કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૧


૧૯૬૭ માં કાર્તિકભાઈ કલાના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકામાં આવ્યા. ચિત્રકલા અને સંગીતના ક્ષેત્રમાં એમણે ત્રણ માસ્ટર્સની ડીગ્રીઓ મેળવી. ચાલીસથી વધારે વર્ષ સુધી સખત મહેનત કરી ચિત્રકલામાં અને પિયાનો વાદનમાં નામના મેળવી.

અમેરિકાના જુદા જુદા શહેરોમાં એમના ચિત્રોના પ્રદર્શનો ગોઠવી, એમણે પ્રસિધ્ધી મેળવી. અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધારે સુંદર ચિત્રો એમણે પ્રદર્શિત કર્યા, જેમાનાં ૭૦૦ થી વધારે ચિત્રો કલારસિકોએ ખરીદી લીધા.

એમણે અમેરિકા અને ફ્રાંસના પ્રમુખોને તથા બ્રિટનની મહારાણીને પોતાના ચિત્રો ભેટ કર્યા, જેમનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. ઈન્દીરા ગાંધીને પણ એમણે ચિત્રો ભેટમાં આપેલા.

હું એમને ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ માં કેલિફોર્નિયાના Bay Area માં રૂબરૂ મળ્યો, અને એમના ચિત્રો વિષે એમની સાથે થોડી વાતચીત કરેલી. એમણે ચિત્રકલાના અનેક માધ્યમો ઉપર કામ કર્યું છે, પણ એમના મોટાભાગના ચિત્રો કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટ, કે કાગળ ઉપર એક્રીલીક અને વોટર કલરના છે. એમણે નાની અને મોટી બન્ને સાઈઝના ચિત્રો તૈયાર કર્યા છે, અને ચિત્રકળાના અલગ અલગ પ્રકાર ઉપર કામ કર્યું છે.

ખોડિદાસ પરમારની જેમ કૃષ્ણ કાર્તિકભાઈનો પ્રિય વિષય છે. કૃષ્ણના જીવન ઉપર આધારિત ચિત્રોમાંથી વાંસળી સાંભળતી ગોપીઓનું આ ચિત્ર ૨૦” X ૨૦” નું એક્રીલીક રંગોમાં છે. ચિત્રમાં કૃષ્ણની તલ્લીનતા અને મંત્રમુગ્ધ થઈ સાંભળતી ગોપીઓના મુખભાવમાં ચિત્રકારની કલાનું ઊંડાણ સ્પષ્ટ દેખાઈ આવે છે. પાત્રોના વસ્ત્રો અને અલંકારોમાં જે બારીકી દેખાય છે, એ ચિત્રકારની મહેનતની પરાકાષ્ટાનો પરિચય આપે છે.

રાધા અને કૃષ્ણનું આ ચિત્ર ૨૦” X ૨૦” નું એક્રીલીક રંગોમાં છે. વાંસળી વગાડવામાં તલ્લીન કૃષ્ણનું મુખ રાધા તરફ નથી, એવી જ રીતે રાધા પણ વાંસળીના સુરમાં ખોવાઈ જઈને કૃષ્ણ તરફ જોતી નથી. બન્ને એકમેકની નીકટતા વાંસળીના સુરમાં માણે છે. આ ચિત્રમાં પણ રાધા અને કૃષ્ણના વસ્ત્રો ચિતરવામાં વપરાયલી ચીવટ અને મહેનત અદભૂત છે. પાત્રોની રેખાઓ સ્પષ્ટ અને જોરદાર છે, રાધા અને કૃષ્ણની આંખોમાં દેખાતી તલ્લીનતા ઉડીને આંખે વળગે છે.

૨૦” X ૨૦” ના આ એક્રીલીક રંગોવાળા ચિત્રમાં વાંસળી વગાડતા કમલનયન કૃષ્ણને રાધા કમળનું ફૂલ અર્પણ કરે છે. આ ચિત્રમાં એક સાથે અનેક સંકેત દેખાય છે. પૂર્ણીમાની રાત છે, કૃષ્ણના મસ્તકની આસપાસ દૈવી આભાનું વર્તુળ છે, અનેક વૃક્ષો અને Back Ground માં પાણીનો રંગ કદાચ યમુના કિનારાનો નિર્દેશ કરે છે. કૃષ્ણના સુંદર વસ્ત્રોની આસપાસ રાધાની ચુંદડી, રાધા-કૃષ્ણની એકાત્મતા દર્શાવે છે. વૃક્ષ અને વસ્ત્રોમાં કરેલું સુક્ષ્મ કામ અથાગ ચીવટ અને મહેનત માંગી લે છે.

5 thoughts on “કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૧

 1. કાર્તિકભાઈને એકવાર મારા રહેઠાણ નજીકના ‘વલ્લભપ્રિતિ’ (VPS) મંદિરે એમના ચિત્રોના પદર્શન વખતે મળવાનું થયેલ. તમારી ટિપ્પણી વગર આ ચિત્રોને અને એમની કલા અને મહેનતને સમજવા ન મળત! મેં રેખા ચિત્રો દોર્યા છે એટલે એમને સમજી શકુ છું. અમને આ લાભ આપવા આપનો આભાર માનવો કેમ ભૂલાય!

  Liked by 1 person

 2. કાર્તિકભાઈ અમારા વષોના મિત્ર, નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ. ચિત્રોમાં રંગો અને ઝીણી કારીગરી વિશિષ્ટ છે. ઘણા ઘરોમાં તેમના ચિત્રો જોવા મળે તેવી શુભેચ્છા.
  સરયૂ દિલીપ પરીખ

  Liked by 1 person

 3. મલ્ટી ટેલેન્ટેડ કલાકાર કાર્તિક ત્રિવેદીએ કલા જગતમાં ઘણાં વિશ્વ પ્રસિદ્ધ એવોર્ડ મેળવી ચુક્યા છે બહુમુખી પ્રતિભા ધરાવનાર એવા કાર્તિક ત્રિવેદી કે જેઓએ ચિત્રકાર ,પિયાનીસ્ટ અને પેરા સાયકોલોજી જેવા વિષયોમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે .તેઓ મૃત્યુ પછીનું જીવન અને મૃતઆત્મા સાથે સંવાદ કરી તેમના પરિવારજનો સમક્ષ મૃતઆત્માની અધુરી ઈચ્છાઓ જાણવાની અદભુત શક્તિ ધરાવે છે .અમેરિકાની સરકાર દ્વારા તેમને પેરા સાયકોલોજી અને ચિત્રકારત્વના કાર્ય માટે અનેક એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે .આજે પણ તેમના ચિત્રો વ્હાઈટ હાઉસ અને વર્મિંગહામ પેલેસની દીવાલો શોભાવી રહ્યા છે .અને મા દાવડાજીએ કલાના રસદર્શનને લીધે માણવામા વધુ મઝા આવી

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s