પરાવર્તન-સત્યકથા ( સરયૂ પરીખ)


(આંગણાંના મુલાકાતીઓ સરયૂ પરીખ નામથી પરિચિત છે. એમના બધા લખાણ કોઈપણ જાતની લાટ-લપેટ વગરના, સ્પષ્ટ અને મુદ્દાસરના હોય છે. આશા છે કે એમની આ સ્વાનુભવની વાત તમને ગમશે.)

અમેરિકામાં ઘણા વર્ષો રહ્યાં પછી, મુશ્કેલીમાં મુકાયેલી ભારતિય બહેનોને મદદ  કરતી સેવા’ સંસ્થા સાથે હું સંકળાયેલ હતી દિવસે ફોન પર શોના નામની બહેનનો દુઃખી અવાજ મદદ માંગતો હતોવાતચિત પરથી ખ્યાલ આવ્યો કે મરાઠી, હિન્દી અને અંગેજી ભાષા જાણતી હતી. મેં એને મળવા બોલાવી અને એની ગાથા સાંભળી.
મેં તમને મારૂં નામ શોના કહ્યું પણ, મારૂં ભારતિય નામ દીપિકા છે.”

દીપિકા મુંબઈમાં એક પ્રતિષ્ઠિત કુટુંબની હતી. અઢાર વર્ષની ઉંમરનો થનગનાટ, અને દૂર દેશના સ્વપ્નાઓનું આકર્ષણ, ખાસ કોઈ કારણ વગર સ્વજનો સામે બળવો જગાવી રહ્યા હતા. કોલેજનું પહેલું વર્ષ હમણા પુરું થયેલુ.   સમયે ત્રીસેક વર્ષના માણસના પરિચયમાં આવીપોતે હિંદુ અને મુસલમાન અને બીજા બધા ભેદભાવને વિસારે મુકી એની ચાહતમાં ખોવાઈ ગઈ. એની સાથે લગ્ન કરી અમેરિકા આવવા માટે પોતાની ઉંમર, નામ વગેરે અનેક સાંચજૂઠ કરી, પાછા ફરવાના રસ્તાઓ બંધ કરીદેશ છોડી, અમેરિકા આવી ગઈ. અહીં નામ શોના રાખ્યુ હતું.

મુંબઈમાં એના પરિવારના સભ્યો લોકોને કહેતા રહ્યા, “દીપિકા અમેરિકા ભણવા ગઈ છે.”
અહીં આવતા પોતાની  ‘પિંજરના પંખીસમી  દશાની  પ્રતીતિ  થઈ  ગઈ.
એનો પતિ મોટર ગેરેજમાં કામ કરતો હતો. બે વર્ષ પછી એક પુત્રની માતા બની. સમય દરમ્યાન પતિની રુક્ષતાનો અનુભવ ચાલુ હતો. એક વખત પોલીસને પણ એણે બોલાવ્યા હતાં.
શોના એક ગીફ્ટ શોપમાં કામ કરતી હતી.  પોતાની હોશિયારી અને ચપળતાથી નોકરી સારી રીતે સંભાળતી હતી.

જયારે મારી પાસે આવી ત્યારે  સ્ત્રીઆશ્રયગૃહમાં ત્રણ મહિનાથી એનાં પાંચ વર્ષના દીકરા સાથે રહેતી હતી. બાળક માતાપિતા વચ્ચે આવ જા કરતો હતો. પોતે નોકરી કરતી હતી અને નર્સ આસીસ્ટન્ટનુ ભણતી હતી. આગળ  ભણી નર્સ  બનવાનુ  એનું  લક્ષ્ય  હતુ. ઘરમાં ત્રાસ સહન કરીને આવતી બહેનોને અમારા જેવા અજાણ્યા પાસે પોતાની જીવન કહાણી કહેવી બહુ પીડા જનક હોય છે. શોનાને ત્રણ રીતે મદદની જરૂર હતી. એને  ભાડાનું ઘર લેવાનુ હતુ.  કોલેજની  ફી  ભરવાની હતી,  અને સૌથી  વધારે, વકીલની જરૂર હતી. અમારી સંસ્થાના સભ્યો સામે દરખાસ્ત મુકી. શોનાની ધગશ અને નિશ્ચય વિષે સાંભળ્યા પછી મંજુરી મળી.

અમે અભ્યાસ માટે અને વકીલ માટે પૂરતી મદદ અને ભાડા માટે અમુક મહિનાઓ સુધી મદદ આપવાનું નક્કી કર્યું. હવે તો એને કોઈ રોકી  શકે  એવો  અવરોધ નહોતો. એનો આત્મવિશ્વાસ અને ધગશ બળવાન હતા. એનો પતિ એને છોડવા માંગતો નહોતો  તેથી  છૂટાછેડા માટે  શોના ને  જ શરૂઆત કરવી પડી.

શોના કહેતી  કે, “મારે મારા બાળકની સંભાળ સિવાય કશું  નથી જોઈતું.” ભણવામાં  અને પોતાના જીવનને વ્યવસ્થિત કરવામાં પૂરા જોશથી વ્યસ્ત થઈ ગઈ. જુદા જુદા કારણો સાથે એના ફોન આવતા રહેતા. કોઈ વખત  બહુ ગભરાઈ જતી. કોર્ટના ધક્કાઓ, મહિનાઓનો વિલંબ અને પરિણામની અનિશ્ચિતતા એને ઘણી વખત  રડાવતા. આવેશમાં  ક્યારેક  કહેતી, “હું મારા દીકરાને લઈને કેનેડા  જતી રહું અને મારો પત્તો જ ન લાગવા દઉં. એને પાઠ  ભણાવવાની  છું.”  એના વિચારોથી મને ચિંતા થઈ જતી. એની સાથે કલાકેક વાતો કરી અને  કેટલી  મુશ્કેલીઓ આવી  શકે  એ સમજાવી, એને શાંત કરી ઘેર મોકલતી. મને એટલી નિરાંત હતી  કે   મને પૂછ્યાં વગર કોઈ  પગલું નહીં ભરે.

ઘણી વખત એનો ઉત્સાહભર્યો અવાજ સંભળાય, “દીદી, મને બધા વિષયોમાંગ્રેડ મળી છે.” શોનાને સ્કોલરશીપ મળવાની શરૂ થતાં અમારી સંસ્થાને થોડી રાહત મળી.
ઘણાં મહિનાઓની ખેંચતાણ પછી છૂટાછેડાનુ પરિણામ આવ્યું. બન્ને મા બાપને દીકરાની સરખી જવાબદારી લેવાનો હૂકમ હતો. હવે શોનાને ખૂબ ધીરજ અને કુનેહથી પતિને નારાજ કર્યા વગર રસ્તો કાઢવાનો હતો. કોલેજમાં એને કોઈ અમેરિકન મિત્ર હોવાનો ઈશારો કરેલો. કહેતી હતી કે બહુ વિશ્વાસપાત્ર છે. એક વખત એના પતિના બહુ આગ્રહથી એને ત્યાં એક દિવસ રહેવા ગયેલી. બીજે દિવસે કારમાં શોનાને એનો પતિ મારતો હતો  જોઈ પડોશીએ પોલીસ બોલાવી. ત્યાર પછી એના પતિને અમેરિકા છોડવાની નોટીસ મળેલીફરી  અમેરિકામાં પ્રવેશ ન કરી  શકે એવો પણ હુકમ હતો.

ભારત જતાં પહેલા એના  પતિએ  જીદ કરી  કે, “હું દીકરાને ભારત લઈ જઈશ અને તું પછી આવજે અને હું તને ખુબ મોજમાં રાખીશ.”  શોનાને હા માં હા મીલાવવી પડી કારણકે  ભણવાનુ એક વર્ષ બાકી હતું  અને  પોતાનો  નિર્વાહ  માંડ કરી રહી હતીમુંબઈમાં  શોનાને  પોતાની નણંદ પર ભરોસો હતો  કે  બાળકને  સાંચવશે. મન  પર  પથ્થર  મુકીને  દીકરાને એના પિતા સાથે  જવા દીધો. મને વાત કરતી હતી  કે ભારત જઈને  દીકરાને લઈ આવીશ. વકીલની સલાહ લઈને જે તે કામ કરવાની હતી. અશક્ય  લાગતી  યોજના  વિષે  અમે  થોડા  દિવસોમાં  ભૂલી  ગયા.

થોડા મહિનાઓમાં  ફોનની  ઘંટડી  વાગી અને  એનો આનંદથી  ગુંજતો  અવાજ  આવ્યો, “દીદી! કહો  કેમ હું ખુશ છું? કારણ…. મારો  દીકરો  મારી  બાજુમાં  બેઠો  છે!” હું  આનંદાશ્ચર્ય  સાથે
એની  વાતો  સાંભળી  રહી  હતી.
મારા દીકરાના ગયા પછી, નોકરીમાં બરાબર ધ્યાન આપી સાથે સાથે ભણવાનું, ધાર્યુ કામ પૂરું કર્યુ.  મારા  જીવનનું  લક્ષ્ય સતત  મારા  મનમાં રમ્યા  કરતું.  મેં  માઈકલ, અમેરિકન મિત્ર, સાથે લગ્ન કરી  નિયમ  અનુસાર  મારો અને બાળકનો પાસપોર્ટ  તૈયાર કરાવી  લીધો.”

શોના  બરાબર યોજના  કર્યા  પછી  ભારત ગઈ  હતી અને એના  માતપિતાની  માફી  માગી પ્રેમથી એમની સાથે રહી. એ  લોકો  પણ  પૌત્રને  મળીને  ખુશ  હતા. મુંબઈમાં, શોના  રોજ  થોડા કલાકો  દીકરાને પોતાના  પિયર લઈ  આવતી  અને  પતિના ઘર  રાખીને  સાથે  રહેવાના સપના  સાથે  સમંતિ  આપે  રાખતી. માઈકલ દિલ્હી આવી ગયો હતો અને અમેરિકાની  ત્રણ  ટીકીટૉ  લઈ  રાખી  હતી. નક્કી કરેલા દિવસે, શોના રોજની જેમ દીકરાને લઈને  નીકળી અને મુંબઈથી  સીધી  દિલ્હી  જવા રવાના થઈ ગઈ. પછી  દિલ્હીથી  ત્રણે  જણા  અમેરિકા  આવતા  રહ્યા.
જરા  અટકી ને પછી ગળગળા અવાજે બોલી, “મારા દીકરાને  પિતાના  પ્યારથી  વંચિત નથી  રાખવો, પણ યોગ્ય પરિસ્થિતિની રાહ જોવી રહી. તમારા સૌના સહારે, શોના આજે  ફરી દીપિકા બની છે.”

સાત વર્ષ  પહેલાં  અણસમજમાં  રસ્તો ભૂલેલી  દીપિકા  પાછી  ફરી, ખંત  અને  વિશ્વાસ સાથે  સાચે  રસ્તે  પગલા માંડી  રહી  હતી.

9 thoughts on “પરાવર્તન-સત્યકથા ( સરયૂ પરીખ)

  1. સત્ય કથાઓ કાલ્પનિક કથાઓથી ચડી જાય છે એનું એક ઉદાહરણ એટલે સરયુબેન ની આ સત્ય કથા .અભિનંદન.

    બી.કોમ થયા પછી મારી પહેલી જોબ દુખી મહિલાઓના ઉત્થાન માટે જીવનભર કામ કરી જાણીતાં થયેલ પુષ્પાબેન મહેતાની સ્ત્રી સંસ્થા વિકાસ ગૃહ,પાલડી, અમદાવાદમાં એકાઉન્ટન્ટ તરીકે એકાદ વર્ષ મેં જોબ કરી હતી. આ સંસ્થામાં મહિલાઓના જીવનમાં ઘટતી આવી ઘણી જીવતી જાગતી વાર્તાઓ વિષે મને જાણવા મળતું હતું .આ સ્ત્રી સંસ્થામાં થોડો સમય કામ કર્યું એ દરમ્યાન સ્ત્રીઓના જીવનમાં ઘટતા અવનવા બનાવો વિશેના મારા જાત અનુભવનું આ વાર્તા વાંચી મને સ્મરણ થઇ આવ્યું !

    Like

  2. સુરેશભાઈના પ્રતિભાવ સાથે સંમત થઈ, એક વિચાર આવે છે કે દીપિકા જેવી ઘણી યુવતિઓ આ દેશમાં હશે કે જેઓ આ દીપિકા જેવી મક્કમ મનોબળ ઘરાવતી નહિ હોય, પણ જો એમને આ લેખ વાંચવા મળે તો એમના જીવનમાં પ્રકાશ મળે અને કોઈ મોડા મોડા પણ હિમ્મત કરી છૂટકારો મેળવી શકે તો કેવું?

    Like

  3. પચાસ વરસના મારા અમેરિકા નિવાસ દરમિયાન આવી ઘણી ઘટનાઓ જોઈ છે .અમે પણ આજસુધીમાં ત્રણ બેનોને ઘરમાં રાખી અને બીજા લગ્ન કરાવી ઠેકાણે પાડી છે.પરધર્મી લગ્નોમાં આમ વધુ બનતું હોય છે. સહાય કરવા માટે સરયૂજીને
    અભિનંદન.

    Like

  4. સર્યુબેનને અભિનંદન .
    ખોટી વ્યક્તિની પસંદગી જીવનમાં કેટલી ય સમસ્યાઓ ઉભી કરે પણ એમાંથી છૂટવા મક્કમ મનોબળ હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન મળે તો દીપિકા જેવી યુવતીઓનું જીવન સુધરે બાકી તો શું થાય એની કલ્પના કરવી જ કપરી છે .

    Like

  5. ધન્યવાદ સુ શ્રી સરયુબેનને શોનાને દીપિકા બનવામા સહાય બ્દલે
    એકવીસ વર્ષના અમારા અમેરિકા નિવાસ દરમિયાન આવી ઘણી ઘટનાઓ જોઈ છે. આવી બેનોને ઘરમાં રાખી ઠેકાણે પાડી છે. થોડા સમય પહેલા આપણા બ્લોગરનો ઇ-મૅઇલ આવ્યો કે ‘ અ બ ક-બેનેને ઓળખો છો ? ઉતર આપ્યો અને થોડા સમયમા શુભ સમાચાર આપ્યા.
    બીજા કેસમા છૂટી થયેલી દીકરી માટે આગળ પડતા વ્યક્તીએ નામ જોગ અમારી સોસાયટીમા રહેતા –અહીં ચૂટા થયેલા ભાઇ માટે પૂછ્યું….અમે અભિપ્રાય આપ્યો. હંમણા નોર્થ કેરોલીનાના ગ્રીન્સબોરોમા મોટી મોટલ ચલાવે છે અમે તેમના દીકરા-દીકરીને રમાડી આવ્યા.

    Like

  6. શ્રી દાવડાસાહેબનો આભાર.
    વિશ્વાસ સાથે આપણી કોઈ મદદ લે — તેને ધન્યવાદ આપું છું.
    આપ સહુના પ્રતિભાવ માટે આનંદ. સરયૂ પરીખ

    Like

પ્રતિભાવ