ડીઝાસ્ટર મેનેજમેન્ટ (પી. કે. દાવડા)


ડીઝાસ્ટર મેનેજમેન્ટ

૧૪ મી એપ્રીલ, ૧૯૪૪ ના મુંબઈના બંદરમાં થયેલા બે બોમ્બના ધડાકાનો ખ્યાલ એટલા ઉપરથી આવી શકશે કે આસપાસના રહેવાસી મકાનો અને માલ-સામાનના ગોડાઉનો નો કાટમાળ આસરે પાંચ લાખ ટન જેટલો હતો. આઠ હજાર માણસોને આ કાટમાળ ખસેડવામાં સાત મહિના લાગેલા.

આ હાદસાની વાત મેં આજે એટલા માટે કાઢી છે કે આજે Disaster Management ની મોટી મોટી વાતો કરવામાં આવે છે, અને એની યોજનાઓ અને ટ્રેનીંગ પાછળ કરોડો રૂપીયા ખર્ચ કરવામાં આવે છે, અને તેમ છતાં જ્યારે હાદસા થાય છે ત્યારે શું થાય છે તે આપણે બધા જાણીએ છીએ.

૧૯૪૪ ના હાદસામાં મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ બંબાવાળા તો ધડાકા થતાં જ મૃત્યુ પામેલા, અને છતાં બાકીના લોકોએ માત્ર ત્રણ દિવસમાં જ આગ ઉપર નિયંત્રણ કરી એને વધારે વિસ્તારોમા ફેલાતી રોકી દીધી હતી. હાદસાનો વિસ્તાર આમ આદમી માટે સલામત થયો એટલે ત્યાં રહેનારાઓને કુટુંબ દીઠ એક એન્ટ્રી પાસ આપવામાં આવ્યો. જે મકાનના કાટમાળને ખસેડવાનું કામ ચાલુ હોય, માત્ર તે મકાનના લોકોને ત્યાં હાજર રહેવાની પરવાનગી હતી. કાટમાળ ખસેડતી વખતે, દરેક વ્યક્તિ પોતાની બચી ગયેલી ચીજ વસ્તુ ઓળખી લઈ, એના માટે માગણી કરે. જો બીજી કોઈ વ્યક્તિ એ જ વસ્તુની માગણી ન કરે તો માગણી કરનાર વ્યક્તિને એ વસ્તુ ત્યાંને ત્યાં આપી દેવામાં આવતી. એક પણ કીસ્સો એવો ન બન્યો કે કોઈએ બીજાની વસ્તુ ઉપર હક જતાવ્યો. આ થઈ એ સમયની ઇમાનદારીની વાત.

ગોદરેજ કંપની આજે પણ અભિમાનથી કહે છે કે આવા ભયંકર હાદસામાં પણ એમની બનાવેલી તિજોરીઓ, અને એમા રહેલી વસ્તુઓ સલામત હતી. એ જમાનામાં તિજોરીઓ ઉપર માલિકોના નામ લખવાની ફેશન હતી. માલિકોને આ અકબંધ તિજોરીઓ આપી દેવામાં આવી.

ત્યારબાદ વાત આવી લોકોને થયેલા નુકશાનનું સરકાર તરફથી વળતર. આના માટે કુટુંબ દીઠ એક, અને વેપારી કંપની દીઠ એક એવા Claim Forms આપવામાં આવ્યા. જે લોકોએ ઇમાનદારીથી ફોર્મસ ભરેલા, એમને તરત જ પૈસા ચૂકવી આપવામાં આવ્યા. આ કામ માટે કોઈએ પણ લાંચ માગી નહિં. મોટા દાવાઓની વધારે ચકાસણી માટે થોડો સમય લાગ્યો, પણ એક બે વર્ષમાં બધા Claims સેટલ કરી લેવામાં આવ્યા. માત્ર ગણ્યા ગાઠ્યા લોકોને કોર્ટનો આસરો લેવો પડેલો.

સરકાર ભલે અંગ્રેજોની હતી પણ પ્રજા અને નાના અમલદારો તો આપણા હતા. ફરક હતો માત્ર પ્રમાણીકતાનો.

આજે અકસ્માત થયાના થોડા કલાકમાં મનસ્વી રીતે મોટી મોટી રકમોની જાહેરાત કરી દેવામાં આવે છે, પણ હકદારને એ મેળવતા નાકે દમ આવે છે; અને જેમને મળે છે એમને પણ કમીશન તરીકે ભારે રકમ ચૂકવવી પડે છે. જ્યાં નેતાઓ અને અમલદારો જ અપ્રમાણીક થઈ ગયા છે ત્યાં ૧૯૪૪ જેવી સરળ પધ્ધતિઓ હવે પછી કયારે પણ જોવા નહિં મળે.

5 thoughts on “ડીઝાસ્ટર મેનેજમેન્ટ (પી. કે. દાવડા)

 1. સરસ જાણવા જેવી વાત. આવી જ ગૌરવ કથા મુંબાઈમાં તાજ હોટલમાં થયેલા ધડાકા બાદ ‘ટાટા’ ગ્રુપની મેનેજમેન્ટની છે. ઉત્તરાંચલ પ્રદેશમાં આવેલ જળ હોનારતમાં બી.જે.પી. એ કરેલ મદદ ( નમો પી.એમ. બન્યા , એ પહેલાં ) કદાચ ઉત્તર પ્રદેશમાં બી .જે.પી. ને વિજય અપાવવા કારણ ભૂત બની હતી.
  Systems are needed , but without spirit they won’t work.

  Like

 2. ‘અકસ્માત થયાના થોડા કલાકમાં મનસ્વી રીતે મોટી મોટી રકમોની જાહેરાત કરી દેવામાં આવે છે, પણ હકદારને એ મેળવતા નાકે દમ આવે છે; અને જેમને મળે છે એમને પણ કમીશન તરીકે ભારે રકમ ચૂકવવી પડે છે.’
  અમને અમારા બનેવીના પ્લેન ક્રેશ બાદ ઘણા વર્ષો બાદ ન્યાય મળ્યો હતો

  ફાયર ડે ની ઉજવણી વખતે આ વાતનો ઉલ્લેખ કરતા અમારા દીકરા પરેશની આંખ ભીની થતી…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s