પૈસાની શક્તિ (Money Power) -(પી. કે. દાવડા)


પૈસાની શક્તિ (Money Power)

૧૯૬૨મા હું એક Educational Trust ના Construction Project માં નોકરી કરતો હતો. તે વખતે મારો માસિક પગાર ૫૫૦ રૂપિયા હતો. ટ્રસ્ટના પ્રમુખ એક ખૂબ મોટા ઉધ્યોગપતિ હતા. દર અઠવાડીએ તેઓ કામની પ્રગતિ જોવા અને મારી પાસેથી કામ અંગેની માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઈટ પર આવતા.

એકવાર અચાનક કોઈ ઓળખિતાના મૃત્યુને લીધે એમને પ્રોજેક્ટ સાઈટની નજીકના સ્માશાનમાં જવાનું થયું. સમયનો ઉપયોગ કરીલેવા એમણે મને સ્મશાનમાં આવવાનો સંદેશ ડ્રાઈવર સાથે મોકલ્યો. હું ગયો તો ખરો, પણ અંદરખાનેથી ખુબ ગુસ્સામાં હતો. ત્યાં ગયા પછી મેં મારી નારાજગી વ્યક્ત કરીને કહ્યું, “સ્મશાનમાં જ ડ્યુટી કરવાની હોય તો ચંડાલને ત્યાં નોકરી શું ખોટી?” આટલા મોટા ઉધ્યોગપતિને આવું કહી દીધા પછી ત્યાં નોકરીમાં ચાલુ રહેવાનું મારા માટે શક્ય નહતું. તેઓ મને કાઢીમુકે તે પહેલા જ મેં રાજીનામું આપી દીધું.

વડોદરાની એંજીનીઅરીંગ કોલેજમા પહેલા ત્રણ વર્ષ હું પ્રથમ વર્ગમા અને છેલ્લા વર્ષમા Distinction માં પાસ થયેલો. છેલ્લા વર્ષમા સમગ્ર યુનીવર્સિટીમાં હું ત્રીજા નંબરે પાસ થયેલો હોવાથી, મારૂં Certificate ફોલ્ડરમાં હતું, અને Certificate માં મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડની સહી હતી. પહેલા ત્રણ Certificate છોડીને બિજા બધા Certificate માં સહીનું રબ્બર સ્ટેમ્પ હતું. આને લીધે મને ખૂબ જ આત્મ વિશ્વાસ હતો કે મને તરત બીજી નોકરી મળી જશે.

મને સમાચાર મળ્યા કે Bombay Port Trust મા સબ-એંજીનિયરની જગ્યા ખાલી છે. હું અરજી લઈ, ત્યારના ચીફ એંજીનીઅર મેજર વજીફદારને મળ્યો. એમણે મને કહ્યું, અમારે ત્યાં ૩૪૫ રૂપિયા મળસે, ૫૫૦ રૂપિયા મેળવવા તારે પ્રાઈવેટ સેકટરમાં નોકરી કરવી જોઈએ. મેં કહ્યું, સાહેબ મારે Docks અને Harbour નો અનુભવ લેવો છે તો ૩૪૫ પણ ચાલસે. મને એ જ દિવસથી નોકરી મળી ગઈ.

આ નવી નોકરીમા માંડ એક મહિનો થયો હશે ત્યારે પેલા ટ્ર્સ્ટના ઉપપ્રમુખ, પોર્ટ ટ્ર્સ્ટની ઓફીસમાં મને મળવા આવ્યા. એમણે મને પૂછ્યું, તને અહીં કેટલો પગાર મળે છે? મેં કહ્યું, ૩૪૫. તરત તેઓ બોલ્યા મને ખબર નથી કે તું ગાંડો છે કે ડાહ્યો, ચાલ મૂક આ નોકરી અને પાછો આવી જા, અમે તને ૭૪૫ રૂપિયા આપશું. અને હવે કોઈ સ્મશાનમાં નહિં બોલાવે. મેં કહ્યું, “હું મેજર વજીફદારને શું કહું? મેં તો બંદરનો અનુભવ લેવાની વાત કરી છે.” શેઠે કહ્યું, “ મેજર વજીફદાર મારા મિત્ર છે, હું એમને મળીને પછી જ તારી કેબીનમાં આવ્યો છું. એમણે જ મને કહ્યું કે એ સમજી ગયેલા કે તેં રીસમા ૫૫૦ની નોકરી છોડી અને ૩૪૫ ની નોકરી સ્વીકારી છે. ત્રણ મહિનાની નોટીસ આપી તું સહેલાઈથી છૂટો થઈ શકીશ.”

ત્રણ મહિના પછી હું મારી જૂની જગ્યાએ નવા પગારે પહોંચ્યો. મને સમજાઈ ગયું કે પૈસામાં ઘણી શક્તિ છે.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

બે પરગજુ બ્લોગરો

ગુજરાતી બ્લોગ્સનો ચોક્કસ આંકડો નક્કી કરવાનું મુશ્કેલ છે. દરેક વ્યક્તિ પોતના આનંદ મટે કે પોતે નક્કી કરેલા એક ધ્યેય માટે બ્લોગ ચલાવે છે. કેટલાક બ્લોગ સારૂં સાહિત્ય પીરસે છે, તો કેટલાક બ્લોગ્સ ઉત્તમ માહીતિ આપે છે. બધા બ્લોગ્સનું પોત પોતાનું સ્તર છે.

છેલ્લા સાત-આઠ વરસથી બે બ્લોગ્સે મારૂં સતત ધ્યાન ખેંચ્યું છે. એ બન્ને બ્લોગ્સના સંચાલકો મારા ગાઢ મિત્રો છે. એમણે એમના બ્લોગ્સ અત્યારના વાંચકો અને ભવિષ્યના વાંચકોને ખૂબ જ ઉપયોગી થાય એવી માહીતિ એકઠી કરવામાં પોતાના સમય અને શક્તિને પૂરેપુરા કામે લગાડ્યા છે.

આ બે બ્લોગ્સમાંથી પહેલા બ્લોગનું નામ છે, “ગુજરાતી પ્રતિભા પરિચય” ૨૦૦૬ થી શરૂ કરીને આજ સુધીમાં આસરે ૬૦૦ જેટલી વ્યક્તિઓ વિશે જાણવા જેવી બધી જ માહીતિ, એક મુકરર ફોર્મેટમાં આપી છે. અત્યાસ સુધીમાં ૨૧ લાખથી પણ વધારે લોકોએ આ બ્લોગનો લાભ લીધો છે.

આ બ્લોગના સંચાલક શ્રી સુરેશ જાની, એક મિકેનીકલ-ઈલેક્ટ્રીકલ એંજીનીઅર છે. મગજને કાટ ન લાગે એટલે નિવૃતિ પછી પણ એ અનેક પ્રકારની ઉપયોગી પ્રવૃતિઓમાં રચ્યા પચ્યા રહે છે. અનેક બ્લોગરોને, એમના બ્લોગ શરૂ કરવામાં અને ચલાવવામાં સક્રીય સહાય કરી છે. “ગુજરાતી પ્રતિભા પરિચય” માટે એમણે માત્ર ઈન્ટરનેટમાં શોધખોળ જ નહીં, અનેક વ્યક્તિઓનો સંપર્ક કરી માહીતિ એકઠી કરી છે. આ પ્રતિભાશાળી વ્યક્તિઓ કોણ કોણ છે, એ જાણવા માટે એમના એ બ્લોગની મુલાકાત લેવા મારી ખાસ ભલામણ છે.

બીજા બ્લોગનું નામ છે, “માવજીભાઈ.કોમ” (mavjibhai.com). માવજીભાઈ ડોટ કોમ એ માવજીભાઈએ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે. જે સમયમાં વર્ડપ્રેસ જેવા તૈયા્ર અને મફત બ્લોગ માટેની સગવડ ન હતી, જે સમયમાં તમારે તમારૂં Domain રજીસ્ટર કરાવી, તમારી પોતાની વેબ સાઈટ ડીઝાઈન કરવી પડતી હતી, એ જમાનામાં માવજીભાઈએ આ વેબસાઈટ શરૂ કરી હતી. ગુજરાતી સાહિત્યનું આ સંગ્રહસ્થાન છે. છેક મધ્યકાલીન સમયથી સાંપ્રત સમય સુધીની કવિતાઓ, ગીતો, ગઝલો વગેરે તમને આ બ્લોગમાંથી મળી રહેશે. બાળવાર્તાઓ, ભજનો, મુક્તકો અને આવા અનેક સાહિત્યના વિભાગોને શ્રી માવજીભાઈ મુંબઈવાળાએ પોતાના આ બ્લોગમાં સમાવી લીધા છે. કેટલાય ગીતોનું ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ કાર્યની પાછળ એમણે પોતાનો કેટલો સમય અને કેટલી શક્તિનો ખર્ચ કર્યો છે, એનો અંદાજ લગાડવો મુશ્કેલ છે.

આ બન્ને મિત્રોના કાર્યને હું નિસ્વાર્થ સેવાનું જ નામ આપી શકું.

-પી. કે. દાવડા

3 thoughts on “પૈસાની શક્તિ (Money Power) -(પી. કે. દાવડા)

 1. તમારી નોકરીની કથની ફરી વખત વાંચી અને માણી. આંગણામાં એને વધારે કાયમી જગ્યા મળી ગઈ.
  ————–
  તમે કરેલ આ જણની પ્રશંસા અવશ્ય ગમી. આભાર. પણ….

  પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
  મજા જે હોય છે ચૂપમાં – એ ચર્ચામાં નથી હોતી .
  – ‘આસીમ’ રાંદેરી

  Like

 2. દાવડાજી, તમારી અનુભવ કથા -પૈસાની શક્તિ વિશેની પહેલાં વાંચી હોવા છતાં અહીં ફરી માણી .
  બે બ્લોગર મિત્રો -શ્રી સુરેશ જાની અને શ્રી માવજીભાઈ વિશેની આપની પ્રસંશા યોગ્ય જ છે અને એમાં હું મારો સુર પુરાવું છું.

  Like

 3. પૈસા કમાવામાં કોઈ વ્યક્તિ પૂરેપૂરી શુદ્ધિ જાળવી શક્તી નથી અને દરેક વ્યવસાયને એની પોતાની જ કેટલીક ખામીઓ અને અશુદ્ધિઓ હોય છે, પરંતુ એ અશુદ્ધિ જેટલી ઓછી હોય એટલી એનો કરનાર નિરાંત અનુભવે છે.
  સ્મશાનમાં જ ડ્યુટી .’.યાદ. રાજ્યમાં શ્રેષ્ઠ ગણાતું બારડોલીનું સ્મશાનગૃહ હવે બનશે ‘અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ’. ૪૦ થી વધુ ગામમાંથી અંતિમક્રિયા માટે મૃતકને અંતિમધામમાં લાવતા મૃતકોના સ્વજનો એરપોર્ટ જેવો માહોલનો અનુભવ કરશે.. બારડોલી નગરમાં મીંઢોળા નદીના કિનારે આવેલા અદ્યતન સુવિધાઓથી સજ્જ હોવાથી રાજયમાં શ્રેષ્ઠ સ્મશાનગૃહ ગણાય છે
  અંગતરીતે મારે શાંતી પૂર્વક ચિંતન મનન કરવું હોય ત્યારે ત્યાં અથવા નજીક હનુમાનજીના મદીરમા…
  -શ્રી સુરેશ જાની તો મોટીબેન ના ફ્રેંડ ,ફીલોસોફર અને ગાઇડ…લખવાની પ્રેરણા આપનાર અને અગત્યની વાત હોય તો એફ આઈ આર
  અને મા માવજીભાઇના જ્ઞાનભંડારને વંદન

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s