ખોડિદાસ પરમારના મોટાભાગના ચિત્રો Two Dimensional છે. તેમણે ભીંત આલેખનો, લોક રમકડાં, કપડાંની ભાત, પાળિયા, ધાર્મિક તહેવારો, વગેરેને એકઠાં કરી એક આગવી શૈલીનું સર્જન કર્યું છે.
તેમના ચિત્રોમાં સીધી અને સરળ રચનાની ગૂંથવણી, સ્થાનિક પહેરવેશવાળાં માનવીઓ, ગૂઢા ઘેરા રંગોનો ઉપયોગ, એમની આગવી ઓળખ બની રહે છે.
વિવાહ, મેળા, ધાર્મિક કથાઓ, કાલિદાસની કૃતિઓ અને એના પાત્રો એ ખોડિદાસના પ્રિય વિષય છે. કૃષ્ણ પ્રત્યે એમને ખાસ પક્ષપાત છે.
પશુઓ, પક્ષીઓ અને વનસ્પતિને પણ એમણે સરસ ન્યાય આપ્યો છે.
હવે પછીની પોસ્ટમાં મારી ટીપ્પણી ઓછી આપવાનો છું. માત્ર ચિત્રને શીર્ષક આપવાની લાલચ ટાળી શકીશ નહીં.
વચ્ચેના ચિત્રમાં કંસના કારાગ્રહમાંથી નીકળી, વસુદેવ કૃષ્ણને યમુના પાર લઈ જાય છે. શેષનાગ વરસાદ સામે રક્ષણ આપે છે. યમુનાજી મારગ કરી આપે છે. આસપાસના ચિત્રોમાં કાનાનું ગોકુળમાં બાળપણ દર્શાવ્યું છે.
જશોદામા કાનાને લાડ-પ્યારથી ઉછેરે છે. માતાપુત્રની આંખોમાં એકબીજા માટેની માયા છલકાય છે. ઝાડ ઉપરથી પુષ્પ વૃષ્ટી થઈ છે. જશોદાના પગણી મેંદી પણ દેખાય છે.
માતા-પુત્ર વચ્ચેનું interaction જોવા જેવું છે. જશોદાએ એને હૈયા સરસો ચાંપી રાખ્યો છે. એને ક્યાં ખબર છે કે એ કોણ છે?
ગોકુળવાસીઓ કુંવર માટે માખણ મીસરી લઈ આવે છે, જો કે જશોદાને ઘરે એની કમી નથી, પણ નંદબાબા ગોકુળના મુખિયા છે એટલે ખુશી વ્યક્ત કરવાની આ એક પ્રથા છે.
વસુદેવ કૃષ્ણને યમુના પાર લઈ જાય છે………..મધુર ભાવની અદભૂત અભિવ્યક્તી
LikeLike
કલાકારની કરામત માટે કહેવું શું? તમે આ ચિત્રો આંગણામાં મૂક્યા ના હોત તો આ કલાકર અને એની રંગીન કૃતિઓ જોવાની રહી જાત! આભાર.
LikeLike
આંગણામાં મુકેલી દિવાળી ની રંગોળી જેવાં અદભુત ચિત્રો … જોયા જ કરીએ …તો ય મન ના ભરાય !
LikeLike
દાવડાસાહેબ, ખૂબ ખૂબ આભાર. ખોડીદાસભાઈ જેવા કલાકારનો પરિચય કરાવી એમની કૃતિઓ માણવાનો અવસર આપવા બદલ. હું ધન્ય થઈ ગયો. એકે એક કૃતિ અણમોલ છે. અભિનંદન. તમને અને કલાકારને.
LikeLike