આઝાદી પછી, જ્યારે પણ અન્ય રાષ્ટ્ર્ના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવતા ત્યારે એમની દુર્લભ તસ્વીરો ઝડપી લેવાનો મોકો હોમાયબાનુ શોધી લેતા. આજે આવી થોડી તસ્વીરો રજૂ કરૂં છું.

૧૯૫૮ માં બ્રિટનના વડાપ્રધાને હેરોલ્ડ મેકમિલન ભારત આવેલા ત્યારે અન્ય પુરૂષ તસ્વીરકારોની વચ્ચે તસ્વીર લઈ રહેલા હોમાયબાનુ નજરે પડે છે. એમનો રોલીફ્લેક્ષ કેમેરા અને મોટી ફ્લેશગન એ જમાનાના કેમેરા કેવા હતા એ જોવા મળે છે.

આ ફોટામાં હોમાયબાનુ બ્રિટીશ વડાપ્રથાનના પત્ની દોરોથી મેકમિલન સાથે વાતચીત કરી રહ્યા છે, અન્ય ફોટોગ્રાફર દૂર ઊભા રહી જોઈ રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથેની પ્રેસિડન્ટ કેનેડીની આ તસ્વીર અને કેનેડી દંપતિની બીજી અનેક તસ્વીરો લેવાની ખાસ તક હોમાયબાનુને મળેલી.

આ તસ્વીરમાં વચ્ચે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની ડાબીબાજી જેકેલીન કેનેડી અને જમણીબાજુ જેકેલીનના બહેન છે.

જેકી કેનેડીને ઈન્દીરા ગાંધીએ હાથીનું બચ્ચું ભેટમાં આપેલા હાથીના બચ્ચાં સાથેની આ તસ્વીર પણ એ સમયે ખૂબ જ પ્રખ્યાત થયેલી. ચિત્રમાં જેકીની બાજુમાં ઇન્દીરા ગાંધી ઊભાં છે.

૧૯૬૨ માં જેકીએ નહેરૂના મહેમાન તરીકે ભારતની મુલાકાત લીધી હતી ત્યારે યજમાન તરીકે ઈન્દીરા ગાંધીએ એમને સતત સાથ આપ્યો હતો. આ તસ્વીરમાં જેકી અને ઈન્દીરા ઝુલા ઉપર બેસીને હોમાયબાનુને પોઝ આપે છે.
Like this:
Like Loading...
Very rare pictures of very interesting person.
LikeLike
આટલી સુંદર સામગ્રી માણીએ અને ‘બે બોલ’ આ અંગે વ્યક્ત ન કરીએ ?
રંગીન જમાના થા જબ વો કરીબ થે
કિતના મહેરબાન યારો અપના નસીબ થા,
આજ સબ કુછ હૈ મગર વૅ નહીં હૈ,.
જબ વો સદા પાસ થે તબ મેં ગરીબ થી
આભાર શબ્દ નાનો પડે ! જેમણે આ જમાનો કેમેરામા કૈદ કરી આપણને માણવા આપ્યો છે
LikeLike