પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૯


 

૧૯૪૨ થી હોમાયબાનુ દિલ્હીમાં The Far Eastern bureau of the British Information Services માં નોકરી કરતા હોવાથી, અને ગાંધીજી દેશભરમાં ફરતા હોવાથી, હોમાયબાનુને ગાંધીજીની વધારે તસ્વીરો ખેંચવાનો મોકો નહીં મળેલો. મને એમના સંગ્રહમાંથી ગાંધીજીની બે સરસ તસ્વીરો મળી છે.

તસ્વીરમાં ગાંધીજી કોંગ્રેસ કારોબારીના સભ્યોને સંબોધી રહ્યા છે. કયા વરસની તસ્વીર છે, એની વિગત પણ મને મળી નથી. ફોટામાં કોઈ આગેવાનોના ચહેરા પણ ઓળખાતા નથી.

તસ્વીરમાં ગાંધીજી એક સ્થળેથી બીજે સ્થળે પગપાળા જાય છે તેની છે. ડાબી બાજુએ ડો. સુશીલા નાયર છે, તો જમણી બાજુ (ઊંચા) પઠાણ નેતા ખાન અબ્દુલ ગફારખાન છે.

હોમાયબાનુની ગાંધીજીના અવસાન બાદની તસ્વીરો એમની ફોટોગ્રાફીના ઉત્તમ નમૂના છે. ગાંધીજીને ગોળી મારવામાં આવી, દિવસની પ્રાર્થના સભામાં જવા હોમાયબાનુ ખભે કેમેરા લટકાવીને નીકળવાના હતા ત્યારે એમના પતિનો ટેલિફોન આવ્યો કે ફ્રી હોવાથી એમની ઇચ્છા બહાર ખાવા જવાની હતી. પતિની ઇચ્છાને માન આપી તેઓ ગાંધીજીની પ્રાર્થના સભામાં જવાને બદલે હોટૅલમાં ગયા. ત્યાં એમને ગાંધીજી ઉપર થયેલા હુમલાના સમાચાર મળ્યા. પતિપત્ની જીવનભર ભૂલ ભરેલા નિર્ણય બદલ પસ્તાતા રહ્યાહોમાયબાનુ બિરલા હાઉસ પહોંચી ગયા, અને એમની પ્રતિભાને લીધે તેમને રોકટોક વગર તસ્વીર લેવાનો મોકો મળ્યો.

વિશ્વભરના છાપાંઓએ એમની તસ્વીરનો ઉપયોગ કરેલો. ત્યારબાદ એમની નીચેની તસ્વીરે પણ ખૂબ પ્રસિધ્ધી મેળવેલી.

કોઈ મકાનની બાલકનીમાંથી કે ટેરેસ ઉપરથી ગાંધીજીની સ્મશાન યાત્રાની પાડેલી તસ્વીરમાં માત્ર જવાહરલાલ નહેરૂ નહીં, સેંકડો વ્યક્તિઓના ચહેરા ઓળખી શકાય એવી શાર્પ ફોકસવાળી તસ્વીર છે. ૧૯૪૮ ના કેમેરાથી આવી તસ્વીર લેવી, કોઈ નિવડેલા ફોટોગ્રાફરથી શક્ય થઈ શકે.

તસ્વીરમાં તમે જોઈ શકશો કે ફોટૉ જર્નાલીસ્ટ સ્પષ્ટ શોટ મેળવવા કેવા માચડા ઊભા કરતા, એવા સમયે હોમાયબાનુએ ઈધેલી તસ્વીરમાં અગ્નિદાહ આપતા ગાંધીજીના મોટા દિકરા ગોપાલ ગાંધી, અને ચિત્તા નજીક ઊભેલા ગાંધીજીના કુટુંબીઓના ચહેરા કેટલા સ્પષ્ટ દેખાય છે. આટલી ભીડમાં એમણે તસ્વીર કેવી રીતે લીધી હશે?

ગાંધીજીના અસ્થિ વિસર્જનના ફોટા સાથે ગાંધીજીના ફોટોગ્રાફસનો અંક પૂરો કરૂં છું. આટલી વિશાળ મેદનીમાં ચહેરા સ્પષ્ટ રીતે ઓળખાય છે.

આવતા ઉધવારે હોમાયબાનુના અલગ અલગ વયના ફોટોગ્રાફસ અને એમના વિષેની માહીતિ સાથે, લલિતકળામાં હોમાયબાનુની વાત પુરી થશે.

4 thoughts on “પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૯

 1. આઠ -સાત દાયકા પહેલાંના ફોટા જોઈને હોમાયબાનુની ફોટોગ્રાફી ની કળાને ધન્યવાદ આપ્યા વિનાં નથી રહી શકાતું! લોક સમુદાય નાં ફોટાઓની શાર્પનેસ એમની આવડતનું સમર્થન કરે છે. ધન્યવાદ !
  ફુલવતી શાહ.

  Like

 2. ફોટા દ્વારા ક્ષણને કેદ કરીને આજીવન તેને સંભારણાંનું સ્વરૂપ અપાયું અને મા દાવડાજી નો રસાસ્વાદ
  ધન્ય થયા

  Like

 3. આઠ -સાત દાયકા પહેલાંના ફોટા જોઈને હોમાયબાનુની ફોટોગ્રાફી ની કળાને ધન્યવાદ આપ્યા વિનાં નથી રહી શકાતું! લોક સમુદાય નાં ફોટાઓની શાર્પનેસ એમની આવડતનું સમર્થન કરે છે. ધન્યવાદ !

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s