બહેન (શ્રી ભુપેન્દ્ર ઓ. શાહ)


બહેન (શ્રી ભૂપેન્દ્ર ઓ. શાહ)

શ્રી ભુપેન્દ્ર શાહ કેમિકલ એંજીનીઅર છે અને તેઓ Magnetc coating અને 3-D painiting ના નિષ્ણાત છે. આ ઉપરાંત Medical Devices અને Battery Storage માં પણ એમની મહારથ છે. તેઓ જાણીતા વૈજ્ઞાનિક અને સાહિત્યકાર શ્રી દિનેશ શાહના નાનાભાઈ છે. એમની બે બહેનોએ પણ કવિતાના ક્ષેત્રમાં પ્રયોગો કર્યા છે. સંગીત, નાટક અને વાંચનનો એમને શોખ છે. વેદાંતના અભ્યાસમાં એમને વિશેષ રસ છે.

આ કવિતા ભુપેન્દ્રભાઈએ ૧૯૫૬ માં માત્ર ૧૬ વર્ષની વયે, રક્ષાબંધનને દિવસે લખી હતી. ગઈકાલે જ ઉજવાયેલા રક્ષાબંધનને લઈને આજે આ કવિતાનું વિશેષ મહત્વ છે.

દુહો:

બ્હેન મારી લાડકી, બ્હેની ચતુર સુજાણ
બ્હેની તારો લાડલો, પૂછે  તારી  જાણ. “

મંદાક્રાંતા:

રે, રે ભગિની, તુજ હૃદયની આશિષો હું રે માંગુ,
મારી આશા પૂરણ કરવા, પાય  તારે રે  લાગું.

ભગિની મારા સ્મરણ પદપર તુજ કૃતિ જ નાચે,
તરસ્યા નયણા તૃપ્ત કરવા, તુજ કૃતિ જ યાચે.

ગાંડો  ઘેલો ભાઈલો તારો, માંગે  છે  રે  આજે,

તવ હૃદયના મધુર  ઝરણા પ્રેમથી તું રે  પાજે.

-ભુપેન્દ્ર ઓચ્છવલાલ શાહ

*****************************************************************************

એક ઓછી જાણીતી વાત  (પી. કે. દાવડા)
બિમલ રોય જ્યારે “બંદીની” ચિત્રપટ બનાવી રહ્યા હતા ત્યારની વાત છે. ચિત્રપટ માટે ગીતો લખવાનું કામ શૈલેન્દ્રને સોંપેલું અને ચિત્રપટનું સંગીત બર્મનદાદા આપવાના હતા. કોઈ કારણસર શૈલેન્દ્ર અને બર્મનદાદા વચ્ચે અણબનાવ થયો, અને બર્મનદાદાએ શૈલેન્દ્ર સાથે કામ કરવાની ના પાડી દીધી.
બિમલ રોયને ચિંતા થઈ. કોઈ મિત્રે એમને સંપૂર્ણસિંગ કાલરા નામના એક સરદારજી મોટર મિકેનિકની વાત કરીને કહ્યું, “પાકીસ્તાનથી આવેલો આ મોટર મિકેનિક સારા ગીતો લખે છે.” બિમલ રોયને મોટર મિકેનિક ગીતો લખે છે એ વાતની નવાઈ તો લાગી, પણ મિત્રની વાત ઉપર વિશ્વાસ રાખી એમણે એને તેડી લાવવા કહ્યું.
બિમલ રોયે સંપૂર્ણસિંગને ચિત્રપટની વાર્તા, અને કયા Situation માટે ગીત જોઈયે છે તે સમજાવ્યું, અને સંપૂર્ણસિંગે ચિત્રપટની દુનિયા માટે પહેલું ગીત રચ્યું. લતા મંગેશકરે ગાયેલું એ ગીત “મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે” હીટ થઈ ગયું.
સરદાર સંપૂર્ણસિંહ કાલરાએ પોતાનું નામ બદલીને ગુલઝાર રાખ્યું.

7 thoughts on “બહેન (શ્રી ભુપેન્દ્ર ઓ. શાહ)

 1. ભુપેન્દ્રભાઈ, સરસ ભાવ. સાહિત્યમાં રસ છે એ જ બતાવે છે કે તમારી અંદર કવિતા છે. રચના ગમી.

  Like

 2. પ્રજ્ઞા વ્યાસ (ઈ-મેઈલ દ્વારા)
  મંદ મંદ આક્રંદ કરતી આ પંક્તી વધુ ગમી
  ગાંડો ઘેલો ભાઈલો તારો, માંગે છે રે આજે,
  તવ હૃદયના મધુર ઝરણા પ્રેમથી તું રે પાજે.
  આ પ્રેમના ઝરણાથી ગાંડો ભાઇ કેમિકલ એંજીનીઅર , અને Magnetc coating અને 3-D painiting ના નિષ્ણાત છે. આ ઉપરાંત Medical Devices અને Battery Storage માં પણ મહારથી થયા.

  Liked by 1 person

 3. પ્રજ્ઞા વ્યાસ (ઈ-મેઈલ દ્વારા)
  જેને માટે આ ગીત રચાયું તેની વિગત યાદ આવી-‘બિમલદાએ નૂતનને કાસ્ટ કરવા વિચારી લીધું હતું. તેમણે તરત નૂતનને મળવાનું નક્કી કર્યું. અને નૂતનના ઘરે પહોંચી ગયા. નૂતન પાસે જઇને તેમણે વાર્તા સંભળાવી આ રોલ તેને ઓફર કર્યો. તે સમયે નૂતન ગર્ભવતિ હતી. એટલે બિમલદાને તેણે જણાવ્યું કે મારે ફિલ્મ તો કરવી છે, પણ હું ગર્ભવતિ હોવાના કારણે હાલ હું ફિલ્મ સ્વીકારી નહી શકું. બિમલદા નૂતનને કાસ્ટ કરવા મક્કમ હતા. તેમણે નૂતનને તરત જણાવી દીધું કે કોઇ બાત નહી, હમ રાહ દેખ લેતે હૈં તુમ્હારી કોખમે એક નન્હા બચ્ચા આ જાયે ઉસકે બાદ હમ યે પ્રોજેક્ટ શુરુ કરેંગે ‘

  Like

 4. વ્હાલાભાઇ ભુપેન્દ્ર ,
  આજે તારી આકૃતિ વાંચી ફરી હું 82નેં બદલે 28ની થઇ ગઈ! ભાઈ તેં કેટલી સુંદર કવિતા રચી તારી
  ભાવના રજુ કરી હતી! જ્યારે જયારે આ કવિતા વાંચું છું ત્યારે હું અને તું એ વર્ષોનાં જ દેખાઈ એ છીએ. ઈશ્વર
  સદાય તારી રક્ષા કરે અને સંપૂર્ણં સુખ સમૃદ્ધિ બક્ષે એ જ પ્રાર્થના.
  લિ. વ્હાલીબેન / (ફુલવતી).

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s