ખોડિદાસભાઈએ ધર્મ, સામાજીક પ્રથાઓ અને ગ્રામ્ય જીવનને પોતાના ચિત્રોમાં પ્રદર્શિત કર્યા છે. આજે ધાર્મિક વિષયમાંથી બે ચિત્રો, અને સામાજીક પ્રથાઓમાંથી એક ચિત્રર જૂ કરૂં છું.
આ ચિત્રમાં માયાવી સુવર્ણ મૃગનો શીકાર કરવા ધનુષ્ય સાથે મૃગની પાછળ દોડતા રામને એક ઉચ્ચ કોટીના કલાકારને છાજે એ રીતે રજૂ કર્યા છે. રામ અને કૃષ્ણ બન્ને વિષ્ણુના જ અવતાર હતા, એટલે અહીં રામને પણ કૃષ્ણના રંગે રંગ્યા છે. નાસતા મૃગની દૃષ્ટી રામ તરફ છે એ પણ કલાકારનો કોઈ સંકેત જ હશે.
બાળકના નામકરણનો વિધિ ભારતમાં અનેક કોમોમાં આજે પણ પ્રચલિત છે. અહીં જશોદાના લાલની નામકરણ વિધિ દર્શાવી છે. શરણાઈ નગારા, ધાર્મિક સંત અને નંદબાબા, લાલાને લાવતી જશોદા, ભીંત ઉપરના શણગાર, કેટકેટલું નાજુક ચિત્રકામ જોવા મળે છે? લાલાનો રંગ કેમ ભૂલાય?
લગ્નવિધિ દર્શાવતા આ ચિત્રમાં લગ્નના ફેરા લેવાના મંડપની એક એક વસ્તુ ધ્યાન ખેંચે એવી છે. એક બાજુ પુરૂષો વચ્ચે એક વડિલ સ્ત્રી અને બીજીબાજુ સ્ત્રીઓ વચ્ચે એક પુરુષ પણ પ્રથાનો કોઈ હિસ્સો હશે. વરરાજાની તલવાર અને કન્યાની મદદમાં કોઈ સંબંધી સ્ત્રી કે સખી, આમ જાણે કે આપણે એ લગ્નમાં હાજર હોઈયે એવી અનુભૂતિ થાય છે.
આટલી બધી વિગતો મૂકતાં એમને એક ચિત્ર પાછળ કેટલો સમય ગયો હશે એનો અંદાજ તો કોઈ કલાકાર જ આપી શકે! ના જવાબ!
LikeLike
માયાવી સુવર્ણ મૃગનો શીકાર નામકરણ અને લગ્નવિધિ ખૂબ સુંદર ચિત્રો સાથે તમારું રસદર્શન….
આનંદ
LikeLike