ઇર્મા તું જ અમારી માડી !! (ડો. દિનેશ શાહ)


(થોડા દિવસ પહેલા જ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઈર્મા નામનું ભયાનક વાવાઝોડું આવ્યું, જેમાં મોટા પાયે તારાજગી થઈ. ડો. દિનેશ શાહ આ વાવાઝોડા વખતે ફલોરિડામાં જ હતા. એમણે પ્રકૃતિ આવું વિનાશકારી રૂપ શા માટે ધારણ કરે છે, એ વાતને Philosophically સમજાવવની કોશીશ કરી છે. ભૂલ કરતા બાળકને યોગ્ય માર્ગે વાળવા ક્યારેક મા બાળકને શિક્ષા કરે છે, એ રૂપકને લઈને માણસ જાતે કઈ કઈ ભૂલો કરી છે, અને પરિણામે આવી સજા ભોગવે છે, એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

અન્ય મિત્રોની ઉજાણી માટે અગાઉથી આવેલી સામગ્રીને ક્ષણિક પડખે રાખી, આ કવિતા આજે ઉજાણીમાં મૂકી છે.)

ઇર્મા તું જ અમારી માડી !!

(કવિ પૂછે છે ઇર્માને ……….)

ઇર્મા તું જ અમારી માડી, શીદને આજ ખિજાણી?

બાલુડા તારાં ગભરાયે તુજથી, લાગે સાવ અજાણી। ……..ઇર્મા તું જ અમારી માડી

કાળકા મા સમ તું લાગે ભયાનક,

કાં તું આવી પહોઁચી અચાનક ?

બારી બારણાં તાળાં સૌ વાસી,

દોડયા ઘરબાર સૌ અમાનત છોડી। ……ઇર્મા તું જ અમારી માડી

(ઇર્મા જવાબ આપે છે ……….)

બાલુડાં સૌ માને વહાલા,

મારા પણ છ અબજ ભૂલકા

ખરાબ માર્ગે ચઢે ત્યારે

ફરજ મારી કરવા સૌ સીધા। …….ઇર્મા તું જ અમારી માડી

કાર અને ફેકટરીમાંથી ધુમાડા બહુ કાઢી,

ગ્લોબલ વોર્મિંગ કરી, આઈસ ફાર્મ ઓગાળી,

ગ્લેસીયર્સ સુકવી નાખ્યા, કાર્બન દીધો વધારી,

ઓઝોન લેયર બગાડી, યુવી લોડ દીધો વધારી। ……ઇર્મા તું જ અમારી માડી

ગંગાનદીનાં પાવન જળમાં કચરો ગંદકી નાખી,

કૃષ્ણ કે ગોપી જાય ન ન્હાવા જમનાનાં ગંદા પાણી,

સુખી કરવા ભાવિ બાલુડાં આ સૌને સુધારી,

સમજુ માડીની જેમ મેં ટપલી ધીમે મારી ! ……..ઇર્મા તું જ અમારી માડી

સમજનારા સમજી જાશે, ન સમજ્યાં માર ખાશે,

ટપલી મારી મેં એ ભુલકાંને, જે સાચો માર્ગ બતાવે,

જળ સ્થળ વાયુ સાફ રાખી કરવી પ્રગતિ સાચી,

તો જ આ ધરતી થાશે સ્વર્ગ, ને રાજી થાશે માડી! …….ઇર્મા તું જ અમારી માડી

-દિનેશ ઓ. શાહ , ગેઇન્સવીલ ,ફ્લોરિડા , યુ.એસ.એ.

5 thoughts on “ઇર્મા તું જ અમારી માડી !! (ડો. દિનેશ શાહ)

  1. જળ સ્થળ વાયુ સાફ રાખી કરવી પ્રગતિ સાચી,

    તો જ આ ધરતી થાશે સ્વર્ગ, ને રાજી થાશે માડી!

    સાચી વાત છે. એ સમજી લઈને એનો અમલ થાય તો કેવું સારું !

    Like

  2. ઇર્મા માડીની ટપલીથી ગભરાઇ જવાને બદલે થપ્પડ ન પડે માટે ચેતવાની વાત

    સમજનારા સમજી જાશે, ન સમજ્યાં માર ખાશે,

    ટપલી મારી મેં એ ભુલકાંને, જે સાચો માર્ગ બતાવે,

    જળ સ્થળ વાયુ સાફ રાખી કરવી પ્રગતિ સાચી,

    તો જ આ ધરતી થાશે સ્વર્ગ, ને રાજી થાશે માડી! …….

    -દિનેશભાઇની કાવ્યમય સુંદર રજુઆત

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s