બે દમ ચલમના (શકુર સરવૈયા)


આજે મારા મિત્ર શકુર સરવૈયાની બે ગઝલ ઉજાણીમાં મૂકું છું. એમના ગઝલ સંગ્રહ “બે દમ ચલમના”માંથી આ ગઝલ લીધી છે. એમની ટુંકા બહેરની ગઝલો એટલી તો દમદાર છે કે ચલમની પણ જરૂર ન પડે. મત્લાથી માંડી મક્તા સુધી, સમજાય એવી રીતે વાતો કરી છે.

“તો લખું” ગઝલમાં શકુરભાઈ સામાન્ય વિષય ઉપર ગઝલ લખવાથી કંટાળી ગયા છે. હવે એમણે મૂકેલી શરતો પૂરી થાય તો જ લખવાની વાત કરે છે.

“શરત માર” ગઝલમાં એમની ખુમારી તમે જાતે જ જુવો.

તો લખું

કંઈ નવું જોવા મળે તો લખું,
આકાશ નીચે જો પડે તો લખું.

હું રોજ લખ લખ સતત એને કરૂં,
આજે મને કાગળ લખે તો લખું.

બળતું બધું, એમા કહો હું શું લખું?
જો આગ મારાથી બળે તો લખું.

વાચા વિશે મારે કશું કહેવું નથી,
મૂંગા બધા બોલી ઊઠે તો લખું.

નીચે પહાડોથી પડી ને ફરી
પથરા ઉપર પાછા ચઢે તો લખું.

સૂરજ ઊગે ને છાપરાં જો કદી
આખો દિવસ ઢાંકી શકે તો લખું.

બે હાથ ધોઈ લો તમારા પછી
દરિયા બધા મીઠા બને તો લખું.

શકુર સરવૈયા

શરત માર

કામ મારૂં છે જ આવું, શરત માર;
દિવસના તારા બતાવું, શરત માર.

એક ઈશારો કરીને, તું કહે તો
આ દિવાલોને ચલાવું શરત માર.

આ ઉદાસીને ખુશીમાં બદલવી છે?
રીત એની પણ જણાવું શરત માર.

હા અને ના કેટલા છે દૂર એનું
માપ એનું હું બતાવું શરત માર.

હું ગયો છું દર્દની ઊંડાઈમાં પણ
દર્દના કારણ ગણાવું શરત માર.

લાગણીના આ ખળભળાટો શકુર,
કયાં મચે છે એ બતાવું શરત માર

શકુર સરવૈયા

1 thought on “બે દમ ચલમના (શકુર સરવૈયા)

 1. ઓ ૧0 બે હાથ ધોઈ લો તમારા પછી

  દરિયા બધા મીઠા બને તો લખું.

  વાહ

  યાદ આવે

  તમે લખ લખ કહો છો તો

  લખ લખ પર લખ લખ કરીએ
  કાવ્ય
  ગીત ગઝલ કે ભજન લખ
  વાત તો કાંઈ મઝાની લખ
  રોજ હથેળી પર એની
  મહેંદી વાળી ગઝલ લખ
  કાંટા વિષે લખ ચાહે જેટલું
  કોઈક વાર ફૂલ માટે લખ
  લખ તું અમાસ પણ
  પરંતું દિપાવલી લખ
  કોઇક હોંઠો પર સ્મિત લખ
  અસલી કે પછી નકલી લખ
  મૌસમ અજબ મસ્તાની છે
  કોઈ ગઝલ નીરાલી લખ
  આખો બગીચો ખીલશે
  પાનપાન પર ખુશી લખ
  તારી કાલની ફિકર ફાંક
  આજની ગૌરવકથા લખ

  ‘જુ દુનિયાથી અલગ લખ
  અલગ તારી વાત,તે લખ
  લખવાનો આથાગ પ્રયત્ન કરવા છતાં નિર્મળ સ્મિત ના પ્રભાવ અંગે શબ્દો જડતા નથી
  બધા જ શબ્દો મલીન લાગે છે.
  કોઈ આ લખ લખની સમસ્યાનું સમાધાન કરશે?

  હું ગયો છું દર્દની ઊંડાઈમાં પણ

  દર્દના કારણ ગણાવું શરત માર.

  સ રસ

  શકુરભાઈની આ ગઝલમાં આપણે જેને કવિતામાં અતિશયોક્તિ અલંકાર કહીયે છીયે એનો ઉપયોગ કર્યો છે. એમણે કોઈ સામાન્ય કામ કરી બતાવવાની શરત મારવાની વાતો નથીકરી, બધી આસમાની સુલ્તાની કરી બતાવવાની વાતો કરી છે. આંખના ઇશારે આખી દિવાલો હલાવી દેવાની ધાડસ બતાવ્યા પછીના

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s