હોમાયબાનુના પિતા એક ફરતી નાટક મંડળીમાં કામ કરતા, એટલે હોમાયબાનુનું બચપણ અલગ અલગ ગામોમાં પસાર થયેલું. છેક ૧૩ વર્ષની વયે એમનું કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું, ત્યારે એમણે એક પારસી મિત્ર પાસેથી ફોટોગ્રાફીની જાણકારી મેળવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ મુંબઈની પ્રખ્યાત જે. જે. સ્કૂલ ઓફ આર્ટ માંથી ફોટોગ્રાફીમાં ડીપ્લોમા મેળવી, કારકીર્દીની શરૂઆત કરી. નીચેની તસ્વીરમાં એમણે જે. જે. સ્કૂલમાં અલગ અલગ વિષય ઉપર કામ કરતા વિદ્યાર્થીઓની તસ્વીર ઝડપી છે.
શરૂઆતના વર્ષોમાં હોમાયબાનુ સામાજીક વિષયો, જેવા કે પહેરવેશ, તહેવારો, ધાર્મિક ઉત્સવો વગેરેની તસ્વીરો લેતા. નીચેની તસ્વીરમાં પારસી અગિયારીમાંથી બહાર આવતી પારસી મહિલાઓની સુંદર તસ્વીર લીધી છે.
મુંબઈ ગણેશ ઉત્સવ માટે સૌથી વધારે પ્રખ્યાત છે, અને એમાં પણ ગણેશ વિસર્જન વખતે તો જાણે આખું મુંબઈ ચોપાટીના દરિયાકીનારે ઉમટ્યું હોય એવું લાગે. અહીં નીચેની પ્રથમ તસ્વીરમાં વિસર્જનની તસ્વીરો લઈ રહેલી હોમાયબાનુની તસ્વીર બીજાકોઈ ફોટોગ્રાફરે પાડેલી છે.
નીચેની તસ્વીરમાં ગણેશની મૂર્તિના વિસર્જન વખતે મુંબઈના અસલી રહેવાસી કોળી સ્ત્રીઓ પૂજાવિધિ કરતી નજરે પડે છે.
very unique colection taken in those old days by most forward lady of Bombay !!!
LikeLike
wah srs lekh.
LikeLike
ફરી ફરી માણવાની ગમે મા હોમાયબાનુની દાસ્તાન
આ અદભૂત તસ્વિરો આજે જ જોઇ !
છતા દાસ્તાન અધૂરી લાગે છે
ત્રીજા હપ્તાની રાહ
LikeLike
srpvadi@gmail.com
Today, 4:48 PM
To;
pkdavda (pkdavda@gmail.com)
કલાકાર એટલે અભિવ્યક્તિનું ઓજસ… આપે સમય સમયે નિખરેલ કલાને આંગણિયે આવકારી અમૂલ્ય લાભ સૌને પીરસ્યો છે, એ માટે ખૂબ જ આભાર
રમેશ પટેલ (આકાશદીપ)
ઈ-મેઈલ દ્વારા
LikeLike