આજની પોસ્ટમાં હોમાયબાનુએ વિશ્વના મહાનુભવોની ભારતની મુલાકાત પોતાના કેમેરામાં કેવી રીતે કેદ કરી હતી, એ જોવા મળશે.
૧૯૫૩ માં હેલન કેલર જવાહરલાલ નહેરૂના અંગત મહેમાન તરીકે ભારત આવેલા. હેલન કેલરના ભારતના રોકાણ દરમ્યાનના પ્રત્યેક કાર્યક્રમનું આયોજન નહેરૂએ જાતે કરેલું. હોમાયબાનુએ ઝડપેલી આ તસ્વીર પણ ઈતિહાસની એક દુર્લભ તસ્વીર છે. હેલન કેલર નહેરૂનો ઉત્સાહ જોઈ શકતા તો ન હતા, પણ હસ્તધૂનનથી મહેસૂસ કરી રહ્યા છે.

૧૯૫૪ માં વિયેટનામના ક્રાંતિકારી નેતા હો ચી મિન્હ ભારત આવેલા, ત્યારે એમને આવકારવા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને વડાપ્રધાન નહેરૂ બન્ને વિમાન મથકે ગયેલા. આ એક વિરલ બનાવ હતો. આ તસ્વીરમાં હો ચી મિન્હે જે રીતે રાજેન્દ્રબાબુનો હાથ પકડ્યો છે, અને જે રીતે જવાહરલાલ કોઈ ગંભીર વાત કરી રહ્યા છે, અને હો ચી મિન્હ સાંભળી રહ્યા છે, એ આ તસ્વીરમા હોમાયબાનુએ આબાદ ઝડપી લીધું છે.
૧૯૫૯ માં માર્ટીન લ્યુથર કીંગ ભારત આવેલા ત્યારે જવાહરલાલ નહેરૂ સાથેની આ તસ્વીર પણ ઐતિહાસિક છે.
લાલ કિલ્લાની પ્રાચી ઉપરથી જવાહરલાલ નહેરૂ એડવિના માઉન્ટ બેટનને જનમેદની દેખાડી રહ્યા છે. એડવિનાની પાછળ સરદાર વલ્લભભાઈ પટેલ ઉભેલા દેખાય છે.
અદભૂત તસ્વિરોની ઇ બુક કરવા વિનંતિ
LikeLike
આ તમામ ઐતિહાસિક તસ્વીરોનો લાભ આપવા બદલ આભાર.
LikeLike