મળવા જેવા માણસ-૫૧ (શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ)


પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.

(શાળાના સમયે)

પ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો. અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેધાણીના પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતા.

બે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.

(લગ્ન પછી)

પ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહીણીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.

૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.

“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.

એમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.

લેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુધ્ધી, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.

બ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હાસ્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય?

આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,

(નિવૃતિનો સમય)

(કુટુંબ)

તેઓ કહે છે, “મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મ્ય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”

પ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ  જ અગત્યની બાબત છે.  આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે. પ્રજ્ઞાબહેન કહે છે, સદા સંતવાણી યાદ રાખો, વર્તમાનમા રહો, સ્નેહનું રાખો , કટુ  વિચાર- વચન ત્યાગો, ગુણદર્શન કરો અને સદા માનો આપને તો નિમિત માત્ર !

-પી. કે. દાવડા

(ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, ૨૭ જુલાઈ, ૨૦૧૭)

14 thoughts on “મળવા જેવા માણસ-૫૧ (શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ)

 1. પ્રજ્ઞાબેન સાથે બ્લોગ પર મુલાકાત અને ટૂંકો પરિચય થયેલ. માયાળુ અને મજાની એક અનોખી પ્રતિભા ધરાવતી વ્યક્તિનો વિગતવાર પરિચય વાંચી આનંદ અને ગૌરવની લાગંઈ થઈ..પ્રજ્ઞાબેન આપની જર્ની અને અનુભવો પર થી ઘણું શિખવા-જાણવા મળ્યું.શુભેચ્છા સહ વિરમું છું.. દાવડા સાહેબ આપનો પણ હાર્દિક અભાર..

  Liked by 1 person

 2. પ્રજ્ઞાબ્હેનને સૌ પહેલી વાર વાંચ્યા ત્યારે ખૂબ આનંદાશ્ચર્ય થયું હતું ખૂબ જ વિદુષી નારી છે. એક સંત જેટલા જ્ઞાની છે.એમના શબ્દે શબ્દે વિદ્વતા ઝરે છે. પરિચય પણ ઉમદા છે. એમના સંતાનો પરેશ અને યામિની વ્યાસ પણ મા જેવા જ વિદ્વાન છે. આ પ્રજ્ઞાને સવારે યાદ કરીએ તો દિવસ પણ સારો ઉગે. જ્યારે પણ તે મારા કોઈ લેખનોનપ્રતિભાવ આપે છે ત્યારે મને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યા જેવું લાગે છે. ધન્યવાદ.

  Liked by 1 person

 3. (નોંધ : તે દીવસે જોયું તો શરદ–પુનમ ! સવાર સવારમાં જ જાણ્યું કે પ્રજ્ઞાબહેન વ્યાસનો ૭૩મો જન્મદીવસ પણ આજે જ છે ! પુર્ણીમા એ પુર્ણતાનું પ્રતીક છે. ને પ્રજ્ઞાને જ્ઞાનનું પુર્ણરુપ કહી જ શકાય. તેથી આ બન્ને પ્રકારની પુર્ણતાને સાક્ષીએ રાખીને એક રચના મનમાં ગોઠવાઈ ગઈ ! – જુ.)

  આશા છે, આપ સૌને આ પ્રાસંગીક રચના પ્રાસાદીક લાગશે.
  –––––––––––––––––––––––––––––––––––––––––

  પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
  નીરવ રવે ધારા અલૌકીક, સ્વર્ણીમ વહો ! ….. પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

  સકલ જગતની વ્યાપી ભૌતીકતા નરી,
  અકલ વંચનાભરી બૌધીકતા ભરી;
  એને અપરા જ્ઞાનની કરણી-કથા મા, કહો ! …પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

  અંધારાં ગાઢ, ઝાંખી દીશાઓ બધી,
  ના સુઝે પથ, અટવાતી કેડીઓ વધી;
  પ્રખર, પ્ર-તાપ અજવાળતો દિશા રહો ! …… પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

  આકાશે કલા ચન્દ્રની ઘટતી–વધતી રહે સદા,
  અજ્ઞાનની ઘટે, વધે જ્ઞાનની તદા;
  હવે જ્ઞાનની દ્વીતીયા બની પુર્ણીમા, લહો !

  પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

  – જુગલકીશોર.

  Liked by 1 person

 4. પ્રજ્ઞાબેન વિશેનો શ્રી દાવડાજીનો પરિચય લેખ મારા બ્લોગ વિનોદ વિહારમાં પણ પોસ્ટ કર્યો છે એની લીંક.

  https://vinodvihar75.wordpress.com/2017/07/27/1082-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA/

  Liked by 1 person

 5. From: Navin Banker
  Sent: Thursday, July 27, 2017 11:55 AM
  To: P. K. Davda
  Subject: Re: મળવા જેવા માણસ (શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ)

  I read all articles in ‘AANGANU ‘. I am impressed with Pragna bena Vyas.
  Thank you for this.

  With Love & Regards,

  NAVIN BANKER
  6606 DeMoss Dr. # 1003,
  Houston, Tx 77074
  713-818-4239 ( Cell)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  એક અનુભૂતિઃએક અહેસાસ

  Liked by 1 person

 6. Saryu Parikh
  AttachmentsJul 27 (1 day ago)

  to me, P.K.Davda
  પ્રિય પ્રજ્ઞાબહેન વિષે, દાવડા સાહેબ કહે છે તેમ, બ્લોગ જગતમાં બધાં પરિચિત. આજે તેમનો મારા મામા, કવિ નાથાલાલ દવે અને ભાવનગર માટેનો ઊંડો રસ બરાબર સમજાયો.
  મારો જન્મ ૧૯૪૬માં અને એ સમયથી મારા બા, ભાગીરથી મહેતા માજીરાજમાં શિક્ષક હતાં. પદ્મલા મેઘાણી અને તેમનું કુટુંબ અમારા ઘર, ગંગોત્રીથી નજીકમાં.
  તમને અનુકુળ સમયે ફોન કરશો તો વધું વાતો કરશું. આ સાથે મારા બાનો પરિચય એટેચ કરું છું. હકિકતમાં બાના પુસ્તક, સ્ત્રી સંત રત્નોની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યાં છીએ જેનો વિચાર મુરલી મેઘાણીના સવાલથી શરું થયો.
  ભાવનગરની સાહિત્ય રસિકતા પ્રજ્ઞાબહેનમાં જોવા મળે છે.
  અસ્તુ,

  Liked by 1 person

 7. સુ શ્રી સરયુબેન
  આપના પ્રેમાળ પ્રતિભાવ અને ઇ મૅઇલ બદલ આભાર
  પૂ . ભાગીરથી બા નો લેખ રી બ્લોગ કરું છું .
  મારી સાથે પદ્મલા અને મારી નાની બેન મૃણાલિની કુ. શુક્લ સાથે મુરલી એક વર્ગમા હતા.

  Like

 8. આપના સુંદર સંકલન બદલ ધન્યવાદ
  પ્રેમાળ મિત્રો અતિશયોક્તિ મા લખે …
  મંઝિલના ધ્યેય પર નજર કરતાં બને છે એવું કે મંઝિલમાં વચ્ચે આવતી ઘણી વસ્તુઓ ચૂકી જવાય છે. જીવનની રાહમાં મળતા લોકો સાથે જરા હસીને વાત કરવાનો કે લાગણીના બે શબ્દો બોલવાનો અવકાશ હોતો નથી. આને પરિણામે ઘણીવાર એવું બને કે મંઝિલ મળે ત્યાં સુધીમાં જીવનમાં ઘણું ગુમાવાય છે.
  સુંદર જીવન આપવા માટે ઈશ્વર અમારો ઉપકારી છે. જીવનમાં જે કંઈ મળ્યું છે, તેને માટે અમે કૃતજ્ઞા છીએ . વર્તમાન સમયમાં જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્નેહ આપ્યો તે સર્વના આભારી છીએ/કૃતજ્ઞી છીએ. અમે ૨૨ વર્ષથી અમેરીકા આવ્યા.ડીપ્રેશનની સ્થિતી અને અમારા કુટુંબી જનો અને સ્નેહી જનો સાથે ચર્ચા વિચારણા કરી લખવા માંડ્યું. મિત્રો મળ્યા અને ગુરુના પથદર્શન પ્રમાણે પ્રગતી કરીએ છીએ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s