પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૪


ફોટોગ્રાફર તરીકે હોમાય સક્રિય હતાં ત્યારે સરદાર પટેલથી ઈંદિરા ગાંધી સુધીનાં અનેક નેતાઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. સરદાર પટેલ ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને રાજી થતા હતા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સમાં હોમાયને ન જુએ એટલે તેમના વિશે પૂછપરછ કરે. ૧૪ ઓગષ્ટ, ૧૯૪૭ની મધરાતે લાલ કિલ્લા પરથી થયેલું ઐતિહાસિક ઘ્વજવંદન હોય કે ગાંધીજીની અંતીમ યાત્રા જેવો પ્રસંગ, લોર્ડ માઉન્ટબેટનની ગાર્ડન પાર્ટી હોય કે નેહરૂના દૌહિત્રો રાજીવ-સંજયની બર્થ ડે પાર્ટી, આ બધા પ્રસંગે હોમાય વ્યારાવાલા ફોટોગ્રાફર તરીકે-મોટે ભાગે પુરૂષ ફોટોગ્રાફરના ઝુંડ વચ્ચે એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે- હાજર હોય.
આજે તેમણે પાડેલી કેટલીક યાદગાર તસ્વીરો રજૂ કરૂં છું.

હિન્દુસ્તાનના ભાગલા પાડવા કે ન પાડવા એનો નિર્ણય લેવા મળેલી કોંગ્રેસ કારોબારી સમિતિની આ ઐતિહાસિક તસ્વીરમાં નહેરૂ સહિત અનેક નેતાઓના ઊંચા કરેલા હાથ જોઈ શકાય છે.

ડો. બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણની નકલ તેઓ રાષ્ટ્ર્પતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી રહ્યા છે. બે મહાન નેતાઓના ચહેરા પરની ખુશીમાં એક મોટી કાર્યસિધ્ધીની ઝલક દેખાય છે.

બધા પુરૂષ ફોટોગ્રાફરની વચ્ચે, એક માત્ર સ્ત્રી ફોટોગ્રાફર હોમાયબાનુ, ડો. રાધાકૃષ્ણનને પ્રશ્ન પુછી રહી છે, ત્યારે ડો. રાધાકૃષ્ણનના ચહેરા ઉપરનું સ્મિત કંઈક કહી રહ્યું છે. વાત જાણે એમ છે કે ડો. રાધાકૃષ્ણે હોમાયબાનુના ઉપરના હોઠ ઉપર એક નાની બેન્ડએઈડ (ચિત્રમાં નથી દેખાતી, કદાચ જમણી બાજુ હશે) જોઈને પુછ્યું, “શું કીસ કરતાં તારો પતિ તને કરડ્યો?” આવા લાડકા હતા નેતાઓના, હોમાયબાનુ.

રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, નરગીસ દત્તને પદ્મશ્રી પુરસ્કાર આપે છે ત્યારની યાદગાર તસ્વીર.

2 thoughts on “પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૪

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s