મુસાભાઈના વા ને પાણી (પી. કે. દાવડા)


 

મુસાભાઈના વા ને પાણી
૨૦૧૦ ના જાન્યારી માસથી શરૂ કરી આજ સુધીમાં મારી આસરે ૪૫૦ પોસ્ટ અલગ અલગ બ્લોગમાં મૂકાઈ છે. એમાથી ૫૦ કવિતાઓ હતી અને ૪૫૦ જેટલા લેખ હતા. મેં કયારે પણ લેખક કે કવિ હોવાનો દાવો કર્યો નથી. શરૂ કર્યું ત્યારથી આજ સુધી મને અહેસાસ છે, કે શિક્ષણને નાતે અને વ્યવસાયને નાતે હું એક એંજીનીઅર છું, અને મારૂં વ્યક્તિત્વ એક આંકડા ગણતા એંજીનીઅરનું છે. સાહિત્ય સાથે મારો દૂર દૂરનો પણ કોઈ સંબંધ નથી. અને મારા કોઈપણ લખાણમાં, ક્યાંયે સાહિત્યની ઝલક નથી. ઈંટ ઉપર ઈંટ મૂકી જેમ મકાનનું ચણતર થાય, તેમ શબ્દો ગોઠવી મેં કવિતા કરી અને લેખ લખ્યા. મારા લખાણમાં ક્યાંયે કોઈ સંદેશ નથી, કંઈ જ્ઞાનની વાત નથી, અધ્યાત્મ નથી અને શિક્ષણ પણ નથી. વિષય ઉપરછલ્લા છે, એમાં કોઈ ઉંડાણ નથી, એમાં છે તો માત્ર વાણી વિલાસ છે. મારા લખાણને તમે structured writings કહી શકો.
મારી સૌથી મોટી નબળાઈ મારૂં ખરાબ ગુજરાતી વ્યાકરણ છે. મારી જોડણીમાં અનેક ભૂલો હોય છે. અનુસ્વાર મને હંમેશાં મુંજવણમાં મૂકે છે. સ, શ કે ષ નો નિર્ણય પણ મને મુંજવે છે. દ અને ડ મને દ્વિધામાં મૂકે છે. થોડે અંશે જ અને ઝ નું પણ આવું જ છે. અને તેમ છતાં મેં ૪૫૦ જેટલી બ્લોગ પોસ્ટ લખીને બ્લોગ્સમાં મૂકી દીધી એ મારા માટે પણ આશ્ચર્યની વાત છે. સવાલ એ છે આમ મેં શાનાથી કર્યું?
મને લાગે છે કે બ્લોગ્સમાંથી મને જે નવા મિત્રો મળ્યા, અને એમણે જે પ્રોત્સાહન આપ્યું, એ મારા માટે લખવા માટેનું કારણ બની ગયું. આજે મારા E-group માં ૩૫૦ થી વધારે નામો છે, આમાંથી ૪૦ જેટલા મારા બ્લોગ-મિત્રો છે. જેમને કદી જોયા નથી, જેમની સાથે ટેલીફોનમાં પણ વાત કરી નથી, એવા અનેક, જાણે કે નજીકના મિત્રો હોય એવું લાગે છે. અહીં એક બીજી મહત્વની વાત કઈ દઉં. મોટા ભાગના આ નવા મિત્રો ઉમરમાં મારી નજીકના છે, એટલે કે ૬૦ + છે. આનો એક ફાયદો એ છે કે અમે એકબીજાની વાત સારી રીતે સમજી શકીએ છીએ. આજે મારે ૨૫-૩૦ વર્ષના યુવકો સાથે વાત કરવી હોય તો મને આટલું સહેલું ન લાગે.
આ બધું મેં આજે એટલા માટે લખ્યું છે કે Now I am running out of steam. મને આજકાલ નવું લખવા વિષય મળતા નથી. મારા લખાણ વાંચનારાઓનો ઉત્સાહ પણ ઓછો થયો છે એવું મને લાગે છે. બ્લોગ માટે લખવામાં જે સમય વ્યતિત થાય છે એ સમય માટે alternative activity શોધવા પ્રયત્ન કરૂં છું, કદાચ મારૂં આ આંગણું આવી પ્રવૃતિનો એક ભાગ છે. ધીમે ધીમે એવો સમય આવશે કે હું પણ કહી શકીશ “નાત નાતનું જમે, મુસાભાઈના વા ને પાણી.”

3 thoughts on “મુસાભાઈના વા ને પાણી (પી. કે. દાવડા)

 1. મનુષ્ય પોતાની ત્રૃટિઓને દૂર કરી શકતો નથી પોતાની ત્રૃટિને તે સમજે પણ છે છતાં તેનું ચંચલ મન તેને સુધરવા માટે પ્રવૃત્ત થવા દેતું નથી.
  મેરા મુજમેં કુછ નહીં, જો કુછ હૈ સો તોર
  તેરા તુજકો સોંપતે, ક્યા લાગત હૈ મોર ?
  મારામાં મારું તો કાંઈ જ નથી, જે કાંઈ છે તે તો તારું જ છે. હે પ્રભુ ! તારું તને સોંપી દેવાથી મારું શું છે કે ઘટી જવાનું છે ?
  આવું જ્યારે સમજાય ત્યારે માનવ સંત કહેવાય…આવા ભાવ સાથે તમારા સરળ નીખાલસ વિચાર જણાવતા રહેશો તે અમારા જેવા માટે પ્રેરણાદાયી રહેશે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s