आज फिर कोई तो ऐसी बात हो! (જયશ્રી વિનુ મરચંટ)


आज फिर कोई तो ऐसी बात हो!
वो न आये फिर भी मुलाकात हो!

किसे पता, जादु है या कुछ ओर,
उनकी याद आये और बरसात हो!

जिनसे ईतने शिकवे-गीले हैं हमें
सामने वो हो तो न सवालात हो!

हमें तो होश नहीं दिन है या रात,
वो कहें दिन, वो कहें तो रात हो!

जियो तो ईतने सुकुनसे जियो कि,
मोत करे रश्क ऐसे भी हालात हो!

आज चांद खिले तो भी कहो कैसे?
रातसे ही ‘गर “शबाब” मेरे साथ हो!
– जयश्री “शबाब” (जुलाई ४, २०११)

આંગણાંના બહુ ઓછા મુલાકાતીઓ એ જાણતા હશે કે આંગણાંના સોમવારના “ઘારાવાહી” ના સંચાલિકા (અને હાલની ધારાવાહીના લેખિકા) શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ, ગુજરાતી ઉપરાંત હિન્દી-ઉર્દુમાં પણ સાહિત્ય સર્જન કરે છે. તેમણે “શબાબ” તખ્ખલુસથી હિન્દી-ઉર્દુમાં સરસ ગઝલો લખી છે. આજે ઉજાણીમાં એમની એક ખૂબ જ લોકપ્રિય થયેલી ગઝલ રજૂ કરી છે. આ ગઝલની એક એક પંક્તિ એમની કલમની તાકાતના નમૂનારૂપ છે.
મત્લામાં જ કેવી કમાલ કરી છે? એ આવે નહીં અને છતાં પણ મુલાકાત થાય! છે ને ઉત્કટતા અને સંબંધોમાં ઊંડાણ?
એની યાદ આવે ને વરસાદ થાય ! આ વરસાદ એટલે પ્રેમની વર્ષા !
એની સામે લાખ ફરિયાદ હોય, પણ સામે આવીને ઊભો રહે તો બસ આનંદ ને આનંદ. પછી આપણું વિચારવાનું બંધ. એ કહે દિવસ છે તો દિવસ અને રાત છે તો રાત.
પછીના શેરમાં તો ઉચ્ચ કોટીની ફીલોસોફી છે. જીવો તો એટલા પ્રેમથી જીવો કે મોતને પણ અદેખાઈ આવે! સર્જકતાનું આ એક ઉત્તમ નમૂનો છે.
આજે તો ચાંદ પણ ખીલતાં અચકાય છે, કારણ કે ધરતી ઉપર એનાથી પણ સુંદર ચાંદ દેખાય છે. શબાબ એટલે સૌંદર્ય. શબાબ એટલે યુવાની. આ ગઝલમાં યુવાન હૈયાંની સુંદરતા ઠાંસોઠાંસ ભરી છે.
(પી. કે. દાવડા)

9 thoughts on “आज फिर कोई तो ऐसी बात हो! (જયશ્રી વિનુ મરચંટ)

  1. કલ્પનાની કમાલ! સાથીનો સ્પર્શ! જુદાઈનું જમણ! જયશ્રીબેનને જશ આપી જશે આ કૃતિ! ખૂબ સરસ અને મારા જેવા એકલવાયાને સ્પર્શી જતી કૃતિ! જયશ્રીબેનને મારા ખાસ અભિનંદન!

    Like

  2. मस्त गझल का मा. दावडाजी के रसास्वाद से और मझा आयी .
    मत्लाने मार डाला
    आज फिर कोई तो ऐसी बात हो!
    वो न आये फिर भी मुलाकात हो!
    याद आया
    अच्छा है दिल के पास रहे पासवान-ए-अक्ल
    लेकिन कभी कभी इसे तनहा भी छोड़ दे.
    अनुभूति के लीये यहां वेदना ,श्रध्धा और अंतरद्रुष्टि चाहीए – अक्ल अहीं !
    सब शेर सुंदार लेकीन मक्ताका शेर
    आफ्रिन
    राहे-तलब की मंज़िल हो और चांद न हो ?
    जीवन की गहन अनुभूति को हमेशा चंद्रमा के प्रतीक रूप में देखा जाता है।
    धन्यवाद जायश्रीजी

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s