મોડાસાથી ગોધરા
મોડાસાથી ઘેર આવ્યો. એ જોઈને ગામના અનેક લોકો રાજી થયા. કેટલાક ખાનગીમાં ‘કાખલી કૂટવા લાગ્યા’. ખાસ કરીને મારી નાતના માણસો. બાએ ત્યારે આ શબ્દપ્રયોગ કરેલો. હું જરા પણ હતાશ ન હતો. નહીં ભણાય તો કાંઈ નહીં. સુથારી કામ કરીશ. ખેતી કરીશ. ભણવું જરૂરી નથી. જાહેરાતો પડશે ત્યારે અરજી કરીશ. કારકુનની નોકરી તો મને મળી જશે. એવા વિચારો કર્યા કરતો. એ દરમિયાન, સેવાલિયાના સિમેન્ટના કારખાનામાં કોઈક વિભાગમાં એપ્રેન્ટીસની જાહેરાત આવી. હું ઉમરમાં બે મહિના મોટો પડ્યો. જો કે, હજી હું કારકુન માટે ઉમેદવારી કરી શકું એમ ન હતો. કેમ કે હું ઉમરમાં છએક મહિના નાનો હતો. મેં પછી બાપાને સુથારીકામમાં થાય એટલી મદદ કરવાનું શરૂ કર્યું.
Babubhai,
Liked it very much. We have also passed through so many hardship in formative years.The way you have expressed so much innocence and fear at different stages- were our fears too-upto some extent.
Specially in school days same medical examination was in school and as you said we have to be naked–and similar fear cropped in me and few others. We were not knowing about vd- but internally afraid that some thing wrong may be diagnosed, however it was not a question of career like you.
Shankar kaka was great help- and in school days I had also to look after 2 children of my maternal uncle-and doing other works, really finding difficult to concentrate on study.
(My mother expired when I was one year old and father did not marry again- he was in mumbai-so mama-mami decided to take me with them for study)
we liked every description of your professional life till you started earning rs 781 i the year 1974. i started first job as engineer in 1966 rs 350.00
any way we enjoyed every bit of it.
many thx to you and davda saheb for presenting your lucid articles regularly..and we eagerly await to read next-every time. As it comes through your heart without any reservation/transparent.
LikeLiked by 1 person
ખૂબ હસી ચાલો એક હાસ્યની કસરત થઈ ગઈ, થેંકયું બાબુભાઈ. ખૂબ ભોળા અને સાલસ લાગો છો લાગો નહી છો જ તોજ આ બધી વાતો સ્પષ્ટ લખો છો કશુ યે છુપાવ્યા વિના.
LikeLiked by 1 person
મહેન્દ્રભાઈએ અને ધ્રુતિ મોદીએ જે ટપકાવ્યું એની સાથે સંમત થઈ મને પેલો શબ્દ ‘હુંથણું’ ગમી ગયું! ગામ્યવાસીને જ એ શબ્દ સમજાય!
ભાવનગરની પોલીટેકનીકમાં મેં ૧૯૬૧થી ૧૯૬૭ સુધી સર્વિસ કરી ત્યારે મારો પગાર ૨૫૦-૩૦૦રુપિયાથી વધારે નો’તો એવું યાદ આવે છે. એ પહેલાં અમદાવાદમાં લાલ દરવાજે ઈરીગેશન માં ૧૯૫૯ થી ૧૯૬૧ સુધી કામ કરેલું ત્યારનો પગાર પણ સારો તો નોતો જ!
બાબુભાઈની આ કતાર એક મુવીની માફક વહી રહી છે અને આવતા હપ્તાની રાહ જોવડાવી રહી છે. દાવડા સાહેબ, બાબુભાઈનો એક ફોટો મને મોકલી શકો? અહિ મૂકોતો કેવું! કદાચ એમને ઓળખતા જૂના સહાધ્યાઈ કે મિત્રો મળી રહે! આ એક સુચન સમજશોને?
મજો પડી ગયો!
LikeLike
બધાંની કૉમેન્ટસ વાંચીને મને ખૂબ આનંદ થાય છે. જો કોઈની કૉમેન્ટનો હું જવાબ ન આપી શકું તો એવું ન માનતા કે મેં એનૌ નોંધ લીધી નથી. જ્યારે આ બધાં લખાણોને પુસ્તક રૂપે મૂકીશ ત્યારે આગંણાનો ને આંગણે પધારતા મિત્રોનો અવશ્ય આભાર માનીશ.
-બાબુ સુથાર
LikeLike
કોકવાર તમારા લેખ જોરથી વાચી સંભળાવું છું..“મૈં જિસે ઓઢતા બિછાતા હૂં”ના ન્યાયે ઘરેલુ બોલચાલની ભાષામાં વધુ અસરદાર અનુભવાય છે..રસથી સાંભળતા તળપદા શબ્દમા હુથણું આવ્યું તો તેના અર્થ સમજાવતા ચડ્ડી બંડી અર્ધું પાટલૂન; જાંઘિયો માં પણ ખ્યાલ ન આવતા અંડરવૅર કહેતા ભાણાભાઇ કહે આમ ગુજરાતીમા કહોને ! ‘કાખલી કુટી’ શબ્દ તો અવારનવાર વાંચવામા આવતો -”લગે રહો મુન્નાભાઇ’ને સમજવાની બુધ્ધિક્ષમતા કે માણવાની નિર્દોષતા ન ધરાવતા કેટલાક ગમાર હજુય સંજય દત્તની કાખલી કૂટીને વેવલા કટાક્ષ કરતા રહે છે.. તો તાજા સમાચારમા વાંચેલું-‘અમેરિકા અને બ્રિટન પાકિસ્તાનને ધમકાવે એમાં ભારત કાખલી કૂટીને તાબોટા પાડી રહ્યું છે’ આ શબ્દ અમારા વડીલને ગમી ગયેલો.જ્યારે ટીપ્પણી પુરી કરી ત્યારે જમણા હાથે વંટ આવતા તેઓ કહે -‘પીડા તારી સામે ઊભી કાખલી કુટી રહી છે. લે લખ હવે. હું જોઉં છું તું કેવી લખે છે ?
. બધાને આ લેખ કેમ ગમે છે? પૂછતા બધાને આવા બનાવો પોતાના કે કુટુંબીજનોમા બની ગયેલા લાગે છે .તમારી આ કવિતાનું મેં પઠન કરતા બધાને ખૂબ ગમેલી..
હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.
LikeLike