પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! -વલીભાઈ મુસા


તમે ગુજરાતી બ્લોગજગતને જાણતા હો અને વલીભાઈ મુસાને ન જાણતા હો એ વાત માનવા હું તૈયાર નથી. ગુજરાતી ગદ્ય અને પદ્યમાં અનેરૂં ખેડાણ કરી, ગુજરાતી બ્લોગ જગતમાં એમણે પોતાનું સ્થાન અંકે કર્યું છે. આજે એમણે આંગણા ઉપરના પ્રેમ અને મારી ઉપરના સ્નેહને લઈને પોતાની એક અપ્રગટ અછાંદસ હાસ્ય કવિતા મોકલી છે. કબૂતરની જોડીને માધ્યમ બનાવી, માણસની મજબૂરી જ નહીં, માણસની કમજોરી ઉપર પણ મર્માળું હાસ્ય કર્યું છે. આંગણાંના મહેમાનો માટે આજે આ ખાસ ઉજાણી છે.

પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! -વલીભાઈ મુસા
(વ્યંગ્યકવન / અછાંદસ)

“’અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’
વ્હેલી પરોઢે ચણ ચણીને,
જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં જે કંઈ આપણાં, વ્હાલા;
ન લેવી એર ટિકિટો, દેશવિદેશે ઊડવા કાજે,
બસ, આપણે તો, ભલા, આપણો એરિયા બસ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

મોંઘાંદાટ બકાલાં, જો ને લોકોને લેવાં,
વઘારે તેલ ના મળે, ફેર પ્રાઈસ શોપે લાઇનો લાંબી,
નિજ પરસેવે ન્હાઈ લેવાનું, હાથલારીઓ ખેંચી ખેંચી!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

જો ને પેલો છોરો બિચારો,
વાણ તૂટેલી ખાટલીએ ઘોરે, આખી રાત તન વલોર્યું
તડકો જગાડે તોય ના જાગે, આસપાસ કોલાહલ છતાંયે!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

‘ભૂખ ભૂંડી કે ભીખ?’, એવો વિચાર તજીને
પાઠ ભણે ભીખ માગવા તણા, પડખે નિશાળ છતાંયે;
કકળતું તો હૈયું મારું, તેઉને જોતાં, વાલમ, કેવું તો તેઉનું દુઃખ?
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’
હૈયા તણી વાત કહું, માટીડા? પાંખભર આપણાં, વ્હાલા,
કહો તો દત્તક લઈએ, નાગીપુગી એ છોરીને,
મારો તો જીવ બળે છે, પણ આપણે તો લીલાલહેર!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”
* * *

“’હા,અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’,
એય ગાંડી, આજ સવારે ચણ ચણતાં, ચણ્યો શું ઝેરી દાણો?
સાનભાન વણી વાત કરે તું, શું છોરીને મારવી તારે?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’
રાંધ્યા વગરનો એ કાચો દાણો, કરાવે બિચારીને ઝાડા,
એ માણસ છે, વ્હાલી, કાચું તો ખાય જો અન્ન,
માવતર પાપે દુઃખી થાતાં, આપણો ક્યાં વાંક લગાર?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”
“માવતર પાપે? ના સમજાયું, ફોડ પાડીને કરો વાત,
વાંક તેઉનો ને નવસ્તરી ફરે, એ બિચારી છોરીની જાત
પાડાના વાંકે પખાલીને ડામ, એ તો ખોટું સાવ હળાહળ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”
“ઊઘાડું કહેતાં શરમ આવે, સમજાવું તોય ખુલ્લંમખુલ્લા,
તેઉની નજરું આગળ, શ્વાનગાડી લાગે ખસી કાજે
તોય, ‘અમે બે, અમારાં બે’ ન જાણે, કેવી નઘરોળ જાત!
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”
“આવું સાવ ઊઘાડું કહેતાં, ના’વી આવી શરમ લગારે?
વાલમડા, હું તો લાજી મરું, ભલે તોય આપણે તો નસીબદાર,
આપણને એવો કાનૂન નોં લાગે, ને આપણે પિંજર બા’ર
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”
* * *
“સુણો, જગતનાં નર ને નારી. વાત કપોતજોડી તણી
‘અમે બે, અમારાં બે’ છોડી, બોલો ‘અમે બે, અમારું એક’
નહિ તો પછી વાંઝિયામેણાં, સરકારી બસ ગાડીઓ તૈયાર!!!
‘અલ્યાં સાંભળ્યું કે, સૌ જન, પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!’”
-વલીભાઈ મુસા
(તા. ૦૭૦૮૧૭)
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577 // +91-94261 84977
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

3 thoughts on “પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! -વલીભાઈ મુસા

 1. .અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’
  હૈયા તણી વાત કહું, માટીડા? પાંખભર આપણાં, વ્હાલા ..ને ફરી પરોઢે કરડી કરાડો . પહાડ ચઢી , ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું પુષ્ટ અને પહોચેલો સુવાંગ તારી માલિકીની બનવાની છે …… પણ એમાં , પાણીની ઠીબ સુકાઈ જાય , પંખી ચણ વિના ઊડી જાય , તુલસી સુકાઈ જાય
  યાદ આવે
  કપોત કુળના એવા કુટુંબનું નામ કે જેના બધા જ સભ્યોનો પૃથ્વી પરથી વિનાશ થઇ ચુક્યો છે અને હવે જે જોવા મળતા નથી. તેઓ માનવ સર્જીત શીકાર કે માનવ વસાહતો સાથે બીજા પ્રદેશોમાંથી આયાતકરાયેલ શીકારી સસ્તન પ્રાણીઓની જાતીઓના આક્રમણ સામે ટકી ના શક્યા અને ૧૭મી સદીથી નામશેષ થઇ ગયા કપોતની માત્રા બદલતા કપાતની વ્યંગ કવન દ્વારા સુંદર રચના તેમા સાંપ્રત સમસ્યાની ઉલટી ગતિ…એક તરફ ફર્ટિલીટીના ધમધોકાર ચાલતા ક્લીનીકમા
  “ઊઘાડું કહેતાં શરમ આવે, સમજાવું તોય ખુલ્લંમખુલ્લા “…ટેસ્ટટ્યુબ બેબી, સેરોગેટ મધર, કમાણીના સાધન…! ત્યારે
  “સુણો, જગતનાં નર ને નારી. વાત કપોતજોડી તણી
  ‘અમે બે, અમારાં બે’ છોડી, બોલો ‘અમે બે, અમારું એક’
  એમા વળી નવી સમસ્યા કે હાલ કેટલાક છોકરા છોકરી લગ્ન જ કરવા માંગતા નથી ! અમારું એક’ પણ જોઇતું નથી તો કેટલાકને લગ્ન વગર જોઇએ બાળક…તો કોર્ટે જવા ડીએનઍ ટેસ્ટ
  સૌથી વધુ ચીંતાજનક વાત મજબુત શરીરવાળા કે પ્રખર બુધ્ધીશાળી બાળક માટે જીન ફેરફાર….રોબોટ સર્જન !
  કબૂતર અને કબૂતરી સવંનન કરે ત્યારે કબૂતરને અવાજ કર્યા વગર ચાલતું નથી. કવિ મીન પિયાસીએ એક કાવ્ય પક્ષીઓના કલરવની વિવિધતા વિશે લખ્યું છે:
  કબૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ હવે નવા વ્યંગની રાહ
  સૃષ્ટિનું ઉત્તમ સર્જન હું, મુજથી કોઈ કેમ ચઢે,
  અહંકાર ભર્યો માણસ, સહુ જીવને હાંકી કાઢે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s