ધરતીના કલાકાર-૧૧


ખોડિદાસ પરમારના એટલા બધા ચિત્રો મને ગમે છે કે એમાંથી પસંદ કરી આંગણાંમાં મૂકવાનું કામ ખૂબ કઠીન છે. આજે થોડા અલગ અલગ વિષયને આવરી લેતા ચિત્રો મૂકું છું.

વસંતશ્રી

વસંત ઋતુ દર્શાવતા આ ચિત્રમાં પ્રકૃતિની વસંત જ નહીં, મનુષ્યજીવનની વસંત પણ આબેહૂબ રજૂ કરી છે. મુગ્ધાવસ્થા, વસ્ત્રો અને ફૂલોના બનેલા આભૂષણો ઉપરાંત પ્રકૃતિમાં પૂરજોશમાં ખીલેલી વસંત, બધી વાતોનું ઉત્તમ સંયોજન આ ચિત્રમાં નજરે પડે છે.

સ્નાનમુગ્ધા

Two Dimensional હોવા છતાં આ ચિત્રના લાલિત્યમાં જરયે ઓછપ આવી નથી. વૃક્ષો, પક્ષીઓ અને ઉગતા સૂર્ય સાથે નદીમાં સ્નાન કરી બહાર નીકળેલી સખીઓનું આ ચિત્ર કલાની એક અનોખી અનુભુતિ કરાવે છે.

મેળામાંથી પાછા ફરતા માનવીઓ

મેળામાંથી ખરીદેલા વસ્ત્રો, પગરખાં, ઝાંઝર, ઝુમખાં, હાર વગેરે સ્પષ્ટ નજરે પડે છે. મેળાનો થાક પણ વર્તાય છે. વચ્ચેની સ્ત્રી અને મેળામાં મળતી ઢીંગલી વચ્ચે કેટલું સામ્ય છે?

રાસ

ગામડાંનો જીવ, ગ્રામ્ય રાસનું ચિત્ર ન દોરે એવું બને જ કેમ? ઢોલ-શરણાઈના તાલે રાસ રમતા નર-નારી જાણે આસપાસની દુનિયાને ભૂલી ગયા છે. રાસની ગતિમાં પણ સ્નેહ નિતરતી સાહેલીઓના મુખભાવ અને પુરૂષોનો જોમ-જુસ્સો આબેહૂબ રજૂ કર્યો છે.

1 thought on “ધરતીના કલાકાર-૧૧

  1. રાસ યાદ આપે મહારાસ ! પહેલાં શ્રીકૃષ્ણચંદ્ર તેમના હોઠે તેમની પ્રિય વાંસળી લગાડે છે. વાંસળીમાંથી નીકળતો વેણુનાદ સાંભળી જમુનાજીનાં જળ શાંત થઇ જાય છે. ગૌમાતાનાં કાન ઊભા થઇ જાય છે. વૃંદાવનની તમામ કુંજ ગલીઓમાં વહેતો પવન અટકી જાય છે. ફળ ઝૂમી ઊઠે છે. સર્વત્ર સ્તબ્ધતા તથા આનંદ પ્રસરી જાય છે તેવા જ ભાવ દર્શન આ રાસમાં…
    સ્નાન મુગ્ધા,વસંત,મેળા…

    ભાવવાહી સ રસ ચિત્રો

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s