હોમાયબાનુના લગ્ન માણેકશા વ્યારાલાવાલા સાથે થયા હતા. માણેકશા એ સમયે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ન્યુસપેપરમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા, પણ સાથે સાથે એ છાપાંના ફોટોગ્રાફર તરીકે પણ કામ કરતા. હોમાયબાનુ Press Photography માં પ્રવૃત્ત થયા એનું આ પણ એક કારણ હોઈ શકે.
હોમાયએ પોતાનું કેરીયર ૧૯૩૦ માં શરૂ કર્યું. બીજા વિશ્વયુધ્ધની શરૂઆતમાં એમને મુંબઈના ઈલ્સટ્રેટેડ વિકલી માટે કામ મળ્યું, જ્યારે એમણે પાડેલા બ્લેક એન્ડ વાઈટ ફોટાઓ સમય જતાં ખૂબ જ પ્રખ્યાત થયા. શરૂઆતના વર્ષોમાં એમના કરતાં એમના પતિ વધારે જાણીતા હોવાથી એમણે પોતે પાડેલા ફોટાઓ પોતાના પતિના નામે પ્રસિધ્ધ કર્યા.
સમય જતાં લોકોને જાણ થઈ, અને એમના પાડેલા ફોટા દેશભરમાં પ્રખ્યાત થયા, ખાસ કરીને ૧૯૪૨ માં એ દિલ્હીમાં બ્રિટીસ ઈન્ફોર્મેશન સર્વિસમાં જોડાયા. અહીં એમણે એ સમયના બધા જ જાણીતા નેતાઓના ફોટોગ્રાફ લીધા, જેમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ મુખ્ય હતા.
એ સમયમાં એક સાડી પહેરેલી સ્ત્રી ફોટોગ્રાફરને ભારેભરખમ કેમેરા ખભે લટકાવી, સાઈકલ ઉપર સડસડાટ, સમાચાર એકઠા કરવા, જતી જોવી એ એક આશ્ચર્યજનક દ્ર્ષ્ય હતું. જો કે પછીથી એમણે ખરીદેલી મોટરકારનો નંબર DLD-13 હોવાથી એનું ડાલ્ડા-૧૩ હુલામણું નામ પડી ગયેલું, અને એમને એ નામ ગમી જવાથી એમણે પોતાના અનેક પ્રસિધ્ધ ફોટોગ્રાફસ ડાલ્ડા-૧૩ ના નામે પ્રગટ કર્યા.
આજે અહીં મેં ૧૯૪૨ પછી એમના પાડેલા ફોટોગ્રાફ્સ પસંદ કર્યા છે, જેમાં ભારતનો આઝાદીનો અને આઝાદી પછીના થોડા વર્ષોનો ઇતિહાસ કેદ થયેલો છે.
ભારતની આઝાદી પહેલા જ વૈજ્ઞાનિક ડો. સી. વી. રામન વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. આ તસ્વીરમાં ડો. રામન વિદ્યાર્થીઓને “રામન ઇફેક્ટ” નામની એમની શોધ સમજાવી રહ્યા છે.

ભારતના ત્રણ રાષ્ટ્રપતિઓને એક સાથે એક જ તસ્વીરમાં ઝડપી, હોમાયબાનુએ આ તસ્વીરને ઐતિહાસિક બનાવી દીધી છે.
આ તસ્વીર દુર્લભ છે, અને બહુ ઓછા લોકોએ જોઈ હશે. ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ, ભારતના પ્રથમ (બ્રિટીશ) ગવર્નર જનરલની પત્નિ, એડવીના માઉન્ટબેટનને ભેટીને વિદાય આપે છે.
તસ્વીરોની યાદગીરી સર્જીને હોમાયાબાનુએ અતિ મહત્વનું કામ કર્યું. જુના ફોટા જોતાં ઘણીવાર થતું કે કોણે લીધા હશે! તેમાના એકનો પરિચય થતાં આનંદ.
સરયૂ
LikeLike
હોમાયબેનનો બાયો ડેટા બનાવી આપશો? ઘણા વખતથી તેમનું સ્વાગત ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર કરવાની ઇચ્છા છે- તે પુરી થાય.
LikeLike
OK
2017-09-27 13:34 GMT-07:00 દાવડાનું આંગણું :
>
LikeLike
હોમાયબાનુ અને તેમણે લીધેલી દુર્લભ તસવીરો ચિરંજીવી રહેશે .
LikeLike
અદભુત તસ્વિર-સંગ્રહ
આનંદ આનંદ
LikeLike
બધાની ટિપ્પણીઓ સાથે હું પણ સંમત થઈ, તમારા આ વિવિધ પ્રયત્નોથી કેવું કેવું જાણવા ને માણવા મળે છે એ માટે ટોપલો ભરી અભિનંદન! ખુશામતતો ખુદ ખુદાને પણ પ્યારી લાગે છે એ કેમ ભૂલાય!
LikeLike