“ઓ સજના, બરખા બહાર આઈ!”
વિનુને અને મને વરસાદની મોસમ ખૂબ ગમતી. હું હંમેશા કહેતી, “વિનુ, મને તો એમ જ લાગે છે કે વરસાદ મારા માટે ખાસ વરસી રહ્યો છે!” અમે જ્યારે મુંબઈમાં રહેતા હતા ત્યારે એકેય વરસાદની સીઝન એવી નહોતી ગઈ જેમાં અમે મલ્હાર રાગની મહેફિલમાં ન ગયા હોઈએ. મલ્હાર રાગના વિવિધ સ્વરૂપો વિષે એ સમયે મને યાદ આવે છે ત્યાં સુધી, પાટકર હોલમાં, ઓગસ્ટના અંતમાં, નામી કલાકારો સાથે કોન્સર્ટ ગોઠવાતી, અને અમે બેઉ દરેક વર્ષે આ મહેફિલમાં જરૂર જતાં, પણ, ૧૯૭૪માં અમે મલ્હાર રાગની મુંબઈમાં ગોઠવાતી કોન્સર્ટમાં જઈ શક્યા નહોતા અને એનો અમને છાનો વસવસો હતો. એવામાં છાપામાં વાંચ્યું કે લોનાવલામાં પંડિત વિષ્ણુ ગોવિંદ જોગ વાયોલિન પર મલ્હાર રાગના જુદા જુદા વેરીએશન્સ રજુ કરશે. એ જમાનામાં ઈન્ટરનેટની સગવડ હતી નહીં. અમે કોઈને ઓળખતાં નહોતાં કે લોનાવલાથી આ મહેફિલની ટિકિટ કઢાવી મૂકે. વિનુને ઓફિસમાં કામ થોડું સ્લો હતું. અમે નાનું વેકેશન લેવાનું નક્કી કર્યું અને સાત-આઠ દિવસો માટે બંગલો ભાડે લઈને, સહકુટુંબ, લોનાવલામાં વરસાદની ઝરમર સાથે વરસાદી રાગોની સૂરાવલિ માણવા પહોંચી ગયા.
જયશ્રીબેન,
એક એક શબ્દનો હાથ ઝાલીને આગળ તો વધી પણ પછી ઝીણીનું શું એ સવાલે બુદ્ધિ બહેર મારી ગઈ. આવા કુરિવાજોમાં કેટલાય કુમળી કન્યાઓ વધેરાઇ જતી હશે ત્યાં ભલેને એક બાવો વધેરાઇ ગયો …. જાણે ધરતી પરથી ભાર ઓછો થયો હોય એવો વિચાર આવી ગયો.
ઝીણીના વિચારે હજુ ય મન ચકરાવે જ છે.
LikeLike
જયશ્રીજી, ખૂબ કાચી વાર્તા બની. છેલ્લે લોચા માર્યા છે. તેમાંની એક વાત. લેખિકા ઊંચે છે ઝીણીની મા પણ સાથે છે. અને ઝીણી અને બાવા સાથે શું બન્યું તેની લેખિકાને કઈ રીતે ખબર પડી.પહેલા પુરુષમાં કહેવાતા કથાનકમાં દરેક બનતા પ્રસંગોએ લેખિકા ત્યાં હાજર હોવી જોઈએ. ઘણું બધું લખાય પણ અત્યારે આટલું બહુ. અેક વાત ચોક્કસ કે આપનું ફિલ્મી ગીતોનું જ્ઞાન અગાધ છે. મને તો એમ લાગે છે કે આપ ગીત પહેલાં પસંદ કરો છો અને પછી કથા. બીજા લેખની રાહ જોઈશ. ધન્યવાદ.
LikeLiked by 2 people
‘તેર વરસની ઝીણી હાથમાં લોહી નીગળતો લોખંડનો નવ ઈંચ લાંબો દસ્તો લઈને રણચંડી…’ ધારાવાહી ના આ હપ્તા નો અંત આપણી કલ્પના પર છોડ્યો છે .
એક તરફ વારીસ યાદ આવી તેના જેમ છટકી સિધ્ધીના શિખર સર કર્યા !
…પણ આ ઝીણીને બંદિની જેમ જેલનો અંત …?
આ તો મોટા ગજાની ગાયિકા બને તેમ હતી…! સાથે યાદ આવી ગઇ ૨૮ મી એ ભારત રત્ન લતાજી ની વર્ષગાંઠે વારંવાર પૂછાતો પ્રશ્ન તેમણે શા માટે લગ્ન કર્યા નથી ? એમણે ઉત્તર આપ્યો:’ મને લાગે છે કે ત્રણ ઘટનાઓ એવી હોય છે જેના પર મનુષ્યનો અંકુશ નથી – જન્મ, મૃત્યુ અને લગ્ન. જ્યારે એ ઘટના ઘટવાની છે ત્યારે કોઈ એ રોકી શકતું નથી.’ તો કેટલાક વર્તુલોમા મોટી દીકરીને મંદિરને અર્પણ કરવાની પધ્ધતિ સાથે સાંકળે છે ! જે હોય તે તેમની મહાનતા ને આંચ આવે તેમ નથી …
સુ શ્રી જયશ્રીબેનને જણાવવાનું કે મા શ્રી રાજુલબેનશ્રી જેમ ઝીણીના વિચારે હજુ ય મન ચકરાવે જ છે સાથે હાર્ટબંધ થયું તો સ્ત્રી અને બ્રહ્મ હત્યા…
LikeLiked by 1 person
Harnishbhai, thank you so much for taking time to talk to me regarding your feedback. I truly appreciate. It gives me an opportunity to learn more about the art of narrating the story in an effective way.
Also, in the beginning, I clarified that from Varanda one can see (hardly less than half Kilometer away)Tin House but yes, as a writer I could have been more cognitive to elaborate on these points.
I did try to justify in one sentence (when Sukhi said from kitchen” Ene Bawajine Vadheri Kaidhho?)”that killing the Bawaji was an understanding between Mother and daughter and daughter takes on this challenging task upon herself. It shows that mother was life long living a surpressed life. I guess it could not become eye catching to readers and that is the weakness of my narration. I will certainly be mindful hereon.
Thanks for clarifying that you were joking with the filmy song remarks but please allow me to clarify that stories come first before I release the title of the episode. It has never been other way around.
I thank you and every one for reading my life journey with Vinu. These are neither stories nor Lalit Nibandhs. It is a kind of travel blog if one may classify so.
I will like to thank all my readers to provide me with their valuable feedback so that I can learn to be a better writer. Thank you for your love, criticism, positive feedbacks and more importantly time.
Love you all.
LikeLiked by 1 person
રસપ્રદ વાત, પણ અંતમાં અર્ધ જાણાનો અસંતોષ રહી જાય છે. ઘા માર્યાં પછી ઝીણી ચિંતાજનક પરિસ્થિતિમાં એકલી ઊભેલી દેખાય છે. સરયૂ
LikeLiked by 1 person
વાર્તા બીજી વખત વાંચી. પહેલી વખત કોમેન્ટ આપવા મન થયું ન હતું, કારણકે, અંત વિવાદાસ્પદ છે, અને વિવાદથી દૂર જ રહેવાની ઇચ્છા હતી.
પણ એક વાતનો આપણે સ્વીકાર કરવો જ પડે કે….
આ વાર્તા નથી !
એ કોઈકની સાચી બનેલી જીવનકથા છે. જેમ જીવન આપણને એવા ત્રિભટાઓ પર લાવીને મુકી દેતું હોય છે, જ્યાં માણસ લોજિકલ વિકલ્પ જ અપનાવે એમ ન પણ બને. મોટે ભાગે અપનાવાતો વિકલ્પ લોજિકલ નથી જ હોતો ! એ ઘટનાના આપણા મૂલ્યાંકન અને આપણા તે સમયના મુડ અને માનાસિક અભિગમ પર આધાર રાખતો હોય છે. એમાં એનાલિસિસનો પિરિયડ મોટે ભાગે ગેરહાજર હોય છે !
જયશ્રી બહેનની બધી વાર્તાઓને આપણે આ દૃષ્ટિથી જોતા થઈશું – તો જીવનમાં એમને મળેલા અવનવા અનુભવો માટે તેમના માટે માન થશે.
——————-
બીજી એક વાત…
આપણે બધા સામાજિક રીતે મધ્યમ, ઉચ્ચ મધ્યમ કે ઉચ્ચ વર્ગના માણસો છીએ. સમાજના દબાયેલા, કચડાયેલા વર્ગ માટે આપણામાંના મોટા ભાગનાંની પાસે કોઈ જ અનુભવ નથી. અલબત્ત … અભિપ્રાય આપવાની આપણી સ્વતંત્રતાનો આદર છે. પણ એ ક્ષણે કોઈ . કેમ વર્તે – એ માટે બધા અભિપ્રાય કાચા જ નીવડે.
સૌ વાચકોને મુંબાઈની એક ગરવી ગુજરાતણ ના ખમીર વિશે એક વાત વાંચવા વિનંતી છે.
https://gadyasoor.wordpress.com/2017/07/06/triveni/
એ બાઈની મરદાનગીને સો સલામ.
મારામાં એવી હિમ્મત કે જુસ્સો નથી – એ નબળાઈના સ્વીકાર સાથે વીરમું છું.
LikeLike
મને આ એપિસોડ ગમ્યો, પણ અંત થોડો અસમંજસભર્યો લાગ્યો.
LikeLike
જયશ્રી ઝીણી રણચંડી બની દસ્તો લઇ બાવાને વધેરી નાખ્યો।…આ વાર્તાનો અંત આજ હોય શકે બીજો કોઈ નહીં। .હા દસ્તો દીકરીના હાથમા આપ્યો એ વાત દર્શાવવામાં આવી નથી પણ એ ખૂબ કોમન સેન્સની વાત છે અને આવા બાવાનો અંત આજ હોય શકે અને ઝીણી કદાચ મોટી ગાયિકા બની કે નહિ એ ખબર નથી પણ એક બળવાન અને સ્વમાની સ્ત્રી જરૂર બની હશે જયશ્રીબેન લખતા રહો અને પ્રેરણા આપતા રહો
LikeLike