“મળવા જેવા માણસ” ઈ-પુસ્તકના ૨૦૦૦ Download (પી. કે. દાવડા)


આજ તા.૧૫ જુલાઈ, ૨૦૧૭ ના “મળવા જેવા માણસ” ઈ-પુસ્તકના અક્ષરનાદમાંથી Download નો આંકડો ૨૦૦૦ ને પાર કરી ગયો. છેલ્લા સાત વરસથી હું નેટ ઉપર કંઈને કંઈ લખ્યા કરૂં છું, પણ મને મારા જે લખાણે સંતોષ અને અમુક અંશે ગર્વની લાગણીનો અનુભવ કરાવ્યો છે, તે “મળવા જેવા માણસ” લેખમાળા છે. આ લેખમાળા લખવાથી મને અંગત રીતે અનેક લાભ મળ્યા છે. મારા મિત્રોનું વર્તુળ વધારે મોટું થયું છે, જેમના વિશે આ પુસ્તકમાં લખાયું છે એમાંથી ઘણાં લોકોએ જણાવ્યું છે કે આ પુસ્તક દ્વારા એમની પહેચાણ વિસ્તરી છે, અને મારા આ પ્રયાસ બદલ લોકોએ મને બિરદાવ્યો છે.

બે ત્રણ દિવસ પહેલા અચાનક મારી નજર શ્રી અશોક મોઢવાડિયાના “વાંચન યાત્રા” બ્લોગમાં મારા વિશે એમના દ્વારા લખેલા બે લેખ ઉપર પડી. અહીં એ બન્ને લેખ રજૂ કર્યા છે. બસ આનાથી વધારે ઈનામની મને ઈચ્છા પણ નથી.

ડાયરો

મિત્રો, નમસ્કાર.

વાત છે પી.કે.દાવડા સાહેબની, એમણે એવો વિચાર કીધો કે આ વિશાળ બ્રહ્માંડમાં પરસ્પર માત્ર નામ કે કામથી ઓળખતા હોય એવા તો ઘણાં હશે. પણ જરા ઊંડાણે જઈ પરસ્પરની ઊંડેરી ઓળખાણ કેળવવાનો પ્રયાસ કરીએ તો ઓળખાણ હીરાની ખાણ બની જાય. જો કે માત્ર ઓળખાણ કરાવવી એ એક વાત છે અને “મળવા જેવા” એવો અભિપ્રાય આપવો એ અલગ વાત છે. માત્ર ઓળખ તો કોઈક ટી.વી. કાર્યક્રમનો પેલો યજમાન, એના અવાજ અને અંદાજમાં, ‘ઓળખી લો આ માણસને’ એમ કહીને કરાવે જ છે ને? પણ એવા ઓળખીતાને મળવાની આપણી તો હિંમત ન ચાલે! અહીં તો દાવડા સાહેબે પોતાના ઉમદા તોલમાપે તોલીને કેટલાંક મહાનુભાવોને “મળવા જેવા” તરીકે ઓળખાવ્યા છે. મારા મતે દાવડા સાહેબે આ શ્રેણી માટે જે અંગત તોલમાપ ઘડ્યા હશે, શરતો બાંધી હશે, તેમાંની પહેલી શરત એ જ હશે કે, “મળવા જેવા”ની વ્યાખ્યામાં ફીટ બેસવા માટે “માણસ” હોવું ફરજીયાત છે ! (અને આ શરત જ સૌથી અઘરી ગણાય !)

ડાયરાની શૈલીમાં કહું તો, ગધેડાને કદી કહેવું નથી પડતું કે ‘ગધેડો થા !’ કે ભેંશને કદી કહેવું નથી પડતું કે ‘ભેંશ થા !’ માણસ સિવાયના કોઈ જનાવરને કહેવું પડતું નથી કે તું જે છે તે થા. એક માણસને વારંવાર કહેવું પડે છે કે, ‘માણસ થા! માણસ થા!’ અહીં દાવડા સાહેબે આપણને “માણસો”ની ઓળખાણ કરાવી છે. એમાં વિધવિધ ક્ષેત્રનાં, આપણ સૌ માટે સહજ એવા સારા-નરસા સંજોગોમાંથી પસાર થયેલાં, છતાં માણસ બની રહેલાં, સામાન્ય અને એટલા જ અસામાન્ય અને આપણાં જેવા એટલે જ આપણાં લાગતા માણસોની ઓળખાણ કરાવી છે. અને હજુ આગળ પણ કરાવતા રહેશે. આ “મળવા જેવા માણસો”ને અહીં મળ્યા પછી આપણને પણ એમના જીવનમાંથી બે નવી વાતુ શીખવા મળશે, પ્રેરણા મળશે. અને એ જ તો મોટી વાત છે.

અને લ્યો ! મને તો પ્રેરણા મળી પણ ગઈ! આ તો તમે સંધાય ભાગ્યશાળી છો કે “મળવા જેવા માણસો”નો પરિચય દાવડા સાહેબ જેવા વિદ્વાન અને સજ્જન માણસ કનેથી માણવા મળ્યો. બાકી મેં તો મારા એક મિત્રને પૂછ્યું કે: ‘તું મળવા જેવા માણસની યાદીમાં કોને ગણે?’ તો જવાબ મળ્યો કે, ‘હું તો ન મળવા જેવા માણસોની યાદી બનાવું અને એમાં સૌથી ઉપર ઉઘરાણી વાળાઓને રાખું !’ ઉફ …! આ પરથી મને વિચાર આવ્યો કે, કોને ‘મળવા જેવા’ ગણવા અને કોને ‘ન મળવા જેવા’ એ બાબત સાપેક્ષ બની જાય છે.  પરિસ્થિતિ પ્રમાણે રાજકારણીથી લઈ ગુંડા-મવાલી સુધીનાં સૌ મળવા જેવા ગણાઈ શકે ! તમે ક્યાં અને કેવા સલવાણા છો એ પર બધો આધાર છે ! પણ મેં કહ્યું ને, તમે ભાગ્યશાળી છો. અહીં આપને ખરેખરા મળવા જેવા માણસોનો મેળાપ જ થશે. એક વખત મળો તો ખરા. ‘માણસજાત’ પ્રત્યે માન થઈ જશે.

લ્યો તંઈ, વળી ભેળા થાહું ક્યાંક દમદાર ડાયરામાં. ન્યાં લગણ સૌ ડાયરાને ઝાઝેરા રામ રામ ને સીતારામ.

જુલાઇ ૧૧, ૨૦૧૪ (વાંચન યાત્રા)

(વાંચન યાત્રામાં “મળવા જેવા માણસો” ની પ્રસ્તુતિની પ્રસ્તાવનામાં શ્રી અશોકભાઈએ લખ્યું છે.)

શ્રી.પી.કે.દાવડા સાહેબ દ્વારા લખાતી આ શ્રેણી “મળવા જેવા માણસો” આમ તો ઘણાં બ્લૉગ્સ પર અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર પણ આપને વાંચવા મળશે. મારો પ્રયાસ સઘળા લેખને એકત્ર કરી અહીં એકસાથે મેલવાનો છે. અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલા અને હવે પછી પ્રસિદ્ધ થનારા સઘળા લેખ અહીં મેલવા પ્રયાસ કરીશ.

મારા શબ્દોમાં કહું તો આ પાને હું દાવડા સાહેબના ‘મળવા જેવા માણસો’નો ડાયરો ભરવા ઇચ્છું છું ! આ ડાયરામાં પધારેલા અને પધારનારા સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. અહીં ડાયરાના યજમાન શ્રી.દાવડા સાહેબ છે અને હું કસૂંબો ઘોળનારો છું ! રંગ દેતા જાવ તો રંગત જામે ! હોંકારા, ખોંખારા, હાકોટા ને પડકારા વગર તો “મળવા જેવા માણસો”ને મળો કે ન મળો બધું સરખું ! એટલે હાકલા પડકારા કરતા રહેજો. દાવડા સાહેબને રંગત ચઢશે એમ એમ ઈ આવા “મળવા જેવા માણસો”ને ડાયરે નોતરતા રહેશે ને આપણે સૌ મનભરી એવા રૂડાં માનવીયુના મેળાપની મોજ માણતા રહીશું.  ધન્યવાદ.

અને હા, આ સઘળાં લેખ શ્રી.દાવડા સાહેબે લોકલાભાર્થે બનાવેલા છે, સૌ કોઈ એ લખાણ પોતાના બ્લૉગ/વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી શકે છે કે પોતાના મિત્રમંડળમાં અન્ય કોઈ રીતે વહેંચી શકે છે. તેઓશ્રીએ (કોપી)રાઈટ કે લેફ્ટ એવી કશી ચિંતા ન કરતાં  (વરદમુદ્રામાં) પોતાના હાથ અધ્ધર કરી દીધા છે ! એમની મહેનત અને ઉત્સાહને સલામ.

-જુલાઈ ૧૧, ૨૦૧૪

 

 

14 thoughts on ““મળવા જેવા માણસ” ઈ-પુસ્તકના ૨૦૦૦ Download (પી. કે. દાવડા)

 1. શ્રી દાવડાજી એ એમની પસંદગીના અને એમને જાણીતા ૫૦ મહાનુભાવોની ખુબ જહેમત ઉઠાવીને, વિગતો મેળવીને પરિચય શ્રેણી તૈયાર કરી નેટ જગતમાં વાચકો માટે તરતી મૂકી છે એ માટે એમને અભિનંદન ઘટે છે.

  Like

 2. Bhai, I am so proud of your excellent achievement.
  You deserve each and every word written here for you and your writing.
  I am privileged to have you in my life as my Vadilbhandhu.
  Jayshree

  Sent from my iPhone

  >

  Like

 3. Purvi Malkan

  Purvi Malkan (By e-mail)
  Today, 8:51 AM
  વાહ… આનંદ આનંદ થઈ ગયો. આ માટે ખૂબ ખૂબ અભિનંદન હોવા જ જોઈએ દાવડા સાહેબ. આ સાથે વિચાર પણ આવ્યો કે આપે મળવા જેવા પણ જેમણે મળવા ન દીધા હોય તેવા લેખકોને પણ સાંકળવા જોઈએ કોઈ બીજી રીતે.
  ફક્ત વિચાર

  Like

 4. પીકે દાવડા સાહેબની સેવામાં , કુશળ હશો .દાવડાનુ અાગણું હમેશા વાચીને અાનંદ થાયછે,તમારુ સરનામું મોકલશો,મારા બુકો અને મેગેઝીન ગુજરાત ગૌરવ મોકલી શકું, અેન જી દરેડીયા

  Nurddin Daredia Books N Gift Shoppe 28157518464

  Like

 5. શ્રી દાવડાજી એ એમની પસંદગીના અને એમને જાણીતા ૫૦ મહાનુભાવોની ખુબ જહેમત ઉઠાવીને, વિગતો મેળવીને પરિચય શ્રેણી તૈયાર કરી નેટ જગતમાં વાચકો માટે તરતી મૂકી છે એ માટે એમને અભિનંદન ઘટે છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s