યામિની વ્યાસ-૧ (રજૂઆત- પી. કે. દાવડા)


૨૦૧૨ માં પહેલી વાર મારો પરિચય શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ સાથે થયો. મારી કોઈ એક બ્લોગ-પોસ્ટ ઉપર એમનો પ્રતિભાવ વાંચીને મેં એમની બાબતમાં શોધખોળ આદરેલી. તે વખતે “પ્રજ્ઞાજી” અને “પ્રજ્ઞાજુ” બે વ્યક્તિઓ વચ્ચે મને confusion હતું, કારણ કે બન્ને બ્લોગ જગતમાં જાણીતા હતા. થોડા સમયમાં મારો એ બન્ને “પ્રજ્ઞા”બહેનો સાથે ઘરોબો થઈ ગયો, અને એ ગાઢ સંપર્ક આજ સુધી ચાલુ રહ્યો. પ્રજ્ઞાજુ એટલે કે પ્રજ્ઞાબહેન વ્યાસના સંતાનો પણ કલા અને સાહિત્યની દુનિયામાં ખૂબ જાણીતા હોવાની માહીતિ મારી પાસે હતી, પણ મારૂં પોતાનું કોઈ માધ્યમ ન હોવાથી, હું એમના વિષે અત્યાર સુધી લખી શક્યો નથી. વચ્ચે “સર્જક અને સર્જન” નામની મારી ઈ-મેઈલની શ્રેણીમાં મેં એમની સુપુત્રી યામિની વ્યાસ વિષે લખવાની તૈયારી પણ કરેલી, પણ સંજોગો વશાત એ થઈ શક્યું ન હતું. લગભગ એ શ્રેણીની શૈલીમાં, આવતી થોડી પોસ્ટમાં હું યામિની બહેન વિષે અને એમના સર્જન વિષે લખીશ.

યામિનીબહેનના કાર્યક્ષેત્રને બે ભાગમાં વહેંચી શકાય, કલા અને સાહિત્ય. કલાના અનેક ક્ષેત્રોમાં એમણે નામના મેળવી છે, પણ એ વાત હું ભવિષ્યમાં ક્યારેક લલિતકળા વિભાગમાં રજૂ કરીશ. સાહિત્યમાં પણ એમણે કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકી વાર્તા, નવલિકા, લઘુનવલ, સ્કીપ્ટ લેખન જેવા અનેક વિભાગોમાં સર્જન કર્યું છે. આ લેખ માળામાં હું કાવ્ય, ગીત અને ગઝલની જ રજૂઆત કરીશ.

ગઝલ

દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

-યામિની ગૌરાંગ વ્યાસ

આ બ્રહ્માંડ ગતિશીલ છે, એમાં કશુંયે સ્થિર નથી. ધરતીમાં ખોડાયલા વૃક્ષો અને મકાનો પણ પૃથ્વીની ગતિ સાથે ચાલે છે. મનુષ્ય અને પશુ-પક્ષીઓને વધારાની ગતિ મળી છે. સમુદ્રના મોજાંને પોતાની ગતિ છે, તો નદીને પોતાની આગવી ગતિ છે.

આ ગતિશીલ ગઝલના મત્લામાં યામિનીબહેને દૂર દૂર સુધી ચાલી જતી વાટની ગતિને ઓળખીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, કે કોણ જાણે એ ક્યાં સુધી જાય છે? બીજા શેરમાં એમની નજર નદી ઉપર પડે છે. એમના મનમાં પ્રશ્ન ઊઠે છે, અરે! આ ઘાટને મૂકીને નદી આટલી ઝડપથી ક્યાં જાય છે? જરૂર એ દરિયાને મળવા અધીરી થઈ હશે. પ્રિયતમને મળવા અધીરી થયેલી પ્રેયસી માટે નદી અને દરિયાના રૂપક સાહિત્યમાં વર્ષોથી વપરાઈ રહ્યા છે.

તે પછીના શેરમાં ટકોર કરે છે કે જીંદગી કેવી રમત રમાડે છે કે કેટલાક માણસો રમત અધૂરી મૂકીને ચાલ્યા જાય છે. અહીં યામિનીબહેને પાઠકો ઉપર એનું અર્થાઘટન છોડ્યું છે.

મનને કાબુમાં રાખવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. જેમ “હર હર મહાદેવ” બોલી દુશ્મનો ઉપર તુટી પડતી શિવાજી મહારાજની સેનાને રોકવી મુશ્કેલ હતી, તેમ મનમાં ચાલતી લાગણીઓને રોકવી મુશ્કેલ છે.

અને છેલ્લે મક્તામાં યામિનીબહેને સાહિત્યકાર તરીકે પોતાનો પરિચય આપ્યો છે. આઠ આઠ મહિનાના ઈંતેજાર અને તલસાટ પછી પણ માત્ર વરસાદના થોડા છાંટા પડતાં જ ધરતીમાંથી જે તૃપ્તીની સુગંધ ઊઠે છે, એ વર્ણવીને ગઝલને એક ઉત્તમ સાહિત્યના નમૂનામાં મૂકી દીધી છે.

 

 

 

 

 

6 thoughts on “યામિની વ્યાસ-૧ (રજૂઆત- પી. કે. દાવડા)

 1. સું દર રસાસ્વાદ. ‘આ બ્રહ્માંડ ગતિશીલ છે ‘
  જીવનનો પર્યાય ગતિ છે, અને ગતિનો કોઈ એક ચહેરો નથી. ક્યારેક આધુનિકતા તરફ, ક્યારેક ભીડ તરફ, ક્યારેક સ્વાર્થ તરફ, ક્યારેક સમર્પણ તરફ, ક્યારેક પ્રેમ અને મોહ તરફ, ક્યારેક દ્વેષ અને ત્યાગ તરફ.
  હાલ નવરાત્રીમાં માતાજીની આરાધના
  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि
  न तातो न माता न बन्धुर्न दाता
  न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
  न जाया न विद्या न वृत्तिर्ममैव
  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥

  Liked by 1 person

 2. જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
  અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

  yamini bahen– knew her work through pragnya bahen from time to time–but now through davada saheb. her work will remain in his AAngnu for ever
  thx davada saheb too

  Like

 3. યામિનીબેન,
  તમારી સુંદર રચના માણી આનંદ થયો,
  પ્રજ્ઞાજુ આપની માતાજીની આરાધના વાંચી जे સ્તુતિ હું રોજ બોલું છું, एक स्टान्जा
  न जानु में पूजा, न च न्यास योगं
  पर में जानु मात तव अनुशरणम
  क्लेश हरणम्
  गति स्त्वम् गति स्त्वम्
  त्वमेक भवानी
  नवरात्र मातानी आराधना

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s