સૌરાષ્ટ્રની લોકકલાને ચિત્રકલામાં પલોટવાનો એક અભિનવ પ્રયોગ લોક કલાકાર ખોડિદાસ પરમારે કર્યો છે, અને તેઓએ જે અસરકારકતાથી કાર્ય કર્યું છે, તેથી કહી શકાય કે ખોડિદાસ પરમારની લોકશૈલીને એક સ્કૂલનું નામ આપવુ પડે. તેઓએ ધરતીની લોકકલાની ફોરમને પિછાની, તેને આત્મસાત કરીને તેનાં સૌંદય સત્વને પ્રમાણીને ચિત્રાંકન કર્યું જેથી ખોડીદાસભાઈના લોકચિત્રો લૌકિકને અલૌકિક સ્વરૂપે રજૂ કરે છે.
(ભેંસોનું ખાંડું)
અનેક પ્રદર્શોનોમાં પ્રશંશા પામેલું ખોડિદાસ પરમારનું આ પ્રખ્યાત ચિત્ર છે. મનુષ્ય, પશુ અને પક્ષીને એક જ ચિત્રમાં સમાવી એમણે સમગ્ર પ્રકૃતિને રજૂ કરી છે. ભરવાડોના જીવનને છતું કરતાં સંકેતો સ્પષ્ટ પણે નજરે ચડે છે.
(ગોવાલણો)
ગ્રામ સંસ્કૃતિથી અજાણ લોકો આ ચિત્રનું મુલ્યાંકન કરવા કદાચ અસમર્થ નીવડે. સ્ત્રીઓના ખાસ પ્રકારના વસ્ત્રો, ખાસ કરીને એમની ચોલીઓ, અને ઓઢણીઓ, એમના રંગ, એમના પગમાં કડાં અને ઉઘાડા પગ. ખોડિદાસભાઈના પાત્રોની આંખો એ તો જાણે એમનો ટ્રેડમાર્ક જ જોઈલો.
(વલોણું)
વલોણું એમનું કૃષ્ણ સિરીઝનું ચિત્ર છે. ગોપીની સાથે મળીને વલોણું કરતા કૃષ્ણનું આ ચિત્ર કોઈપણ કૃષ્ણ ભક્તને મોહિત કરી લે એવું છે. ગોપી અને કૃષ્ણની આંખોમાં એક બીજા પ્રત્યેનો પ્રેમ જોઈને ભાવવિભોર થઈ જવાય એવું છે.
અમારા શ્રી જોરાવરસિંહ જાદવે નોંધ કરી છે કે ‘તેઓએ ધરતીની લોકકલાની ફોરમને પિછાની, તેને આત્મસાત કરીને તેનાં સૌંદય સત્વને પ્રમાણીને ચિત્રાંકન કર્યું જેથી ખોડીદાસભાઈના લોકચિત્રો લૌકિકને અલૌકિક સ્વરૂપે રજૂ કરે છે’ વાત આજે માણવાનો આનંદ
Unique art with beautiful colors.
Saryu parikh
LikeLike
Simply outstanding
LikeLike
અમારા શ્રી જોરાવરસિંહ જાદવે નોંધ કરી છે કે ‘તેઓએ ધરતીની લોકકલાની ફોરમને પિછાની, તેને આત્મસાત કરીને તેનાં સૌંદય સત્વને પ્રમાણીને ચિત્રાંકન કર્યું જેથી ખોડીદાસભાઈના લોકચિત્રો લૌકિકને અલૌકિક સ્વરૂપે રજૂ કરે છે’ વાત આજે માણવાનો આનંદ
LikeLike
ખોડીદાસભાઈ પરમાર જેવા નીવડેલ કલાકારનાં ચિત્રો કેટલું કહી જાય છે ! એનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે .
LikeLike
Karekhar adabhoot kala ane colornu sanyojan udine ankhe valge evu.
LikeLike