નહેરૂની દિકરી ઇન્દીરા અને જમાઈ ફીરોજ ગાંધીનો આ ફોટો એરપોર્ટ ઉપર લીધેલો છે. ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે બન્ને હોમાયબાનુના કેમેરા તરફ જોઈને પોઝ આપી રહ્યાં છે.
યુવાન ઈન્દીરા એ સમયના બધા મહાન નેતાઓની લાડકી હતી. ફોટામાં ગોવીંદ વલ્લભ પંત ઈન્દીરાને HUG આપી રહ્યા છે. પાછળ રેલ્વે મીનીસ્ટર સદોબા પાટીલ ઉભેલા દેખાય છે.
ઈન્દીરા ગાંધી નાના દિકરા સંજયનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આવા ખાનગી કાર્યક્રમોના ફોટા પાડવાનો લાભ હોમાયબાનુને મળતો.
ફોટામાં ઈન્દીરા ગાંધી દિકરાઓ રાજીવ અને સંજય સાથે ખાસ ગેલેરીમાંથી પ્રથમ એશિયાઈ રમતોત્સવ જોઈ રહ્યા છે.
નહેરૂ રાજીવ અને સંજયને તીનમુર્તી ના કમ્પાઉન્ડના બાગમાં બોટેનીનું શિક્ષણ આપી રહ્યા છે.
ચાચા નહેરૂ પોતાના જન્મ દિવસે બાળકો સાથે.
હોમાયબાનુની પોતાના પ્રિય પાત્રની આ અંતીમ તસ્વીર છે. ગમગીન ઇન્દીરા ગાંધી સાથે નહેરૂના પાર્થીવ શરીર સાથેનો આ ફોટોગ્રાફ ઐતિહાસિક છે.
આયર્ન લૅડીના ફૉટા આયર્ન ફૉટોગ્રાફરના કેમેરાથી
ભૂતકાળનો સમય માણ્યો
યે વો જમાના થા જબ….
LikeLike
આવા અલભ્ય સંસ્મરણોના સાક્ષી બનવાનું હોમાયબાનુ માટે કેવું ગૌરવપ્રદ રહ્યું હશે?
LikeLike
ગોવિંદ વલ્લભ પંત સાથેના ફોટામાં જમણી બાજુ ક્રષ્ણ મેંનન છે,
LikeLike