૧૯૬૧ના ડિસેમ્બરમા ગોવા પોર્ચુગીસ શાસનથી મુક્ત થઈ ભારતમાં ભળી ગયું. લગભગ આઠ વર્ષ પછી ૧૯૬૯ના ડિસેમ્બરમા મારી બદલી ગોવામાં થઈ. ગોવામાં “ઝુવારી ફર્ટીલાઈઝર લીમીટેડ” ના નિર્માણનું કામ “લાર્સન એન્ડ ટુબ્રો” ને મળેલું. હું ત્યારે “લાર્સન એન્ડ ટુબ્રો” માં સિવિલ એંજીનીઅર તરીકે કામ કરતો હતો. એ વખતે મુંબઈથી ગોવા જવા એક બસ સર્વિસ હતી, એક ship service હતી અને પૂનાથી બદલી કરી, એક મીટરગેજ રેલ્વે હતી. રોજ Vasco Express નામની એક જ ગાડી બપોરે બે-અઢી વાગે મડગાંવ પહોંચતી.
ગોવાના ત્રણ મુખ્ય શહેર છે. પણજી રાજધાની છે, મડગાંવ વેપારનું મથક છે અને વાસ્કો બંદર છે.
એ સમયના ગોવાની આજે કલ્પના પણ કરવી મુશ્કેલ છે. વાસ્કો જેવું પ્રખ્યાત શહેર પણ બપોરે એટલું સુમસામ રહેતું કે જાણે શહેરમા કોઈ વસ્તી જ ન હોય. બપોરે ૧૨-૦૦ થી ૪-૦૦ બધી દુકાનો બંધ રહેતી.
તમે જો બાર વાગ્યા પછી પાંચ મિનિટ રહીને જાવ, અને દુકાનદાર દુકાન બંધ કરવાની તૈયારીમા હોય ત્યારે કોઈ ચીજ માગો, તો એ ધડિયાળ સામે જોઈ ના પાડી દે, અને ચાર વાગે આવવાનું કહે!! મુંબઈમાં કે અમદાવાદમાં તમે આવી કલ્પના પણ ન કરી શકો.
પણજીમા Airport હોવાથી ત્યાં થોડી ટેક્ષીઓ હતી. મડગાંવ અને વાસ્કોમા ટેક્ષી ભાગ્યે જ જોવા મળતી.
Public Transport માટે ખખડધજ બસ હતી, અને Pinion rider તરીકે લઈ જવા Motor cycles હતી. બસના રૂટસ તો નક્કી હતા પણ બસસ્ટોપ જેવું કંઈ પણ ન હતું. હાથ બતાડો એટલે ઊભી રાખીને પેસેંજરને લઈ લે. કંડક્ટર “રાવ” બોલે તો ડ્રાઈવર ઊભી રાખે અને “વઝ” બોલે તો ચલાવે. ટીકીટ પંચ કરવા કંડકટર એક ખીલીને એક દોરીથી બાંધી રાખી શર્ટના બટનમાંથી લટકાવી રાખતા.
હું મડગાંવમાં સ્ટેશન પાસે રહેતો. Vasco Express આવે તો તેનો અવાજ ઘરમાં સંભળાતો. રોજ આ ગાડીમા સારી quality નું દૂધ આવતું, અને સ્ટેશનની બહાર જ વેંચાતું. સોમ થી શનિ, મારી પત્ની દૂધ લઈ આવતી, રવિવારે હું લઈ આવતો. એક રવિવારે અમે ૩-૦૦ વાગ્યાના શો મા પિક્ચર જોવા જવાનું નક્કી કર્યું. ગાડી થોડી મોડી થઈ હતી, હવે દૂધનું શું કરવું. અમે તપેલી લઈને નીક્ળ્યા અને સ્ટેશન પાસેના પહેલા મકાનનો દરવાજો ખટખટાવ્યો. એક ૩૦-૩૫ વર્ષની મહિલાએ દરવાજો ઊઘાડ્યો. એને અંગ્રેજી કે હીંદી સમજાતું ન હતું. મને જે થોડું કોંકણી આવડતું હતું એનાથી મેં સમજાવ્યું એટલે એણે તરત જ તપેલી અને પૈસા લઈ લીધા અને અમને જાવ મજા કરો એ મતલબનું કંઈક કહ્યું. અમે જ્યારે પાછા આવ્યા ત્યારે એમના husband પણ આવી ગયેલા. એમણે અંગ્રેજીમાં કહ્યું કે અમને મદદ કરવાનો મોકો આપ્યો એથી અમે ખૂબ ખુશ થયા છીએ. દૂધ બગડી ન જાય એ માટે અમે એને ગરમ કર્યું છે, અને હજી તે થોડું ગરમ છે. મને તમારું સરનામું આપો તો હું અરધા કલાકમા પહોંચાડી જઈશ. મેં કહ્યું કે હું લઈ જઈશ પણ તે ન માન્યા.
એ વખતે ગોવાની પ્રજા કેવી હતી તેનો એક બીજો પ્રસંગ યાદ આવે છે. અમે દર રવીવારે તાજું શાક લેવા માર્કેટમા જતાં. ત્યાં એક બાર-ચૌદ વર્ષના ખૂબ જ રૂપાળા છોકરા પાસેથી શાક લેતા. એક રવિવારે મારી પત્નીની તબિયત સારી ન હોવાથી હું એકલો જ શાક લેવા ગયો. મને એક્લો જોઈ પેલા છોકરાએ મને પૂછ્યું, “મેડમ કંઈ?” (મેડમ ક્યાં?). મેં કહ્યું કે એ બિમાર છે. અચાનક એ છોકરો દુકાન છોડીને ભાગવા લાગ્યો એટલે મેં બાજુની દુકાનવાળાને પૂછ્યું કે એ અચાનક ક્યાં ગયો. મને જવાબ મળ્યો, “એ ચર્ચમા ગયો છે. તમારી પત્ની જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી, એક મીણબત્તી સળગાવીને હમણા પાછો આવસે.”!!
બીમારીની વાત આવી તો ત્યાંની મેડીકલ પ્રેકટીસની વાત કરી લઉં. એ વખતે ત્યાં ડોકટર ફક્ત દર્દીને તપાસીને Prescription લખી આપતા. તાવ સેંટીગ્રેડમાં માપતા (આપણે ફેર્હેનાઈટમા માપીએ છીએ). Priscription લઈ તમારે ફાર્મસીમાં જવું પડતું. ત્યાં એ તમને પીવાની દવા બાટલીમાં બનાવી આપતા અને ખાવાના પડીકા અથવા ગોળી અલગથી આપતા. જો ઈંજેકશન Prescribe કર્યું હોય તો તમારૂં સરનામુ લઈ તમારે ઘરે Injection આપવા નર્સને મોકલે. એ જમાનામાં મુંબઈમા આ બધું કામ તમારા ફેમિલી ડોકટરના દવાખાનામાં થઈ જતું.
મારા અઢાર મહિનાના અનુભવમા મેં જોયું કે લોકો ખૂબ જ ભલા અને પ્રેમાળ હતા. Crime rate લગભગ શૂન્ય કહી શકાય. એકવાર અમારા પ્રોજેકટમાં હળતાળ થયેલી. અમારા ચીફ એંજીનીઅર મુખ્ય પ્રધાન પાસે પોલિસ-પ્રોટેકશન માગવા ગયા. મુખ્ય પ્રધાને કહ્યું, તમારા ગોવા બહારથી લાવેલા ૭૦૦૦ મજૂરો હળતાળ પર છે. મારી પાસે વાસ્કોમાં પ્રત્યેક શીફટ્મા આઠ લાઠીવાળા, અને ત્રણ રાઈફલવાળા પોલિસ અને એક રીવોલવર વાળો ઈંસ્પેકટર છે. બંદુકો અને રીવોલ્વર સારી હાલતમા હશે કે કેમ તે પણ કહેવાય નહિં. મારી સલાહ છે કે તમે જાતે જ કોઈ વ્યવસ્થા કરી લો. અમારી કંપનીએ મદ્રાસથી એક સો પ્રાઈવેટ સિક્યુરીટીવાળાને બોલાવી કામે લગાડ્યા!!
પ્રત્યેક ગલીમા એક બે બાર હતા. લોકો ફેણી છૂટથી પીતા પણ ક્યાંયે લથડિયાં ખાતો માણસ જોવા મળતો નહિં. બારની વાત નીકળી છે તો બીજી એક હસવું આવે એવો પ્રસંગ કહું. એક બારમા મારા મિત્રે જોયું કે બારનો માલિક આગલી વ્યક્તિએ પીધેલા ગ્લાસને ધોયા વગર બીજી વ્યક્તિને એમા શરાબ આપતો. મારા મિત્રે એને પૂછ્યું કે તે આવું કેમ કરે છે, તો તેણે જવાબ આપ્યો, “સાહેબ સ્પીરીટ પોતે જ Anti septic છે, પાણીથી ધોવાથીતો એ વધારે contaminate થઈ જાય!!!”
આવી જ બીજી હસવા જેવી વાત એ હતી કે તમે વાળ કપાવવા “બારબેરીયા”માં જાવ તો તમને રીવોલ્વીંગ ખુરસી બર બેસાડી પોતાને સફેદ કપડું લપેટે (તમને નહિં). સાધનોમાં એની પાસે એક કાતર, એક કાંસકો અને એક રેજર!! પોતે તમારી ડાબી બાજુ ઊભો રહી શરૂ કરે, એ સાઈડ પતી જાય એટલે ખુરશી ફેરવે (પોતે ત્યાંજ ઊભો રહે), આમ ૩૬૦ ડીગ્રી ખુરસી ફેરવીને પ્રક્રીયા પૂરી કરે, પોતે ત્યાંજ ઊભો રહે!!!
ગોવાની ગલીઓમા સાંજે લટાર મારવા નીકળો તો તમને અનેક ઘરોમાંથી આવતું સુરીલું ગોવન સંગીત અને ગીતો સંભળાય.
ગોવામા વેજીટેરીઅન થાળી મંગાવો તો તેમા “નુસ્તે”(માછલી) આવે. તમે એને કહો કે મને વેજીટેરીન થાળી જોઈએ તો એ કહેસે આ વેજીટેરીઅન થાળી જ છે. (મચ્છીને ત્યાં નોન-વેજ મા ન ગણતા).
ગોવાની માછીમાર સ્ત્રીઓ ખૂબ જ તંદુરસ્ત અને સારી ઊંચાઈવાળી હતી. એક આપણને અસામાન્ય લાગે એવી વાત એ જોવા મળતી કે સ્ત્રીઓ (ખાસ કરીને માછીમાર સ્ત્રીઓ) પુરુષોની જેમ ઊભી ઊભી જ પેશાબ કરતી.
લોકો કોંકણી ભાષા બોલતા પણ એમા પોર્ચુગીસ શબ્દોની છાંટ હતી, દા.ત. માચીસને “ફોસ” કહેતા. એકંદર પ્રજા મળતાવળી અને આનંદી હતી. થોડી આળસુ ખરી. ગોવાની ખરી રોનક “કાર્નીવલ” વખતે જોવા મળતી. લોકોનો ઉત્સાહ શ્બ્દોમા વર્ણવી ન શકાય એવો જોવા મળતો.
ગોવાના બધાજ બીચ ખૂબ જ સુંદર અને સ્વચ્છ હતા, લોકો જરાય ગંદકી ન કરતા. થોડા હીપ્પી દેખાતા પણ એમનો કોઈ ઉપદ્રવ ન હતો, બીચના દુરના ખૂણામા એ પડ્યા રહેતા.
હું કહી શકું મે મારા જીવનના એ ખૂબ જ આનંદમા પસાર થયેલા ૧૮ મહિના હતા. પંદર વર્ષ પછી જ્યારે ફરી પર્યટક તરીકે ગયો ત્યારે મને આમાની એક પણ ચીજ જોવા ન મળી!!
થોડા વેસો પહેલં ભારતનિ મુલાકતમાં ગોવા પણ મિત્ર સાથે ગયો હતો. એક સાંજે ટેરેસવાળી રેસ્ટોરાંમાં ડિનર માટે બેઠા હતા. શરુઆતમાં ફેણી અને ગોવન ફીશથી એપેટાઈઝર ચાલુ કર્યું ,અમે બે બે ફીશ ઝાપટી ગયા.અને ડિનરની જગ્યા જ ન રહી. તો ગોવન ફીશ અને ફેણીની વાતમાં સંમત થઉં છું
બીજી વાત ત્ે વખતનું દમણ આપે વર્ણવેલા ગોવા જેવું જ હતું. બહુ સરસ લેખ
૪૦-૫૦ વર્ષો પહેલાના ગોવાની અદભૂત યાદ ખુબજ સુંદર વર્ણન અને અતિ સુંદર માહિતી સાતેક વર્ષ પહેલા વાંચેલી વાત ફરી માણી.
આમાની અમારી ઘણી યાદો તાજી થઇ.હાલ આવી સ્થિતી નથી અને ગોવાનું નામ કાને પડતા જ કોઈ પણ વ્યક્તિના મનમાં સૌથી પહેલા જે ઈમેજ ઉભી થાય તે બીચ, ફ્લોટિંગ કસીનો અને હેપનિંગ નાઈટલાઈફની હોય. પણ આ બધા સિવાય ગોવા પાસે નેચરલ બ્યુટી પણ મોટા પ્રમાણમાં છે. જો તમે કોઈ શાંત જગ્યાએ જવા માંગતા હોય તો આવા સ્થળોએ જઈને તમારા મગજને શાંતિ મળશે.
મચ્છીને ત્યાં નોન-વેજ મા ન ગણતા
દરિયાકી ભાજી !
——-
સરસ ફ્લેશ બેક.
LikeLike
થોડા વેસો પહેલં ભારતનિ મુલાકતમાં ગોવા પણ મિત્ર સાથે ગયો હતો. એક સાંજે ટેરેસવાળી રેસ્ટોરાંમાં ડિનર માટે બેઠા હતા. શરુઆતમાં ફેણી અને ગોવન ફીશથી એપેટાઈઝર ચાલુ કર્યું ,અમે બે બે ફીશ ઝાપટી ગયા.અને ડિનરની જગ્યા જ ન રહી. તો ગોવન ફીશ અને ફેણીની વાતમાં સંમત થઉં છું
બીજી વાત ત્ે વખતનું દમણ આપે વર્ણવેલા ગોવા જેવું જ હતું. બહુ સરસ લેખ
LikeLike
અગાઉ ગોવા કેવું હતું એનો આપના જાત અનુભવથી સરસ શબ્દોમાં ચિતાર આપ્યો છે એ વાંચવાની મજા આવી.
” બોમ્બે ટુ ગોવા ” મહેમુદ અને અમિતાભ અભિનીત કોમેડી હિન્દી મૂવીની યાદ આવી ગઈ.
LikeLike
૪૦-૫૦ વર્ષો પહેલાના ગોવાની અદભૂત યાદ ખુબજ સુંદર વર્ણન અને અતિ સુંદર માહિતી સાતેક વર્ષ પહેલા વાંચેલી વાત ફરી માણી.
આમાની અમારી ઘણી યાદો તાજી થઇ.હાલ આવી સ્થિતી નથી અને ગોવાનું નામ કાને પડતા જ કોઈ પણ વ્યક્તિના મનમાં સૌથી પહેલા જે ઈમેજ ઉભી થાય તે બીચ, ફ્લોટિંગ કસીનો અને હેપનિંગ નાઈટલાઈફની હોય. પણ આ બધા સિવાય ગોવા પાસે નેચરલ બ્યુટી પણ મોટા પ્રમાણમાં છે. જો તમે કોઈ શાંત જગ્યાએ જવા માંગતા હોય તો આવા સ્થળોએ જઈને તમારા મગજને શાંતિ મળશે.
LikeLike