગરિમાથી સામેનાં શેતાનનો કે અસામાજીક તત્વોનો સામનો કરવામાં પાછી પડતી નથી. પોતાના સંતાન, પતિ કે કુટુંબના સભ્યો માટે જરૂર પડે રૌદ્ર અને વિરતાનું આભૂષણ પહેરીને ગર્વ અનુભવે છે. ક્યારેક તે બિભત્સ રૂપ પણ ધારણ કરે છે. પતિના સુખ દુઃખની સહભાગી બનીને ખરાબ સમયને હાસ્ય-રસથી હળવો બનાવવાનું પત્ની માટે સહજ હોય છે. તો ક્યારેક પતિને પ્રણયથી રોમાંચિત કરીને પોતાનાં યૌવનનાં સૌંદર્યથી શ્રુંગાર-રસમાં તરબોળ કરે છે. અંતરનાં અમીરસથી નવરસનો છંટકાવ કરીને દામ્પત્યજીવનને મઘમઘતુ કરે છે. આમ પતિ માટે અર્ધાંગિની બનીને ખરા અર્થમાં સંસાર ચક્રની સહભાગી બની રહે છે.

પ્રાર્થના, વ્રત-જપ કરવાનુ પણ ધર્મમાં સ્ત્રીના ભાગે રાખ્યું છે. ધાર્મિક વિધિમાં પણ પત્ની પતિનાં શિર પર અક્ષત પધરાવીને પોતાનું પુણ્ય અર્પણ કરે છે. સ્ત્રી, વૃધ્ધા બને તો પણ સમગ્ર પરિવાર જન માટે પ્રાર્થના કરતી રહે છે. તેનુ સમગ્ર આયખુ ભક્તિ-રસમાં ભીંજાયેલું રહે છે. આમ મેઘધનુષનાં રંગોથી ભરેલું છે સ્ત્રીનું જીવન! સ્ત્રી હમેશા આ રંગોને જ્યાં જેટલો જરૂર હોય, વહેંચતી આવી છે અને વહેંચવામાં સ્ત્રીની પ્રકૃતિ હંમેશા નિખરે છે. અનેકવિધ પુષ્પોનો પમરાટ એનામાં પ્રસરેલો હોય છે. તેનામાં રહેલી વિવિધ કળા અને સૂઝથી ઘરને સુશોભિત કરીને શણગારે છે. આમ આ તમામ રસ નારીનાં જીવનનુ એક અવિભાજ્ય અંગ છે. જન્મથી જ નારીના વ્યક્તિત્વ સાથે નવ રસ વણાઇ ગયેલો હોય છે.

આપણા ૧૮ પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં અનેક સ્ત્રી પાત્રોમાં નારીનો નવ રસ નીતરતો જોવા મળે છે. સીતાજી, મંથરા, કૈકેયી, મા યશોદા, રાધા, ગોપી, દ્રૌપદી, વિગેરે પાત્રો જાણીતા છે તો વળી આપણા ઇતિહાસમાં મીરાંબાઇ, જીજીબાઇ, ઝાંસીની રાણી, કસ્તુરબા, મધર ટેરેસા જેવા અનેક સ્ત્રી રત્નો થઇ ગયાં. દરેક રંગ અને રસનું અદ્‍ભૂત નિરૂપણ એટલે નારી. નારી હંમેશા સંવેદના અને કરૂણાથી નીતરતી હોય છે. તેની આંખોમાં સારા કે ખરાબ પ્રસંગે અષાઢી મેઘ અનરાધાર દેખા દે છે. જો નારી નવ રસથી નખશિખ ના હોત તો કવિની કવિતા કબરમાં સૂતેલી હોત! આજ મારી રચેલી કવિતાને હું અહીં જાગૃત કરૂં છું.

હું તો નવ રસની નવોઢા છું,

પ્રેમ, શાંત અને રૌદ્ર છું, કરુણ, ભક્તિ અને બિભત્સ છું,

હાસ્ય, વીર અને વાત્સલ્ય છું, આ ગુણોથી રંગીન છું,

વહેતી હોઉં તો પ્રેમ છું, અંદર હોઉં તો શાંત છું,

ક્યારેક રૌદ્ર બનું છું, હું કરુણાનો ભંડાર છું,

ભક્તિથી ભગવાનને ભીંજવું છું, બિભત્સથી વાકૅફ છું,

હાસ્યથી ખુશહાલ છું, વીરતાનું આભૂષણ પહેરુ છું,

નવ રસ નસનસમાં છે, જે રકત બનીને વિહરે છે,

મને ગર્વ છે, હું સ્ત્રી છું, આ મારૂં વજૂદ છે.

હું તો નવ રસની નવોઢા છું.

-કલ્પના રઘુ (કેલિફોર્નિયા)

Advertisements

10 thoughts on “નવ રસની નવોઢા (શ્રીમતિ કલ્પના રઘુ)

 1. સરસ લેખ. દરેક નરે (પતિએ) આ વાંચવાવો જોઈએ કે જેથી અહિ વેરેલા પુષ્પોની ફોરમ માણી શકે! કલ્પનાબેનને અભિનંદન સાથે નમસ્કાર. રઘુભાઈ કેવા નસીબદાર છે!

  Liked by 1 person

 2. જો નારી નવ રસથી નખશિખ ના હોત તો કવિની કવિતા કબરમાં સૂતેલી હોત! બિલકુલ સત્ય છે.

  નારી શક્તિ નો તાગ મેળવવો મુશ્કેલ છે. નારી તું નારાયણી કહ્યું છે એ ખોટું નથી.નારી તારાં રૂપ અનેક .

  Liked by 1 person

 3. બહુ જ સરસ ભાવ. સૌ માતાઓને સાદર પ્રણામ.
  ——
  એક વિચાર.
  વાત સાચી હોવા છતાં , ધર્મગ્રંથોને ટાંકવાની રીત બહુ જૂની, પુરાણી થઈ ગઈ છે. આધુનિક જમાનાની, સામાન્ય નારીઓનાં સન્નિષ્ઠ પ્રદાનોને સૌ વિચારશીલ વ્યક્તિઓએ ઊજાગર કરવાં જોઈએ. બન્ગલુરૂની જેનેટની આ કથા એક દાખલા રૂપે.
  https://gadyasoor.wordpress.com/2017/06/12/janet/

  આવી તો અનેક અજાણ, પણ જાનદાર નારીઓ આપણા જ આ કાળમાં શ્વસી રહી છે. એમના ઉમદા કવનોને આપણે આવકારીએ, એનો વ્યાપ વધારીએ તો?

  Liked by 1 person

 4. મને ગર્વ છે, હું સ્ત્રી છું, આ મારૂં વજૂદ છે.
  હું તો નવ રસની નવોઢા છું.
  અમને મને ગર્વ છે, હું સ્ત્રી છું, આ મારૂં વજૂદ છે.

  હું તો નવ રસની નવોઢા છું..
  હું સબરસ………….
  હરેક જીવનની ઈ લૅ ક ટ્રા લ

  Liked by 1 person

 5. આપના વિચારાે માટે આભાર. આપની વાત સાચી છે. અત્યાર સુધી કેનેડાથી પ્રકાશિત થતા ‘ગુજરાત ન્યુઝલાઈન’ પેપરની મારી ‘નારીશક્તિ’ કોલમમાં મેં ૮૫ ઉપર લેખો લખ્યા છેઅને લખી રહી છું.જેમાં વિવિધ પ્રકારની નારીના જીવન અને તેની લાક્ષણિકતા પર લખવાની કોશિશ કરી છે.અહીં મારો પ્રથમ લેખ છે.
  ભારતીય સ્ત્રીની ઓળખાણ એ ભારતીય સ્ત્રીની તસવીર હતી.સ્ત્રીનું એ રૂપ આજે બદલાઈ ગયું છે!સ્ત્રી સમાજની ધરી છે.તેનામાં સ્ત્રીસહજ ગુણોની સ્થિરતા હોય,એ ધરી ડોલવા માંડી છે! ત્યારે એમ થાય કે જો નારી તેના મૂળને,જે ધર્મગ્રંથોમાંથી મળે છે,પુરાણા છે પણ પ્રેરણારુપ છે તેને પકડીને તેનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીને આગળ વધશે તો સશક્ત સમાજનું બંધારણ શક્ય બનશે,આ મારા વિચારો છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s