નવીન બેંકરના પરાક્રમો-૧


(મારા મિત્ર શ્રી નવીન બેંકર એક પરાક્રમી પુરૂષ છે. એમના જીવનમાં રોજે રોજ એવી ઘટનાઓ ઘટે છે કે જેમને હું તો પરાક્રમો જ કહું. મનોરંજન જગતના એક ખૂબ અનુભવી પત્રકાર નવીનભાઈના પરાક્રમો હવે પછી આંગણાંના મહેમાનો માટે ઉપલબ્ધ કરાવતો રહીશ.)

નવીન બેંકરના પરાક્રમો-૧

નાના પાટેકર, હ્યુસ્ટનમાં એનું નાટક ‘પુરૂષ’ લઈને આવેલો. સાથે સહકલાકારોમાં  આજના ઘણાં જાણિતા ટીવી કલાકારો ઉષા નાડકર્ણી, રવિ કાલે વગેરે હતા. ૧૨ મી મે ૨૦૦૧ને શનિવારની આ વાત છે.હ્યુસ્ટનના ટી.એસ.યુ. ઓડીટોરીયમમાં આ નાટક ભજવાયેલું. હું મારા રીસેસ ટાઇમમાં, હોટલ હિલ્ટનના પ્રેસિડેન્શિયલ સ્યુટમાં ,નાના પાટેકરની મુલાકાત માટે ગયેલો. ખુબ વાતો કરી હતી. એને, એના સેટ માટે હોલ જોવા જવાનું હતું અને સ્ટેજ પર અમુક સ્પોટલાઈટો જોઇતી હતી.આયેશા ઝુલ્કા પર બળાત્કારના સીન વખતે ક્યાં કઈ લાઈટ ગોઠવવી એની અમે ચર્ચા કરી હતી. મેં કહ્યું-‘અત્યારે તો હું ચાલુ નોકરીએ, રીસેસ ટાઇમમાં આવ્યો છું તો આપણે ચારેક વાગ્યે હોલ પર અને પછી વેસ્ટહેમર સ્ટ્રીટ પરની સ્પોટલાઈટો ભાડે આપનારા સ્ટોરમાં જઈશું. આપ તૈયાર હો ત્યારે મને ફોન કરજો. એ વખતે મારી પાસે સેલફોન ન હતો.એટલે મેં ઓફીસનો જ નંબર આપેલો.

ચારેક વાગ્યે નાના પાટેકરે ઓફીસમાં ફોન જોડ્યો. હવે આ મજાનું કોન્વર્સેશન જુઓ.

‘મુઝે નવીનભાઇસે બાત કરની હૈ.’

‘આપ કૌન ?’- મારા બોસે પુછ્યું. મારા બોસ એટલે મારી બહેન ડોક્ટર કોકિલા પરીખ. એ  OB / GYN specialist  છે. બહેનને ફિલ્મોમાં ખાસ રસ નહિં.

‘મૈં નાના પાટેકર બોલતા હું’

‘આપ પેશન્ટકે હસબંડ હૈ ઔર  બીલીંગકે લિયે બાત કરની હૈ?’

‘અરે…મૈં નાના પાટેકર હું’

‘યે તો મૈં સુન ચુકી હું લેકિન આપકો ક્યા કામ હય ?

‘આપ હિન્દી બોલ લેતી હૈ તો આપકો નાના પાટેકર કૌન ઇતના પતા નહીં હૈ? મેરા નાટક હૈ પરસોં. ઔર એક્ટર હું. નવીનભાઇ મુઝે જાનતે હૈ. આપ ઉનસે કહિયે વો હોટલ પર આ જાયેં.’

પછી મારી બોસને ખ્યાલ આવ્યો કે આ તો પેલો એંગ્રી મેન ફિલ્મ કલાકાર નાના પાટેકર હતો.

નાના પાટેકરે મને  આગળની હરોળની ચાર ટીકીટો કોમ્લીમેન્ટરી આપેલી અને અમે નાટક જોવા ગયા ત્યારે મેં ગ્રીનરૂમમાં જઈને એમની મુલાકાત કરાવી હતી.

એ નાટકનું ગ્રુપ ત્રણ દિવસ હ્યુસ્ટનમાં રહેલું અને હું મારી ખખડધજ  શેવરોલેટ કારમાં આયેશા ઝુલ્કા,ચંદ્રકાંત ગોખલે ( વિક્રમ ગોખલેના પિતાશ્રી ) વગેરેને લઈને મરાઠી મંડળના સ્નેહમિલનમાં, ક્રાંતિ વારવડેકર ના નિવાસસ્થાને લઈ ગયેલો અને ઘણાં હ્યુસ્ટોનિયનો સાથે તેમની તસ્વીરો પાડેલી. નાટકનો અહેવાલ ગુજરાત સમાચારે ફોટાઓ સહિત છાપેલો.

આ વાત યાદ આવવાનૂ બીજું કારણ એ પણ ખરૂં કે આ નાટકની વાર્તા પણ , શ્રીદેવીની લેટેસ્ટ ફિલ્મ ‘મોમ’ ને મળતી જ છે. આમાં નાના પાટેકર, ખંધો રાજકારણી બનીને આયેશા ઝુલ્કા પર બળાત્કાર કરે છે, અને કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે, અને પછી પેલી છોકરી પોતે જ બદલો લે છે એવી કાંઇક વાત હતી.

(પરાક્રમો ક્રમે ક્રમે)

2 thoughts on “નવીન બેંકરના પરાક્રમો-૧

  1. શ્રી નવીન બેંકર અને એમની રચનાઓ વિષે ભાગ્યેજ કોઇ ન જાણતું હોય ! પણ મા દાવડાજી એ પરાક્રમ વિષે લખ્યું તેમા મા ડૉ કોકિલા બેનની બીલીંગ ની વાત તો અનુભવેલી ! કોઈ આમંત્રણ આપવા ફોન કરીએ અને હૅલો કહેતા જ ઇન્સ્યોરન્સ અને કો પેમેન્ટ ની વાત શરુ થાય ! નાટકો અને ફિલ્મ ‘મોમ’ અંગે તેમનું જ્ઞાન દાદ માંગે

    રાહ બીજા નવીન પરાક્રમની…

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s