ધરતીના કલાકાર-૧૨


શ્રી ખોડિદાસ પરમારના રંગીન ચિત્રોની આ આખરી પોસ્ટ મૂકું છું. હવે પછી એમના થોડા પેન્સીલ ચિત્રો મૂકીશ.

પતિ-પત્ની

ગામડાના આ પતિ-પત્નીના ચિત્રમાં સ્થાનિક પહેરવેશ અને આભુષણો તો છે જ પણ એમના મુખ ઉપરની શાલિનતા તમને શહેરી પતિ-પત્ની જ્યારે ફોટોગ્રાફરને પોઝ આપતા હોય ત્યારે જોવા નહીં મળે. અહીં પુરુષના વસ્ત્રોની રંગીન કોર પણ ખાસ ધ્યાન આકર્ષે છે. રક્ષણ માટે ચોવીસે કલાક જરૂરી એવી લાકડીને પણ ભૂલ્યા નથી. પુરૂષના કાન અને ગળાના અલંકારોની મને પણ જાણ ન હતી.

પ્રતિક્ષા

જશોદા અને રોહીણી કાનો અને બલરામ ગાયો ચરાવીને પાછા ફરે એની રાહ જોઈ રહ્યા છે. પગમાં પહેરેલા રંગીન પગરખાં એમનો રાજકુટુંબ જેવો દરજ્જો દર્શાવે છે. થાકીને પાછા આવતા કુમારો માટે ખાવાનું ઠરી ન જાયે એમ જતન પુર્વક બાંધી રાખ્યું છે. વલોણું તો ખોડિદાસભાઈનું ટ્રેડમાર્ક છે.

શિકારી

ખોડિદાસભાઈએ આ ચિત્રને શિકારી નામ આપ્યું છે, હું એને પારધી નામ આપું. આ લોકો પક્ષીઓને જાળમાં ફસાઈ, એમને પાંજરે પૂરી, શોખીન લોકોને વેંચવાનો વ્યવસાય કરે છે. એમના મુખભાવમાં ક્રૂરતા સ્પષ્ટ નજરે પડે છે.

હરણનું ટોળું

વિશ્રાંતિ લેત આ હરણના ટોળાંમાં એમની ચારે દિશામાં દૃષ્ટી એમની સલામતિ માટેની ચંચળતા દર્શાવે છે. હરણના અલગ અલગ ત્વચા, હરણાંની અલગ અલગ પ્રજાતિઓ દર્શાવે છે.

 

4 thoughts on “ધરતીના કલાકાર-૧૨

  1. તમે એક વસ્તુ નોંધી? પુરુષે પત્નીના ખભે હાથ મુક્યો છે; ને તે પણ ફોટો પડાવતાં! આ પુરુષ અગ્રેસીવ હશે!

    Like

  2. વડીલ શ્રી,
    આપનો બ્લોગ સડસડાટ ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. લાંબા સમય પછી મેં બ્લોગની મુલાકાત લીધી. થોડું વાંચ્યું. ઘણું બાકી છે. એક આખો દિવસ બ્લોગ પર ગાળવો પડશે. તો યે પુરું તો ન જ થાય. તમે રિચર્ચ પાછળ ખૂબ જ પરિશ્રમ કર્યો છે. મિત્રો ચોક્કસ લાભ ઉઠાવશે જ.
    પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન.
    (By Email)

    Like

  3. “પતિ-પત્ની બંને ભૂલો તો કરશે જ. પરંતુ, સમજુ પતિ-પત્ની એ ભૂલો છતાં લગ્નને ટકાવી રાખી શકે છે.પતિ-પત્ની લગ્નને દિવસે સમાજને નહિ, પણ એકબીજાને જીવનભર સાથ નિભાવવાનું વચન આપે છે. તેથી, હવે બંનેએ એ વચન નિભાવી રાખવાનું છે. વળી, પતિ-પત્ની કોઈ પણ કિંમતે લગ્ન જીવન ટકાવી રાખવા ચાહે છે, કેમ કે તેઓ એકબીજાના પ્રેમમાં છે.” આવું કહેવું પડતુ નથી ચિત્ર જોતા જ ભાવથી સનજાય છે

    . પોચી પાંપણોમાં આવતા
    કૂણાં સપનાઓમાં એને આવવાના કૂણાં કૂણાં અણસાર મળી ગયા છે.
    જેમ સમય પસાર થતો જાય છે તેમ તેના શ્વાસની ગતિ વધે છે. કાયા, હૈયું અને
    એને પરિણામે એના ધબકાર હાંફવા લાગે છે. સાજનને મળવાની તાલાવેલીમાં
    એના પગ રોક્યા રોકાતા નથી, પગ કરતાં ય એના પગલાં ને વિચારો તેજ
    ગતિએ આગળ દોડે છે. .
    શિકારી
    ભાવમાં ક્રૂરતા જ ક્રુરતા અનુભવાય !

    યાદ આવે “ કસ્તુરી મૃગને પોતાને પોતાની અમૂલ્ય આંતરીક ગુણનો ખ્યાલ નથી હોતો અને તેની સુગંધમાં મત્ત થઈને તે શોધવા નીકળે છે. માણસ તેનો આનંદ લેવાને બદલે તેને મારી નાખી પોતાના સ્વાર્થ માટે ફરતો હોય છે. કેવી વિડંબના!———-

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s