સુત્રે મણી – સોનેટ (શ્રી જુગલકીશોર વ્યાસ)


ભગવદગીતાના સાતમા અધ્યાયના સાતમાં શ્ર્લોકમાં ભગવાન કહે છે,

“હે અર્જુન, જગતમાં મારાથી ઉત્તમ કંઈ જ નથી. જે કંઈ અસ્તિત્વમાં છે એ મારાથી જોડાયલું છે, જેવી રીતે માળામાં મોતી દોરાથી જોડાયલા હોય છે.”

જુગલકિશોરભાઈએ અહીં ઈંટરનેટે બધાને કેવી રીતે જોડી રાખ્યા છે, એ વાત બખુબી સમજાવી છે. અનુષ્ટુપ છંદમાં લખાયલા આ સોનેટમાં માત્ર ઉત્તમ કાવ્યતત્વ જ નહીં, છંદ અને સોનેટના બંધારણનો પણ સારો નમૂનો પ્રસ્તુત કર્યો છે.

સુત્રે મણી

(સોનેટ / અનુષ્ટુપ)

‘નેટ’ની દોરીએ કેવાં  પ્રોવાયાં આપણે   સહુ
માળાના મણકા જેવા,સ્નેહના  બંધને  બહુ !

આવીયાં કેટલાં, કેવાં; ‘દેશ’થી હોંશથી ભર્યાં,
વ્હેંચાયાં વીશ્વને ખોળે, ઘી–શાં ઘીઠામમાં ઠર્યાં !

‘વેબ’નું વીસ્તર્યું જાળું તાંતણા  તાંતણા થકી,
વીશ્વને  ભરડો લેતું, હૈયાં  સૌ  સાંધતું  નકી.

સમયો સૌના નોખા,નોખી  નોખી ઋતુ,અને
નીયમો, સહુને  નોખા   રીવાજો,  દેશ-દેશને.

છોને વ્યવસાયે વ્યસ્ત,  ત્રસ્ત    સંસારસાગરે,
તો ય આ‘નેટડે’મસ્ત સૌ છલ્કે  નિજ ગાગરે!

વીવીધા આટલી ઝાઝી,ટેન્શનો  આટલાં નર્યાં;
તો ય આ “વેબડો”સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!

વીસ્તર્યાં વીશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-‘સુત્રે  મણિગણા  ઇવ’ !!

—જુગલકીશોર.

8 thoughts on “સુત્રે મણી – સોનેટ (શ્રી જુગલકીશોર વ્યાસ)

 1. વીસ્તર્યાં વીશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
  સંધાયાં એક સૌ ભાષા-‘સુત્રે મણિગણા ઇવ’ !!

  નાના મોટા સહુ બની ગયા નેટના વ્યસની.

  Like

 2. આ રચનામાં મુકાયેલાં અલ્પવીરામ ચીહ્નોને ધ્યાનમાં રાખીને વાંચશો તો વધુ મજા રહેશે. અનુષ્ટુપનાં ચારેય ચરણો એકબીજામાં ભળેલાં હોઈ અલ્પવીરામોનો ઉપયોગ ખરી કામગીરી કરતાં જોવા મળશે !

  Like

 3. નવેમ્બર 5, 2006 મા આટલુ ઉતમ કાવ્ય પ્રગટ થતા ઘણાએ પોતાની ભાવના આ રીતે વ્યક્ત કરી…
  ‘વેબ જગતમાં ઉગેલા આ નવા કવિ અને નવા સીતારાને સાદર અને સપ્રેમ આવકાર …
  એમના આગમનથી ગુજરાતી વેબ જગત ઘણું સમૃધ્ધ થશે એ આ તેમની રચનાથી સુસ્પષ્ટ થાય છે.’
  પછી ઘણાને ખબર પડી કે આ તો મોટા ગજાના ન કેવળ વિદ્વાન પણ ઉતમ અનુભવી શિક્ષક છે-ઘણા વર્ષોના અનુભવે સમજાયું
  ‘સરલ સુભાવ ન મન કુટિલાઇ
  જથા લાભ સંતોષ સદાઇ ’ સરળ સ્વભાવ હોય છે ત્યાં કુટિલતા હોતી નથી. બીજું કે આજના સમયમાં મન મક્કમ પણ રાખવું પડશે, બાકી લોકો આપણને જીવવા દે એમ નથી. મનોબળ ખૂબ જ જરૂરી છે., નાની-નાની વાતમાં નિરાશ ન થઇ જાવ.સદાય સંતુષ્ટ કરનારો લાભ હશે જેના કારણે વ્યક્તિ સંતુષ્ટ બની જશે. તેમની જેમ પોતે પોતાનો સ્વભાવ સરળ બનાવીને બીજાનો સ્વભાવ સમજવાની કોશિશ કરે …પ્રભુ આપણ સૌને આવી શક્તિ આપે
  આ કાવ્ય ફરી ફરી માણવાનું ગમે….
  અમે પણ અમારા વિચારો -પ્રવચનો,ચર્ચામા પ્રગટ કરતા…
  બ્લોગ જગત બાદ વધુ સગવડ રહી ૨૦૦૮મા તો અમારા બ્લોગમા પીરસ્યું
  બ્લોગની દુનિયાને કારણે મને નવા મિત્રો સાપડ્યા છે જે મૂડી અમૂલ્ય છે,

  Like

 4. દીદીની ટીપ્પણીમાં સહૃદયતા અને સધીયારો છે. મુલ્યાંકન પણ છે અને સલાહભરી ચેતવણી પણ છે ! સર્જકને તેની રચના અંગે મુલવવાની સાથે સાથે વ્યક્તીગત બાબતોમાં શીખ પણ અપાઈ છે જે તાજેતરના નીર્ણયોને કદાચ સ્પર્ષે છે !! સામાજીક ક્ષેત્રે આવાં વડીલોની હાજરીનું અનોખું મુલ્ય હોય છે. અને એટલે જ, એમના આ વ્યક્તીત્વને કારણે જ એમની આગેવાની મેં ઝંખી છે. પરંતુ એમણે આ ટીપ્પણીમાં પ્રબોધેલી “મનોબળ ખૂબ જ જરૂરી છે., નાની-નાની વાતમાં નિરાશ ન થઇ જાવ.” આ વાત અમલમાં મુકવી અઘરી છે.

  તેઓ પોતે તો “આજના સમયમાં મન મક્કમ પણ રાખવું પડશે, બાકી લોકો આપણને જીવવા દે એમ નથી.” એવું કહેનારાં છે અને એ મુજબ સહન કરનારાં છે…..પણ મારા જેવાને આ સહન કરવાની વાત મંજુર નથી ! નવાનવા આરંભાયેલા આ નેટજગતમાં સહન ન થાય તો નીષ્ક્રીય થઈ જવું તે જ એક સારો ઉપાય છે……આનાથી નુકસાન થાય કે ન થાય પણ કેટલીય ‘અડચણો’ અટકાવી શકાય છે……

  દીદી ! સુત્રે સૌ પરોવાયેલાં રહે તે વાત એક આદર્શ છે ને ખુબ જ ગમે છે…..અને તેથી જ ઘણી વાર મૌન મોટો આશરો બની રહે છે….

  આપના શબ્દો થકી આભારી.

  Liked by 1 person

 5. મત્તઃ પરતરં નાન્યત્કિંચિદસ્તિ ધનંજય ।
  મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ
  કે
  ગુણભૂતાનિ ભૂતેશે સૂત્રે મણિગણા ઇવ ।
  યસ્મિન્નિત્યે તતે તન્તૌ દૃષ્ટે સ્રગિવ તિષ્ઠતિ ॥
  તેવું જ

  વીસ્તર્યાં વીશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
  સંધાયાં એક સૌ ભાષા-‘સુત્રે મણિગણા ઇવ’ !!
  વાહ
  વારંવાર માણવાનું ગમે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s