પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૧


(આ લેખમાળાની મોટાભાગની તસ્વીરો Alkazi Foundation ના HOMAI VYARAWALLA ARCHIVE માંથી બિનધંધાદારી હેતુ માટે આભાર સહિત લેવામાં આવી છે. તસ્વીરોનો સર્વ હક્ક Alkazi Foundation નો છે.)

હોમાય વ્યારાલાવાલા

હોમાય વ્યારાલાવાલા ભારતના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર-પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) હતા. ઇ. સ. ૧૯૧૩માં નવસારીમાં મધ્યમવર્ગીય પારસી પરિવારમાં જન્મેલાં, હોમાયબાનુ વ્યારાવાલાએ મુંબઈમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં કેમેરા જેવા ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી.  ત્રણ દાયકા સુધી કામ કર્યા પછી એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.

ઇ. સ. ૨૦૧૧માં એમને ભારત સરકાર તરફથી પદ્મ વિભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અંગ્રેજોના શાસનના અંતિમ દાયકા અને આઝાદ ભારતના પ્રથમ ત્રણ દાયકાને પોતાના કેમેરામાં કેદ કરનાર, આ ગુજરાતની આ મહિલાને ગુજરાતીઓએ જોઈએ એટલી પ્રસિધ્ધી આપી નથી.

આજથી થોડા દિવસ હું લલિતકળા વિભાગમાં હોમાય વ્યારાલાવાલાના ચિત્રો રજૂ કરીશ.

હોમાયબાનુને એના મિત્રો “ડાલડા-૧૩”ના હુલામણા નામે ઓળખતા હતા. શરૂઆતના વર્ષોમાં એમણે શહેરી જીવન, ફેશન અને આધુનિક નારીના ફોટોગ્રાફસ પાડેલા, અને એમાંના ઘણાં Bombay Chronicle નામના અંગ્રેજી અખવારમાં છપાયલા. એમની સાથે જે. જે. સ્કૂલમાં અભ્યાસ કરતી રેહાના મોગલની “આધુનિક નારી”ની તસ્વીરો ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

જે સમયમાં ફીલ્મમાં કામ કરતી સ્ત્રીઓની તસ્વીરો પણ મર્યાદામાં રહીને લેવામાં આવતી, તે સમયમાં રેહાનાની આ તસ્વીરોએ ખાસી ચકચાર જમાવેલી. અહીં હું રેહાનાની બે તસ્વીર રજૂ કરૂં છું.

કોલેજની એક Picnic દરમ્યાન હોમાયબાનુએ પાડેલી આ તસ્વીરે એ સમયમાં ખૂબ ચકચાર જગાવેલી. એક હિન્દુસ્તાનની મહિલા, ગોંઠણ સુધી પગ ખુલ્લા રાખી તસ્વીર ખેંચાવી એ કલ્પના પણ અસામાન્ય હતી. વરસો બાદ, રાજકપૂરે “રામ તેરી ગંગા મૈલી” ચલચિત્રમાં મંદાકીનીની આવી તસ્વીરો લીધેલી.

આ તસ્વીરમાં એક સ્વપન-સુંદરી તરીકે રેહાનાના પોઝને કંપોઝ કરનાર હોમાયબાનુની કલાકારીનો આ એક ઉત્તમ નમૂનો છે.

રેહાનાની અંગુર ખાતી આ તસ્વીર ખૂબ જ લોકપ્રિય થયેલી. એ સમયના કેમેરા આજના જેવા Advanced ન હતા, તેમ છતાં હોમાયબાનુએ ખેંચેલી આ તસ્વીર ખરેખર દાદ માગી લે એવી છે.

2 thoughts on “પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૧

  1. પોતાની જરૂરીયાતની અમુક ચીજો હોમાયબેન જાતે જ બનાવી લે. એની કારીગરી અને ફીનીશિંગમાં સહેજ પણ બાંધછોડ નહીં. એમના પગના અંગૂઠા પર પહેલી આંગળી ચડી ગઈ હોવાથી બજારમાં મળતા કોઈ પણ ચપ્પલ એમને ફાવે જ નહીં. એમના પહેરેલા ચપ્પલ જોઈને માન્યામાં ન આવે કે એ જાતે બનાવેલા હશે.
    રાહ વધુ એપીસોડની

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s